કુંડળીમાં રાહુ બનાવે છે આ શુભ-અશુભ યોગ, જાણો તમારી કુંડળીમાં કેવા યોગ છે શુભ કે પછી અશુભ.

0
125

રાહુ ગ્રહથી બનવાવાળા કુંડળીના આ યોગ સફળતા અને નિષ્ફ્ળતાનું કારણ હોય છે, જાણો વિસ્તારથી. રાહુ અને કેતુ, હંમેશા આ બંને ગ્રહોનું નામ સાંભળીને લોકો ડરી જાય છે. લોકોના મનમાં એવી ધારણા બની ગઈ છે કે, રાહુ કેતુ માણસના જીવનમાં નકારાત્મક અસર નાખે છે. આમ તો વાસ્તવમાં એવું નથી હોતું. હંમેશા કહેવામાં આવે છે કે, રાહુ જો કુંડળીના જે ગૃહમાં સ્થિત હોય છે કે જે ગ્રહ સાથે રહેલો હોય છે, તેને ખરાબ અસર કરી નાખે છે. આમ તો અમે તમને જણાવી આપીએ કે એવું નથી.

રાહુ હંમેશા વક્રી સ્થિતિમાં રહે છે અને જો કોઈ માણસની કુંડળીમાં આ શુભ સ્થિતિમાં છે કે યોગકારક છે, તો તેવા માણસ પોતાના જીવનમાં દરેક ઉંચાઈ પ્રાપ્ત કરે છે અને કોઈ પણ મુશ્કેલી પાર પાડવામાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત એવા વ્યક્તિઓના જીવનની તમામ અડચણોને દુર કરવા માટે રાહુ મહત્વની ભૂમિકા પણ ભજવે છે. તો આવો હવે જાણીએ રાહુ ગ્રહ માંથી બનતા કુંડળીના એવા યોગ જે માણસની સફળતાના કારક હોય છે.

પહેલો યોગ : અષ્ટ લક્ષ્મી યોગ : જયારે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ છઠ્ઠા ગૃહમાં અને ગુરુ દશમાં ગૃહમાં હોય તો તેવા માણસની કુંડળીમાં અષ્ટલક્ષ્મી યોગ ઉભા થાય છે. આવી સ્થિતિમાં રાહુ વ્યક્તિના ગુરુ સમાન ફળ આપવા લાગે છે. તેનાથી તે વ્યક્તિના જીવનમાં યશ અને સન્માન પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત એવા વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધનનો અભાવ નથી રહેતો.

બીજો શુભ યોગ : પરિભાષા યોગ : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ લગ્નમાં કે ત્રીજા, છઠ્ઠા ગૃહ, કે અગ્યારમાં ગૃહમાં છે, તો એવા વ્યક્તિની કુંડળીમાં પરિભાષા યોગ હોય છે. એવા વ્યક્તિએ પણ રાહુની નકારાત્મક અસરનો સામનો નહિ કરવો પડે. પરંતુ તેને જીવનભર આર્થિક લાભ મળે છે. તે ઉપરાંત એવા વ્યક્તિઓના કામ પણ ઘણા સરળ રીતે પુરા થઇ જાય છે.

ત્રીજો અને સૌથી શુભ યોગ : લગ્ન કારક યોગ : રાહુ દ્વારા ઉભા થતા ઘણા શુભ યોગો માંથી સૌથી શુભ યોગ છે. લગ્ન કારક યોગ. આ યોગ મેષ રાશી, વૃષભ રાશી અને કર્ક રાશીની કુંડળીઓમાં ત્યારે બને છે, જયારે રાહુ બીજા ગૃહ, નવમાં ગૃહ, અને દસમાં ગૃહમાં નથી હોતો. એવા લોકો ઉપર પણ જીવનભર રાહુની કૃપા જળવાઈ રહે છે. જેની અસરથી જીવનમાં તે મોટામાં મોટી સમસ્યા માંથી પણ બહાર આવે છે. સાથે જ એવા લોકોની આર્થિક સ્થિતિ જીવનભર સારી રહે છે અને તેમનું જીવન ઘણું આનંદમય પસાર થાય છે. તે ઉપરાંત ત્રણ એવા પણ યોગ છે, જે રાહુની હાજરીથી બને છે. આમ તો આ લોકોને શુભ નથી કહી શકાતા.

પહેલી યોગ કપટ યોગ : જયારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને શની અગિયાર અને છઠ્ઠા ગૃહમાં હોય છે, તો એવા વ્યક્તિઓની કુંડળીમાં કપટ યોગ બને છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે તે તેના સ્વાર્થ માટે કોઈ પણને દગો આપી શકે છે. તેથી એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી કરી શકાતો.

બીજો યોગ, પિશાચ યોગ : રાહુ દ્વારા નિર્મિત કુંડળીનો યોગ જે વ્યક્તિની જન્મ કુંડળીમાં હોય છે તે વ્યક્તિ ઘણી જ સરળતાથી પ્રેત બાધાનો ભોગ બની જાય છે. સાથે જ એવા વ્યક્તિઓની માનસિક સ્થિતિ પણ હંમેશા નબળી રહે છે.

ત્રીજો યોગ, ચાંડાલ યોગ : વ્યક્તિની કુંડળીમાં ગુરુ અને રાહુ ગ્રહની યુતિથી ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં ચાંડાલ યોગ હોય છે, તેને રાહુની ખરાબ અસર સહન કરવી પડે છે. સાથે જ એવા લોકોએ જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે સાથે જ એવા લોકો ખોટા કામોમાં જોડાયેલા રહે છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.