કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

0
1770

કોવિડ-19ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય આપદા ઘોષિત કર્યાને 6 માસ પૂર્ણ થયા

કોવિડ -19 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક આરોગ્ય આપત્તિ જાહેર કરવામાં આવ્યાને આજે છ મહિના પુરા થઇ ગયા છે. આ સમય દરમિયાન વિશ્વમાં તેના કેસ 1 કરોડ 71 લાખને પાર કરી ગયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા જીવલેણ કોરોના વાયરસ (COVID-19) નું વૈશ્વિક આરોગ્ય સંકટ જાહેર કરવાના આજે છ મહિના પુરા થઇ ગયા છે. યુએન આરોગ્ય એજન્સી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ એડેહેનોમ ધેબરેયેસસે 30 જાન્યુઆરીના રોજ કોવિડ -19 વૈશ્વિક આરોગ્ય સંકટ જાહેર કર્યું હતું. તે સમયે ચીનની બહાર તેના 100 થી પણ ઓછા કેસ નોંધાયા હતા અને તે સમય સુધી તેના કારણે કોઈએ જીવ ગુમાવ્યો ન હતો.

ડબ્લ્યુએચઓ અનુસાર આ છઠ્ઠી વખત છે, જયારે આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમનકારો દ્વારા કોઈ રોગને વૈશ્વિક આરોગ્ય સંકટ જાહેર કરવામાં આવ્યો છે. સંગઠનના વડાએ કહ્યું છે કે રોગચાળો ફેલાવો હજી પણ ઘણી ઝડપથી થઈ રહ્યો છે. તેમના મતે ગયા છેલ્લા છ અઠવાડિયાની અંદર જ કુલ કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વૈશ્વિક કોવિડ -19 રોગચાળાને રોકવા માટે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે, જેથી લોકોના જીવ બચાવી શકાય.

ડબ્લ્યુએચઓએ ગુરુવારે છ મહિના પૂરા થયા તે પ્રસંગે તેની વર્તમાન પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કમિટીની બેઠક પણ બોલાવી છે. WHO કહે છે કે કોવિડ -19 વિશ્વની સામે આવનારી અત્યાર સુધીનું સૌથી ગંભીર આરોગ્ય સંકટ છે. છ મહિના પછી પણ ઘણા દેશોમાં તે ઝડપથી ફેલાઈ રહ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તેની ઝપટમાં આખા વિશ્વમાં 17,113,606 લોકો આવી ગયા છે, જ્યારે આ રોગચાળાને કારણે 667,579 લોકોનાં મૃત્યુ થઇ ગયા છે.

ડબ્લ્યુએચઓ વડાના કહેવા મુજબ કોવિડ -19 ને કારણે વિશ્વ પહેલા કરતા ઘણે અંશે બદલાઈ ગયું છે પરંતુ રોગનો સામનો કરવાની મૂળભૂત રચના તે જૂની જ છે. તેમાં હજી સુધી કોઈ ફેરફાર આવ્યો નથી. આ સિવાય ચેપ અટકાવવા અને જીવ બચાવવાનાં પાયાના ઉપાય પણ બદલાયા નથી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોવિડ -19 ઉપર કાબુ મેળવવા માટે કોઈ પણ ઉપાય પૂરતા નથી. તેથી લોકોએ પણ તેમની જવાબદારી નિભાવીને આ રોગ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. તેમણે વિશ્વના તમામ લોકોને અપીલ કરી છે કે તે એકબીજા વચ્ચે અંતર જાળવી રાખે, તે ઉપરાંત થોડા થોડા સમયે હાથ ધોવા, ભીડ વાળી જગ્યાઓ ઉપર ન જાય અને ઘરની બહાર નીકળતી વખતે મોઢું ઢાંકવા જેવી કેટલીક બાબતોની વિશેષ કાળજી લે.

બે દિવસ પહેલા આપવવામાં આવેલા એક સમાચારમાં યુએન એજન્સીના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ધેબરેયેસસે કંબોડિયા, ન્યુઝીલેન્ડ, રવાંડા, થાઇલેન્ડ, વિયેટનામ સહિતના પ્રશાંત અને કેરેબિયન દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ દેશોએ ચેપને પહોંચી વળવા માટે પગલાં લીધાં છે તેના કારણે તે તેનો ફેલાવો અટકાવી શક્યા. તેમણે કોરોના વાયરસના વ્યાપક ટ્રાન્સમિશનને રોકવા માટે કેનેડા, ચીન, જર્મની અને કોરિયાની પણ પ્રશંસા કરી છે.

યુએન એજન્સીના કટોકટીના વડા ડો. રાયન કહે છે કે આ રોગચાળા વિશે બધાએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. લગભગ આખું વિશ્વ મહિનાઓનાં લોકડાઉન માંથી પસાર થયું છે તેથી તે ફરી વખત તે યુગમાં પાછા જવા માંગતા નથી. આખા વિશ્વ ઉપર કોવિડ -19 ને કારણે આર્થિક સંકટ આવી ગયું છે. તેમણે કહ્યું કે જો તેના ચેપ ફેલાવાની ગતિશીલતા સમજી લેવામાં આવે તો તે તેનો સામનો કરવામાં પણ સફળતા મળી શકે છે.

એક દિવસ અગાઉ પણ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા ડો. માર્ગારેટ હેરિસે તેની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એ વાતનો ભય વ્યક્ત કર્યો હતો કે બદલાતી ઋતુથી આ વાયરસના ચેપ અને તેના ફેલાવા ઉપર કોઈ અસર પડશે નહીં.

તેમણે કહ્યું કે વિશ્વમાં લોકોની ધારણા છે કે ઋતુ બદલાવાની સાથે સાથે તેમાં પણ ફેરફાર આવશે, પરંતુ એ ખોટું છે. તેમના કહેવા મુજબ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, ત્યાં ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે લોકો આ પ્રકારના સ્થળો ઉપર બચાવના પગલાંનું પાલન ન કરીને બેદરકારી દાખવી રહ્યા છે. આને કારણે પણ ઘણા દેશોમાં કેસ સતત વધી રહ્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.