કોઈ પણ પૂજા કરતા પહેલા જરૂર લો સંકલ્પ, સંકલ્પ વિના અધૂરી માનવામાં આવે છે પૂજા

0
2918

કોઈ પણ પૂજા કે હવનને કરતા પહેલા તેનો સંકલ્પ લેવામાં આવે છે. અને સંકલ્પ લીધા પછી જ પૂજા શરુ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકલ્પ જરૂરી માનવામાં આવે છે, એ કારણે દરેક પૂજાને સંકલ્પ લીધા પછી જ શરુ કરવામાં આવે છે. શા માટે પૂજા શરુ કરતા પહેલા સંકલ્પ કેવો જરૂરી માનવામાં આવે છે? અને સંકલ્પ કેવી રીતે લેવામાં આવે છે? તે આજે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો સૌથી પહેલા જાણીએ કે સંકલ્પ શું હોય છે?

શું હોય છે સંકલ્પ?

કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સંકલ્પ લેવામાં આવે છે. આપણે કોઈ વસ્તુ માટે દેવી દેવતાઓની પૂજા કરી રહ્યા છીએ તે વસ્તુનો સંકલ્પ પૂજા દરમિયાન લેવામાં આવે છે. સંકલ્પ લેવાનો અર્થ હોય છે કે, આપણે આપણા ઈષ્ટદેવ અને પોતાને સાક્ષી માનીને પૂજા કરીએ છીએ, અને પૂજાનો સંકલ્પ લઈએ છીએ.

સંકલ્પ લેતી વખતે આપણે આપણી મનોકામના મનમાં બોલીએ છીએ, અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તે પૂજાનો સ્વીકાર કરે અને પૂજાના સંકલ્પને પૂરો કરે. તે ઉપરાંત આપણે ભગવાન પાસે સંકલ્પ લઈને તે વસ્તુની પણ માફી માંગીએ છીએ કે, જો આમારાથી પૂજા દરમિયાન કોઈ ભૂલ થઇ જાય તો ભગવાન તેને માફ કરી દે.

સંકલ્પ લેવો હોય છે જરૂરી :

એવું માનવામાં આવે છે કે, જે પૂજાને સંકલ્પ લીધા વગર કરવામાં આવે છે. તે પૂજા કરવાનો કોઈ લાભ નથી મળતો. એટલા માટે એ ઘણું જ જરૂરી હોય છે કે તમે પૂજા કરતી વખતે સંકલ્પ લો અને તમારી મનોકામના મનમાં બોલો.

આવી રીતે લો સંકલ્પ :

સંકલ્પ પંડિતો દ્વારા અપાવવામાં આવે છે. પરંતુ તમે કોઈ પૂજા જો પંડિત વગર કરી રહ્યા છો, તો તમે પોતે સંકલ્પ લઈ શકો છો. સંકલ્પ લેતી વખતે તમે ગણેશ ભગવાનનું નામ લો, અને તમારા હાથમાં જળ અને થોડા ફૂલ રાખી લો.

ત્યારપછી તમે આ મંત્ર બોલી દો :

‘ऊँ विष्णु र्विष्णुर्विष्णु : श्रीमद् भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्त्तमानस्य अद्य श्री ब्रह्मणोऽह्नि द्वितीय परार्धे श्री श्वेत वाराह कल्पै वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे युगे कलियुगे कलि प्रथमचरणे भूर्लोके जम्बूद्वीपे भारत वर्षे भरत खंडे आर्यावर्तान्तर्गतैकदेशे (તમારા ગામનું નામ લો) ग्रामे वा बौद्धावतारे विजय नाम संवत्सरे श्री सूर्ये दक्षिणायने वर्षा ऋतौ महामाँगल्यप्रद मासोत्तमे शुभ भाद्रप्रद मासे शुक्ल पक्षे चतुर्थ्याम्‌ तिथौ भृगुवासरे हस्त नक्षत्रे शुभ योगे गर करणे तुला राशि स्थिते चन्द्रे सिंह राशि स्थिते सूर्य वृष राशि स्थिते देवगुरौ शेषेषु ग्रहेषु च यथा राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रह गुणगण विशेषण विशिष्टायाँ चतुर्थ्याम्‌ शुभ पुण्य तिथौ (પોતાના ગોત્રનું નામ લો, તમારા માતા પિતાનું નામ લો) दासो ऽहं मम आत्मनः श्रीमन्‌ महागणपति प्रीत्यर्थम्‌ यथालब्धोपचारैस्तदीयं पूजनं करिष्ये।”

તે બોલ્યા પછી હાથનું જળ કોઈ વાસણમાં અર્પણ કરો અને તમારા મનમાં પોતાની કામના બોલી દો. અને ભગવાનને વિનંતી કરો કે, તે તમારી પૂજાનો સ્વીકાર કરે અને તમને પૂજાનું ફળ આપે. એવું કહેવામાં આવે છે કે, જો સાચા મનથી સંકલ્પ લેવામાં આવે છે, તો ભગવાન પૂજાનું ફળ જલ્દી આપી દે છે અને તમારી દરેક કામના પૂર્ણ થઈ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.