મહારાષ્ટ્રની બેસ્ટ અને હેલ્ધી રેસિપી કોથમીર વડી, જાણી લો એની રેસિપી અને ઘરે જ બનાવો ટેસ્ટી વાનગી..

0
3869

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો અમે તમારા માટે અવાર નવાર અલગ અલગ વાનગીઓની રેસીપી લઈને આવતા રહીએ છે. જેથી તમે તમારા સમય અનુસાર નવી નવી વાનગીઓ બનાવીને આખા પરિવાર સાથે એનો આનંદ માણી શકો.

આને આ શ્રેણીમાં આજે અમે એક નવી વાનગીની રેસીપી ઉમેરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે આ વાનગી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે. અને આ હેલ્ધી પણ છે. તો મિત્રો આજે અમે તમારા માટે કોથમીર વડી બનાવવાની રેસીપી લઈને આવ્યા છે. આને બનાવવી પણ સરળ છે અને એનો સ્વાદ પણ ઘણો મસ્ત હોય છે. તો આવો તમને જણાવીએ કે, કઈ રીતે તમે કોથમીર વડી ઘરે જ બનાવી શકો છો.

નોંધી લો કોથમીર વડીની રેસીપી :

જરૂરી સામગ્રી :

1 તાજા નાળીયેરની છીણ,

200 ગ્રામ ઝીણી સમારેલી કોથમીર,

2 વાડકી બેસન,

2 વાડકી પાણી,

2 વાડકી છાશ,

2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ,

1/3 ચમચી આદુની પેસ્ટ,

1/4 ચમચી હીંગ,

1/2 ચમચી રાઈ,

1/4 ચમચી હળદર,

3 ચમચી તેલ,

મીઠું સ્વાદ અનુસાર.

કોથમીર વડી બનાવવાની રીત :

કોથમીર વડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઉપર જણાવેલી માત્રામાં છાશ, પાણી, બેસન, આદું, મરચાં, મીઠું, હળદર નાખીને મિક્સ કરી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકી એમાં રાઈ અને હીંગનો વધાર કરો.

ત્યારબાદ તેમાં નાળીયેરની છીણ નાખી એને 2 મિનીટ માટે સાંતળો. ત્યારબાદ એમાં કોથમીર ઉમેરી તેને પણ 2 મિનીટ માટે સાંતળી લો. હવે તેમાં તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ ઉમેરી દો. ત્યારબાદ એને એક સરખું હલાવતા રહો.

પછી જ્યારે તમારું મિક્સચર ઘટ્ટ થઈ જાય, અને જો તેમાં તવેથો ઊભો રહે તો સમજવું કે તમારું મિક્સચર તૈયાર છે.(જે રીતે પાટુડી બનાવીએ છીએ તે રીતે.) હવે તેને તેલ લગાવેલી થાળીમાં પાથરી દો.

તેને એકદમ ઠંડું થવા દો. પછી તેના ટુકડા કરી દો. હવે આ ટુકડાને ડૂબતા તેલમાં તળી લો. ત્યાર બાદ તેને ગરમાગરમ સર્વ કરો. આની સાથે આપણે છે રેગ્યુલર લીલી ચટણી બનાવીએ છીએ એ અથવા ઈચ્છો તો ટોમેટો કેચઅપ સર્વ કરો.

આ કોથમીર વડી ખાવામાં ઘણી ટેસ્ટી હોય છે. તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. તો નાસ્તામાં કોથમીર વડી બનાવીને પરિવાર સાથે એના સ્વાદનો આનંદ માણો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.