ક્યાં ગ્રહની સાથે મળીને આપણા જીવન પર શું કેવો પ્રભાવ નાખે છે રાહુ, જાણો

0
252

આ બધા ગ્રહોની સાથે મળીને રાહુ આપણા જીવન લાવે છે શુભ-અશુભ પ્રભાવ. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુનો ખરાબ અને અશુભ ગ્રહ માનવામાં આવ્યો છે. કુંડળીમાં રાહુ અશુભ ભાવમાં હોવાથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીમારીઓ અને અસફળતાઓ પાછળ લાગી જાય છે. રાહુ અને કેતુનો સંયોગ કાલસર્પ યોગનું નિર્માણ કરે છે. આવો જાણીએ રાહુ અને અન્ય ગ્રહોની સાથે જયારે જયારે યુતિ બનાવે છે ત્યારે તેનો શું પ્રભાવ આપણા જીવન પર પડે છે.

જ્યારે-જયારે રાહુ અને બુધની યુતિ થાય છે ત્યારે વ્યક્તિને માથા સંબંધિત બીમારીઓ થવા લાગે છે.

જ્યારે રાહુ અને ચંદ્રમા યુતિ બનાવે છે તો તે યોગના કારણે વ્યક્તિને માનસિક સમસ્યાઓ આવવા લાગે છે.

રાહુ અને ગુરુનો યોગ શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ રહે છે. જયારે પણ રાહુ અને ગુરુની યુતિ બને છે ત્યારે એવા વ્યક્તિની ઉંમર લાંબી થાય છે, પરંતુ સમય સમય પર જીવનમાં નાની-નાની સમસ્યા બની રહે છે.

જયારે-જયારે રાહુ અને મંગળની યુતિ થાય છે ત્યારે અંગારક યોગનું નિર્માણ થાય છે. આ યોગનું નિર્માણથી પ્રભાવિત લોકોને લોહી સંબંધી સમસ્યાઓ વધી જાય છે. આ યોગ ભાઈ માટે અશુભ રહે છે.

જયારે રાહુ અને શનિનો યોગ બને છે ત્યારે વ્યક્તિ ખુબ જ રહસ્યમયી થઇ જાય છે. જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને શનિનો યુતિ બની જાય છે ત્યારે તે વ્યક્તિ ખોટી રીતે પૈસા કમાવવાનું શરુ કરી દે છે.

જયારે પણ રાહુ અને શુક્ર ગ્રહનું મિલન થાય છે ત્યારે શુક્રનો શુભ પ્રભાવ રાહુના કારણે સમાપ્ત થઇ જાય છે. શુક્ર ગ્રહની સાથે યુતિ થવા પર વ્યક્તિ ખોટી સંગતિનો શિકાર બની જાય છે.

જયારે કુંડળીમાં રાહુ અને સૂર્યનો યોગ બને છે, ત્યારે આ યોગના પ્રભાવ નકારાત્મક રહે છે. સૂર્ય અને રાહુના યુતિથી પિતા અને પુત્રમાં વિવાદ થવા લાગે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.