ભૂલથી પણ પરણિત પુરુષોએ કયારેય પણ કુંવારી છોકરીઓ સાથે ન બાંધવો જોઈએ સબંધ, મળે છે આટલી ગંભીર સજા.

0
1899

મિત્રો આપણે બધા એ વાત સારી રીતે જાણીએ છીએ કે, હિંદુ ધર્મમાં પતિ અને પત્નીનો સંબંધ સૌથી પવિત્ર અને મહત્વનો ગણવામાં આવે છે. લગ્નના સમયે દરેક પતિ પત્નીને સંબંધને હંમેશ માટે ટકાવી રાખવા માટે ઘણા વચનો પણ અપાવવામાં આવે છે.

લગ્નના સમયે પતિ પત્ની એકબીજાને આખું જીવન એક બીજાના બનીને સાથે રહેવાના વચન પણ આપે છે. અને લગ્ન પછી દરેક પત્ની એ આશા રાખે છે કે, તેનો પતિ જીવનભર તેનો સાથ આપશે, તે એને જીવનમાં ક્યારેય પણ દગો નહી આપે. પણ અત્યારના જમાનામાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે, જેમાં પુરુષો કામવાસનામાં ફસાઈને પત્નીને ભૂલી જાય છે.

પતિઓ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે પણ સંબંધ બાંધી લે છે. અને આવું કામ કરીને તે પોતાની પત્ની સાથે સૌથી મોટો અન્યાય કરે છે. તે એવું નથી સમજતા કે એમની પત્ની પોતાનું સર્વસ્વ છોડીને એમની સાથે જીવન પસાર કરવા માટે આવી છે. અને તે એવી આશા રાખે છે કે, મારો પતિ ક્યારેય પણ મને દગો નહી આપે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ ખરાબ કામનું પરિણામ પણ ખરાબ જ આવે છે. પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો પણ એક ઘણું ખરાબ કામ છે. અને આ કામ કર્યા પછી વ્યક્તિએ જીવનમાં ગંભીર પરિણામ ભોગવવા પડે છે. મિત્રો આજે અમે તમને જણાવીશું કે, પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાના કેવા પરિણામ મળે છે. એ જાણીને તમારો આત્મા કંપી ઉઠશે.

ધાર્મિક શાસ્ત્રો અનુસાર પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો એ સૌથી મોટું પાપ છે. અને તે પાપ કર્યા પછી વ્યક્તિને નર્કમાં જગ્યા મળે છે. તેમજ એવો વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારે પણ સુખી નથી રહી શકતો. અને એ વ્યક્તિના જીવનમાં કાંઈ ને કાંઈ મુશ્કેલી આવતી જ રહે છે.

અને ઋષિ મુનીઓ જણાવે છે કે, દરેક વ્યક્તિએ પોતાની કામવાસના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. અને જે વ્યક્તિ આમ નથી કરતો અને બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે, તેણે નર્કમાં જવું પડે છે. તેમજ તે જીવતો હોય ત્યારે પણ નર્ક જેવી યાતનાઓનો શિકાર થાય છે.

એવું નથી કે આ નિયમ પુરુષોને જ લાગુ પડે છે. જણાવી દઈએ કે, પુરુષો ઉપરાંત જે સ્ત્રીઓ પણ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંબંધ રાખે છે, તેને પણ નર્કમાં ગરમ લોઢા ઉપર ચલાવવામાં આવે છે. અને બીજા જન્મમાં તે સ્ત્રીઓને ગરોળી, ચામાચીડિયા અને બે મોઢાવાળા સાંપના રૂપમાં જન્મ આપવામાં આવે છે.

પુરાણો મુજબ એવું જણાવવામાં આવે છે કે, પોતાના જ કુળની સ્ત્રી સાથે સંબંધ બાંધનારા લોકો આગળના જન્મમાં લક્કડખોદના રૂપમાં જન્મ લે છે. અને પુરાણો મુજબ ઓછી ઉંમર કે કુંવારી છોકરી સાથે સંબંધ રાખનારા પુરુષોએ આગળના જન્મમાં અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે. તેમજ જે વ્યક્તિ મહિલાઓને કામવાસનાની જાળમાં ફસાવે છે અને તેને ભોળવે છે, તેણે આગલા જન્મમાં કાચિંડો બનીને જન્મ લેવો પડે છે.

એવું કહેવામાં આવે છે કે, લગ્ન પછી પત્નીને દગો આપીને પરસ્ત્રી સાથે સંબંધ રાખનારા વ્યક્તિને આંખો ફોડીને અગ્નિકુંડમાં નાખી દેવામાં આવે છે. મિત્રો આમારા આર્ટીકલ વિષે તમારુ કિંમતી સૂચન કોમેન્ટ બોક્સમાં જરૂર આપો અને પોસ્ટ લાઈક અને શેર કરો.