કુટિર ઉદ્યોગ શરુ કરવા માટે ત્રણ રીતે મદદ કરે છે સરકાર, તમે પણ લઇ શકો છો લાભ.

0
1237

જો તમે તમારો ધંધો કરવા વિષે વિચારી રહ્યા છો, તો તમે સરકારની મદદ પણ લઇ શકો છો. કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ત્રણ પ્રકારે કોઈપણ વ્યક્તિને ધંધો કરવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારની સ્કીમો રહેલી છે. ઘણી સ્કીમોમાં સરકાર આર્થિક મદદ સાથે સબસીડી પણ આપે છે. તેનાથી ધંધો કરવા વાળાને સરળતા રહે છે.

કુટીર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્કીમો

કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તરફથી પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવા માટે ૨૦૦૬માં નિધિ સ્કીમ સ્ફૂર્તિની શરુઆત કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ કોઈ પણ ધંધાદારીને ઉત્પાદનના સાધનો બદલવા, સામાન્ય સુવિધા કેન્દ્રોની સ્થાપના કરવા, ઉત્પાદનમાં વિકાસ કરવા, ગુણવત્તામાં સુધારો લાવવા, વેપાર માટે તાલીમ અને ક્ષમતા ઉભી કરવા વગેરે માટે સહાયતા પૂરી પાડવામાં આવે છે. જો તમે પણ તમારા ધંધાને વધારવા માગો છો, તો આ સ્કીમ હેઠળ મંત્રાલય દ્વારા સહાયતા મેળવી શકો છો.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સંચાલિત સ્કીમો

કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય મુજબ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નવા કુટીર ઉદ્યોગોની સ્થાપના કરવા અને રોજગારીની તકો પૂરી પાડવાના ઉદેશ્યથી પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (પીએમઈજીપી) રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ (કેવીઆઈબી) અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી ઘણા પ્રકારની સ્કીમો ચાલે છે.

આ સ્કીમોમાં સામાન્ય અને અનામત વર્ગોના લાભાર્થીઓને ૧૫ ટકાથી લઈને ૩૫ ટકા સુધીની માર્જીન મનીની સબસીડી આપવામાં આવે છે. આ સ્કીમો હેઠળ કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ૨૫ લાખ રૂપિયા સુધી અને સેવા ક્ષેત્રમાં ૧૦ લાખ રૂપિયા સુધી ધંધો કરવા વાળાને મદદ આપવામાં આવે છે.

કોયર બોર્ડ તરફથી સંચાલિત યોજનાઓ :-

કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને આધીન કોયર બોર્ડનું સંચાલન કરવામાં આવે છે. આ બોર્ડ નારીયેલના રેસામાંથી બનતા ઉત્પાદનોના વિકાસમાં કાર્ય કરે છે. જો તમે પણ નારીયેલના રેસામાંથી બનતા ઉત્પાદનો સંબંધી કોઈ ધંધો કરવા માગો છો, તો બોર્ડની મદદ લઇ શકો છો. આ બોર્ડ પોતાના લાભાર્થીઓને ઉત્પાદન, મશીનરી, માર્કેટિંગ વગેરેમાં મદદ કરે છે. કોયર બોર્ડ તરફથી મહિલાઓના વિકાસ માટે વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.