કુમાર સાનુને લઈને બોલ્યો દીકરો જાન કુમાર – ‘નામ સિવાય કાંઈ જ આપ્યું નથી’, તો પિતાએ આપ્યો આવો જવાબ.

0
300

મારા પિતાએ ‘નામ સિવાય કાંઈ જ આપ્યું નથી’, જાણો દીકરા જાનના આરોપો પર કુમાર સાનુએ શું જવાબ આપ્યો?ટીવીના ફેમસ શો ‘બીગ બોસ-14’ માં આ વખતે આમ તો ઘણા સ્પર્ધક આવ્યા, પરંતુ જાણીતા ગાયક કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુ ઘણો ચર્ચામાં રહ્યો. આમ તો તેણે શો માં ઘણી સારી રમત દેખાડી, પરંતુ ગયા અઠવાડિયે તે ‘બીગ બોસ’ ના ઘરમાંથી છૂટો થઇ ગયો છે. આ દરમિયાન તેણે તેના પિતા કુમાર સાનુને લઈને ખુલીને વાત કરી છે.

હકીકતમાં ‘પિંકવિલા’ ને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જાન કુમાર સાનુએ તેના પિતા કુમાર સાનુને લઈને ખુલીને વાત કરી છે. તેની ઉપર તેણે કહ્યું કે, ‘તે મારા માટે સૌભાગ્યની વાત છે કે હું તેમનો દીકરો છું, પરંતુ તેમણે સરનેમ સિવાય મને કાંઈ જ નથી આપ્યું. લોકોને લાગે છે કે હું તેમનો દીકરો છું અને તે ઘણા મોટા સિંગર છે, એટલે દરેક લોકો મને કામ આપવા માંગે છે. પરંતુ તે સત્ય નથી. હું હાલમાં જે પણ છું તે મારી માતાના કારણે જ છું, અને મારા પિતાએ મને જરાપણ સાથ નથી આપ્યો.’ તેમજ તેમણે એ પણ કહ્યું કે ‘હું ભાઈ-ભત્રીજાવાદ (નેપોટીઝમ) ની પ્રોડક્ટ નથી, કેમ કે મને પિતાએ ક્યારેય સહકાર નથી આપ્યો.’

તેણે પોતાની માતા વિષે વાત કરતા કહ્યું કે, ‘અમે ત્રણ ભાઈ છીએ અને મારી માં રીતા ભટ્ટાચાર્યએ અમને એકલાજ ઉછેર્યા છે. મારા પિતા ક્યારે પણ મારા જીવનનો ભાગ નથી બન્યા. મને નથી ખબર કે તેમણે એક સિંગર તરીકે મને ક્યારેય સાથ આપ્યો હોય, આ વાત તમે તેમને પૂછી શકો છો. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે, જેમણે છૂટાછેડા લઈને ફરી વખત લગ્ન કરી લીધા છે. તેઓ પોતાની પૂર્વ પત્ની સાથે વાત નથી કરી શકતા, પરંતુ તેઓ તેમની પહેલી પત્નીના બાળકોને સાથ આપવાથી દુર ભાગતા નથી. તેમણે હંમેશા તેમના બાળકોની જવાબદારી લીધી છે. પરંતુ મારી બાબતમાં મારા પિતા કુમાર સાનુએ અમારી સાથે સંબંધ રાખવાની ના કહી દીધી.’

જાન કુમાર સાનુએ અત્યાર સુધી જે પણ પ્રાપ્ત કર્યું છે, તેના માટે પોતાની માતાને શ્રેય આપતા તેણે કહ્યું કે, ‘મને મારા પિતા તરફથી ક્યારેય પણ સમર્થન પ્રાપ્ત નથી થયું. મારે અહિયાંથી ઘણું પ્રાપ્ત કરવાનું છે, પરંતુ મેં અત્યાર સુધી જે પણ પ્રાપ્ત કર્યું છે, તે બધું મારી માતાને કારણે છે. મારા પિતાએ આજ સુધી મને સમર્થન નથી આપ્યું અને હું આ બધું સ્પષ્ટ કરવા માંગતો હતો. પિતાનું નામ મારી સાથે હોવું મારા માટે ઘણી મોટી વાત છે. હું ભાગ્યશાળી છું કે હું મને તેમનો દીકરો કહી શકું છું. પરંતુ નામ સિવાય તેમણે અમને કશું નથી આપ્યું.’

જાનના આરોપો ઉપર કુમાર સાનુનો જવાબ : જ્યાં એક તરફ જાન કુમાર સાનુએ તેના પિતા કુમાર સાનુ ઉપર ઘણા આરોપ લગાવ્યા છે, તો કુમાર સાનુએ તે બધા આરોપોનો જવાબ આપતા ‘બોલીવુડ લાઈફ’ સાથે વાતચીત કરી. જેની ઉપર તેમણે જણાવ્યું કે ‘મહારાષ્ટ્રીયનનું સન્માન કરવું ઘણું જરૂરી છે. બીગ બોસના ઘરની અંદર તે વસ્તુ શીખવવી જરૂરી પણ હતી. મેં તેના વિષે મારી વાત રજુ કરી, નહિ કે તેના ઉછેર ઉપર કોઈ કમેન્ટ કરી. હું તો કહીશ કે તેનો ઉછેર ઘણો સારો થયો છે. સાનુએ જાન કુમાર સાનુના આ આરોપનો પણ જવાબ આપ્યો, જેમાં જાનને કહ્યું કે, તેના પિતા ક્યારેય ત્રણે બાળકો પ્રત્યે સપોર્ટીવ નથી રહ્યા.

તેના ઉપર જવાબ આપતા કુમાર સાનુએ કહ્યું, મને એ સાંભળીને ઘણું ખોટું લાગ્યું છે. કદાચ તે ઘણો નાનો હશે, કે તેને તે ખબર નહિ હોય, મેં મારી પત્ની (જાન કુમાર સાનુની માતા) ને વર્ષ 2001 માં છૂટાછેડા આપ્યા હતા. મેં તે બધું જ આપ્યું જે તેની મમ્મી ઇચ્છતી હતી. તેણે કોર્ટ દ્વારા જે પણ મારી પાસે માંગણી કરી હતી, ત્યાં સુધી કે ‘આશિકી બંગલા’ સુદ્ધાં મેં તેને આપી દીધો હતો. એટલું જ નહિ કુમાર સાનુએ ત્યાં સુધી કહ્યું કે, તેણે જાનને બોલીવુડના ફેમસ ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ, રમેશ તોરાની અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા લોકોની મુલાકાત કરાવવામાં મદદ કરી છે.

બે લગ્ન કર્યા છે કુમાર સાનુએ : બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ફેમસ ગાયક કુમાર સાનુએ 80 ના દશકમાં રીતા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ વધુ સમય ન ચાલી શક્યો હતો અને કુમાર સાનુએ તેની પહેલી પત્ની રીતા એટલે જાન કુમાર સાનુની માં ને છૂટાછેડા આપી દીધા હતા. જાન ઉપરાંત સાનુ અને રીતાને બે બીજા દીકરા છે, જે જાનથી મોટા છે.

જાનના સૌથી મોટા ભાઈનું નામ જેસી ભટ્ટાચાર્ય છે, જે ધંધાથી શિક્ષક છે અને તેના બીજા ભાઈનું નામ છે જીક્કો ભટ્ટાચાર્ય, જે ધંધાથી એક ગ્રાફિક ડિઝાઈનર છે. જાનના જન્મ પછી જાનને તેના પિતાનો પ્રેમ ન મળી શક્યો.
તેની પહેલી પત્ની રીતા સાથે લગ્ન થયા પછી કુમાર સાનુએ વર્ષ 1994 માં સલોની ભટ્ટાચાર્ય સાથે બીજા લગ્ન કર્યા હતા. વર્ષ 2001 માં તેમણે દીકરી શૈનોનને દત્તક લીધી હતી. શૈનોન અમેરિકન સિંગર છે. તે ઉપરાંત તેને એક બીજી દીકરી છે, જેનું નામ અન્ના છે.

હાલમાં જાન કુમાર સાનુની વાતોથી એટલું તો સ્પષ્ટ થઇ રહ્યું છે કે, તેનું તેના પિતા સાથે જરાપણ બનતું નથી અને તે તેની માતાની ઘણો નજીક છે. તો તમારો આ વાત ઉપર શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.