કુતરાના ઈલાજ માટે માંગી મદદ, તો ખાતામાંથી કપાઈ ગયા 50 હજાર રૂપિયા

0
395

આજકાલનો જમાનો ઓનલાઈનનો છે. દરેક વસ્તુ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પછી ભલે તે કપડાં હોય, બુટ હોય કે પછી કોઈની મદદ. પણ કયારેક કયારેક બજારમાં લોકોને એટલો જબરજસ્ત ચૂનો લાગે છે કે, વાત આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાય જાય છે. આ કડીમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેણે દરેકના હોશ ઉડાવી દીધા છે.

ઓનલાઈન છેતરપિંડીને લઈને તમે ઘણા એવા મામલા વિષે સાંભળ્યું હશે જેને સાંભળીને તમે દંગ રહી જશો. હવે અમે જે જણાવવા જઈ રહ્યા છીએ, તે મામલો કોઈ વસ્તુની ઓનલાઈન ઠગાઈનો નથી. પણ એક છોકરા અને નાનકડા કુતરા સાથે જોડાયેલો છે. રાજસ્થાનના જોધપુર શહેરના મંડોર પોલીસ સ્ટેશનમાં એક એવો મામલો દાખલ થયો, જેને સાંભળીને તમે ક્યારેય પણ ઈન્ટરનેટ પર મદદ માંગવાનું ભૂલી જશો. હકીકતમાં થયું એવું કે, એક છોકરાએ ફરિયાદ દાખલ કરાવી કે, એની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે.

ફરિયાદ અનુસાર તે છોકરો યુપીના કાનપુરમાં રહે છે. 27 ડિસેમ્બરે તે પોતાના ભાઈને મળવા જોધપુર આવ્યો હતો. તેણે રસ્તા પર જોયું કે એક કૂતરાનું ગલુડિયું ખરાબ રીતે ઘાયલ થયેલું પડેલું છે. એની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે, કદાચ એને ગાડીએ ટક્કર મારી હશે. તેના બે પગમાં ઇજા થઈ હતી.

કૂતરાની મદદ કરવા માટે છોકરાએ તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ પર એક હેલ્પલાઈન નંબર શોધ્યો. તેણે એના પર ફોન કર્યો અને કૂતરાની હાલત વિષે જણાવ્યું. સામે વાળા વ્યક્તિએ કહ્યું કે, એને એક લિંક મોકલવામાં આવશે, જેના પર ક્લિક કરવાનું રહેશે, અને એના એકાઉન્ટમાંથી ચાર્જના રૂપમાં 10 રૂપિયા કાપવામાં આવશે.

છોકરાએ જેવું જ એના પર ક્લિક કર્યું અને એના એકાઉન્ટમાંથી ત્રણ વારમાં 50 હજાર રૂપિયા કપાઈ ગયા. છોકરાએ આ મામલાની ફરિયાદ પોલીસને કરી. એ પછી તેમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને તપાસનું સ્ટેટસ જાણવા પ્રયત્ન કર્યો તો, ખબર પડી કે આ મામલામાં અત્યાર સુધી કોઈ આરોપી પકડાયો નથી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.