જાણો એ કયું પાપ હતું? જેના કારણે થયું હતું સૌથી પહેલા દ્રૌપદીનું મૃત્યુ.

0
3497

મહાભારત વિષે તમે જાણતા જ હશો. પણ મોટાભાગે લોકોને મહાભારતના યુદ્ધ પછીની જાણકારી નથી હોતી. તો જણાવી દઈએ કે, મહાભારતમાં ઉલ્લેખિત 18 પર્વો માંથી એક પર્વ છે મહાપ્રસ્થાનીત પર્વ. જેમાં પાંડવોની મહાનયાત્રા એટલે કે મોક્ષની યાત્રાનો ઉલ્લેખ છે. જેના અનુસાર સમગ્ર ભારતવર્ષની યાત્રા કર્યા પછી મોક્ષ મેળવવાના ઉદ્દેશથી પાંડવો અને દ્રોપદી હિમાલયના ખોળા(ગોદ)માં પહોંચી ગયા. ત્યાં તેમને મેરુ પર્વતની પાર સ્વર્ગનો રસ્તો મળ્યો.

આ યાત્રા દરમ્યાન એક એક કરીને બધા પાંડવ મૃત્યુ પામતા ગયા. અને એ બધામાં સૌથી પહેલા દ્રૌપદીનું મૃત્યુ થયું. તેમજ યુધિષ્ઠિર જ માત્ર એક એવા પાંડવ હતા, જેમને સ્વશરીર સ્વર્ગમાં પ્રવેશવાની અનુમતિ મળી. પણ અહીંયા સવાલ એ ઉઠે છે કે, ફક્ત યુધિષ્ઠિર જ કેમ સ્વર્ગ પહોંચી ગયા અને કેમ સૌથી પહેલા દ્રૌપદીનું મૃત્યુ થયું. આજે અમે તમને આ બધી જાણકારી આ લેખમાં જણાવીશું અને આને અમે મહાપ્રસ્થાનિત પર્વના માધ્યમથી પ્રસ્તુત કરી રહ્યા છે.

તો મિત્રો આ વાત તે સમયની છે, જયારે યદુવંશીઓનું સામ્રાજ્ય સમાપ્ત થઇ ગયું હતું. અને તેમના નાશની વાત સાંભળીને યુધિષ્ઠિર ખુબ દુઃખી થયા હતા. અને પછી મહાઋષિ વેદવ્યાસની આજ્ઞાથી પાંડવોએ દ્રૌપદી સહીત પોતાના રાજ-પાઠનો ત્યાગ કરીને સ્વર્ગલોક જવાનું નક્કી કર્યું.

યુધિષ્ઠિર યુધુતશોને બોલાવીને તેને સંપૂર્ણ રાજ્યનો દેખ-રેખનો ભાર સોંપી દીધો, અને પરીક્ષિતનો રાજ્ય અભિષેક કરી નાખ્યો. યુધિષ્ઠિર સુભદ્રાને જણાવ્યું આજથી પરીક્ષિત હસ્તીનાપુરનો અને પ્રદ્યુમ્ન જે શ્રીકૃષ્ણનો પુત્ર હતો તે ઈંદ્રપ્રસ્થનો રાજા છે, એટલે તમે આ બંને પર સમ્માન અને સ્નેહ રાખજો.

આ બધા કામ કર્યા પછી પાંડવો પોતાના મામા વાસુદેવ, શ્રીકૃષ્ણ અને બલરામ વગેરેને પ્રાર્થના કરીને ત્યાંથી વિદાઈ લે છે. ત્યારબાદ પાંડવો અને દ્રૌપદી સાધુઓ અને સાધ્વીનો વેશ ધારણ કરીને સ્વર્ગ જવા માટે નીકળ્યા. પાંડવોની સાથે સાથે એક કૂતરો પણ તેમની સાથે ચાલતો હતો. તે પણ અનેક તીર્થો, નદીઓ, સમુદ્રની યાત્રા કરતા કરતા પાંડવોની સાથે આગળ વધતો ગયો.

એ દરમ્યાન પાંડવો ચાલતા ચાલતા લાલ સાગર સુધી પહોંચી ગયા. સ્વર્ગની યાત્રા માટે નીકળતા સમયે અર્જુને લોભને કારણે પોતાનું ગાંડીવ ધનુષ અને અસ્ત્રશસ્ત્રનો ત્યાગ કર્યો ન હતો. તો લાલ સાગર પાસે તેઓ પહોચ્યા ત્યારે અગ્નિ દેવ આવ્યા, અને તેમણે અર્જુન જોડેથી ગાંધીવ ધનુષ અને અસ્ત્રસત્રનો ત્યાગ કરવાનું કહ્યું. અને અર્જુને એવું જ કર્યુ.

ત્યારબાદ પાંડવોએ પૃથ્વીની પરિક્રમા કરવાની ઈચ્છાથી ઉત્તર દિશા તરફ યાત્રા કરી. યાત્રા કરતા કરતા પાંડવ હિમાલય સુધી પહોંચી ગયા. હિમાલય પાર કરીને પાંડવ આગળ વધ્યા. પછી તેમને બાલનું સમુદ્ર દેખાય છે. ત્યાર બાદ તેમણે મેરુ પર્વતના દર્શન કર્યા. પાંચ પાંડવ, દ્રૌપદી અને તે કૂતરો આગળ વધી જ રહ્યા હતા, ત્યારે દ્રૌપદી અચાનક પડી ગયા. દ્રૌપદીને પડેલા જોઈને ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું કે, “દ્રૌપદીએ ક્યારેય કોઈ પાપ કર્યુ નથી. તો પછી શું કારણ છે, તે નીચે પડી ગઈ?”

આ પ્રશ્નનાના જવાબમાં યુધિષ્ઠિરે જણાવ્યું કે, “દ્રૌપદી આપણા બધામાં અર્જુનને વધારે પ્રેમ કરતી હતી, એટલા માટે તેમની સાથે આવું થયું.” આવું જણાવીને યુધિષ્ઠિર દ્રૌપદીને જોયા વગર જ આગળ વધી ગયા. દ્રોપદીના મૃત્યુના થોડા સમય પછી સહદેવ પણ પડી ગયા. ભીમે પાછો યુધિષ્ઠિરને સવાલ કર્યો “સહદેવના પડવાનું કારણ શું છે?”, યુધિષ્ઠિરે જણાવ્યું “સહદેવ કોઈને પોતાની જેમ વિદ્વાન સમજતો ન હતો, આ દોષના કારણે આજે પડવું પડયું.”

તેઓ પોતાની યાત્રામાં આગળ વધતા રહ્યા, અને થોડા સમય પછી નકુલ પણ પડી ગયા. ભીમના પૂછવા પર યુધિષ્ઠિરે જણાવ્યું “નકુલને પોતાના રૂપ પર ખુબ અભિમાન હતો એટલા માટે આજે એની સાથે આવું થયું.” થોડા સમય પછી અર્જુન પણ પડી ગયા, યુધિષ્ઠિરે ભીમને જણાવ્યું “અર્જુનને પોતાના પરાક્રમ પર અભિમાન હતું, અર્જુને જણાવ્યું હતું કે હું એક જ દિવસમાં શત્રુઓનો નાશ કરી નાખીશ. પરંતુ આવું કરી શક્યા નહીં, પોતાના અભિમાનના કારણે અર્જુનની આ હાલત થઇ છે.” આવું જણાવીને યુધિષ્ઠિર આગળ વધ્યા.

તો આગળ વધતા ગયા અને થોડા આગળ ચાલવા પર ભીમ પણ પડી ગયા. જયારે ભીમે યુધિષ્ઠિરને આનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું “તું ખાવાનું વધારે ખાતો હતો અને પોતાની શક્તિનું ખોટુ પ્રદર્શન કરતો હતો. એટલા માટે આજે ભૂમિ પર પડવું પડયું.” આ જણાવીને યુધિષ્ઠિર આગળ વધતા ગયા ફક્ત તે કૂતરો જ તેમની સાથે ચાલતો રહ્યો.

હવે જયારે યુધિષ્ઠિર આગળ ગયા તો તેમને સ્વર્ગમાં લઇ જવા માટે દેવરાજ ઇન્દ્ર પોતાના રથ પર આવ્યા. એ સમયે યુધિષ્ઠિરે ઇન્દ્રને જણાવ્યું કે, “મારા ભાઈઓ અને દ્રૌપદી રસ્તામાં જ પડી ગયેલા છે, તે પણ આપણી સાથે ચાલશે, તેમની વ્યવસ્થા કરો પ્રભુ.” ત્યારે ઇન્દ્રે જણાવ્યું “તે પહેલા જ સ્વર્ગ પહોંચી ચુક્યા છે. તે શરીર ત્યાગીને સ્વર્ગ પહોંચ્યા છે. અને તમે સ્વશરીર સ્વર્ગમાં જશો.”

ઇન્દ્રની વાત સાંભળીને યુધિષ્ઠિરે જણાવ્યું “આ કૂતરો મારો પરમભક્ત છે એટલા માટે આને પણ મારી સાથે સ્વર્ગ જવાની આજ્ઞા આપો.” પરંતુ ઇન્દ્રે આ કરવાની ના પાડી દીધી. ઘણા સમય સુધી સમજાવ્યા પછી પણ યુધિષ્ઠિર સ્વર્ગ જવા માટે નહીં માન્યા તો કુતરાના રૂપ માંથી યમરાજ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયા. યુધિષ્ઠિરને પોતાના ધર્મ પર સ્થિર જોઈને યમરાજ ખુબ પ્રસન્ન થયા. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર યુધિષ્ઠિરને પોતાના રથમાં બેસાડીને સ્વર્ગ લઇ ગયા.

અને સ્વર્ગમાં પહોંચીને યુધિષ્ઠિરે જોયું કે, ત્યાં દુર્યોધન એક દીર્ઘ સિહાંસન પર બેઠેલો હતો, અને બીજા કોઈ ત્યાં હતા નહિ. આ જોઈને યુધિષ્ઠિરે દેવતાઓને જણાવ્યું કે, “મારા ભાઈઓ અને દ્રૌપદી જે લોકમાં ગયા છે, હું પણ તે લોકમાં જવા માંગુ છું. મને તેનાથી વધારે ઉત્તમ લોભની કામના નથી.” ત્યારે દેવતાઓએ જણાવ્યું “જો તમારી આ જ ઈચ્છા છે. તો તમે આ દેવ દૂતની સાથે ચાલ્યા જાઓ, આ તમને તમારા ભાઈઓ પાસે પહોંચાડી દેશે.”

તો યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રોપદી પાસે જવા માટે તે દેવ દૂત સાથે ચાલ્યા ગયા. દેવ દૂત યુધિષ્ઠિરને એવા માર્ગ પર લઇ ગયો જે ખુબ ખરાબ હતો. તે માર્ગ પર ખુબ અંધારું હતું, ત્યાં ચારે બાજુથી દુર્ગંધ આવતી હતી, દરેક જગ્યાએ માત્ર શબ દેખાઈ રહ્યા હતા. લોંખડની ચાંચ વાળા કાગડા અને ગીધ ઉપર ઉડી રહ્યા હતા. ત્યાંની દુર્ગંધથી પરેશાન થઈને યુધિષ્ઠિરે દેવ દૂતને પૂછ્યું કે “આપણે આ માર્ગ પર કેટલા દૂર ચાલવાનું છે? અને મારા ભાઈ કયા છે?”

યુધિષ્ઠિરની વાત સાંભળીને દેવ દૂતે જણાવ્યું “દેવતાઓએ જણાવ્યું હતું કે જયારે તમે થાકી જાવ તો તમને પાછો લઇ આવું, જો તમે થાકી ગયા છો તો આપણે પાછા જઈએ”. યુધિષ્ઠિરે આવું જ કરવાનું નક્કી કર્યું.

જયારે યુધિષ્ઠિર પાછા આવવા લાગ્યા તો તેમને દુઃખી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. તે યુધિષ્ઠિરને થોડા સમય ત્યાં જ રોકાવવાનું કહી રહ્યા હતા. યુધિષ્ઠિરે જયારે તેમનો પરિચય પૂછ્યો તો તેમણે કર્ણ, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રૌપદીના રૂપમાં પોતાનો પરિચય આપ્યો. ત્યારે યુધિષ્ઠિરે તે દેવ દૂતને જણાવ્યું “તમે પાછા દેવતાઓ પાસે ચાલ્યા જાવ, મારા અહીંયા રહેવાથી મારા ભાઈઓને સુખ મળે છે તો હું આ દુર્ગમ સ્થાન પર જ રહીશ.”

અને આ વાતના સમાચાર એ દેવદૂતે દેવરાજ ઇન્દ્રને આપ્યા. યુધિષ્ઠિરને ત્યાં રોકાયાને થોડો જ સમય થયો હતો કે ત્યાં બધા દેવતાઓ પણ આવી ગયા. દેવતાઓના આવતા જ ત્યાં સુગંધિત હવા આવવા લાગી, માર્ગ પર પ્રકાશ આવી ગયો.

અને પછી દેવરાજ ઇન્દ્રએ યુધિષ્ઠિરને જણાવ્યું કે, “તમે અશ્વત્થામાને મારવાની વાત કહીને છેતરપિંડીથી આચાર્યને તેમના પુત્રના મૃત્યુનો વિશ્વાસ આપ્યો હતો. તેવી જ રીતે તમને પણ થોડા સમય નર્કના દર્શન કરવા પડયા. હવે તમે અમારી સાથે સ્વર્ગ આવો. ત્યાં તમારા ભાઈ અને અન્ય વીર પહેલા જ પહોંચી ગયા છે.” આ પ્રકારે યુધિષ્ઠિરે સ્વર્ગમાં પોતાના ભાઈ અને અન્ય સંબંધીને જોઈને ખુબ પ્રસન્ન થઇ ગયા.