આ છે કોઈને પણ વશમાં કરવાનો મંત્ર, જાણી લો મંત્ર વિષે, તમને પણ જરૂર પડી શકે છે આ મંત્રની….

0
9629

મિત્રો પ્રેમ વિષે એવું કહેવામાં આવે છે કે, સાચો પ્રેમ કોઈને પણ, ક્યારે પણ અને કોઈની સાથે પણ થઈ શકે છે. જો કે મોટાભાગના લોકોને એકતરફી પ્રેમ જ થતો હોય છે. અને છોકરાઓને છોકરીઓની સરખામણીમાં પહેલી નજર વાળો પ્રેમ ઘણો જલ્દી થઇ જાય છે. અને તેઓ એમાં વિશ્વાસ વધારે રાખે છે.

તેમજ જયારે કોઈ છોકરાને કોઈ છોકરી સાથે આવો એક તરફી પ્રેમ હોય, તો તે આત્મવિશ્વાસમાં કમીને કારણે અથવા છોકરી દ્વારા એમનો પ્રેમ મંજૂર ન થવાના ડરને કારણે, પોતાના પ્રેમનો એકરાર નથી કરી શકતા. આમ તો જોવા જઈએ તો છોકરીઓને ઈમ્પ્રેસ કરવી એ કામ જેટલું સરળ દેખાય છે, હકીકતમાં તે એટલું જ મુશ્કેલ છે.

આજકાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં કોઈ છોકરાને પોતાને પ્રેમ ન મળવાને કારણે તેણે આત્મહત્યાનો સસ્તો પસંદ કરી લીધો હોય. જો તમને પણ કોઈની સાથે પ્રેમ થયો છે અને તમે એનો એકરાર કરવામાં અસમર્થ છો, તો આજે અમે તમને વશીકરણના અદભુત ઉપાય અને કોઈને વશમાં કરવાના મંત્ર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને મદદ કરી શકે છે. પણ એ પહેલા જાણીએ કે વશીકરણ શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વશીકરણનો અર્થ થાય છે કોઈ વ્યક્તિને પોતાના વશમાં કરવા, કોઈને પોતાની તરફ આકર્ષિત કરવા કે કોઈ વ્યક્તિને પોતાના ઈશારા પર નચાવવા એવો થઈ શકે. અને વશીકરણના સારા અને ખરાબ એમ બંને પ્રકારના પરિણામ મળી શકે છે.

દુનિયામાં જે લોકો તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવે છે, તેઓ પોતાનું કામ કરાવવા માટે વશીકરણની રીત જરૂર અજમાવે છે. એનાથી આપણે કોઈ પણ વ્યક્તિના દિલ અને મગજને આપણા કાબુમાં કરી શકીએ છે, અને એમને પોતાની મરજી અનુસાર કોઈ પણ કામ કરાવી શકીએ છીએ.

આ કામોમાં ઉપયોગી :

જો તમારા કોઈ ખાસ વ્યક્તિ કોઈ કારણે અથવા ગેર સમજને કારણે તમારાથી નારાજ થઈ ગયા છે, અને તમામ પ્રયત્નો પછી પણ તમારી લાગણીઓ નથી સમજી રહ્યા, તો તમે એમને મનાવવા માટે વશીકરણ મંત્રનો ઉપયોગ કરી શકો છો.

તમને કોઈ વ્યક્તિ સાથે સાચો પ્રેમ થઈ ગયો છે, પણ તે વ્યક્તિ એમના પ્રત્યેના તમારા સાચા પ્રેમને સમજી નથી શકતી, અથવા જાણી જોઈને તે તમને એના દિલમાં જગ્યા નથી આપી રહ્યા. તો તમે વશીકરણ મંત્રનો ઉપયોગ કરી શકો છો.

તેમજ તમારો કોઈ સાથી તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે, તેમજ તે તમારી ભાવનાઓને નથી સમજી શકતા, તો તમે વશીકરણની મદદથી એને પોતાના નિયંત્રણમાં કરી શકો છો.

અમુક કિસ્સાઓમાં જો તમે તમારું કામ કોઈ બીજી વ્યક્તિ પાસે કરાવવા માંગો છો, અને તે તમારું કામ કરવાની ના પાડે છે, તો તમે વશીકરણ મંત્રની મદદથી એમની પાસે તમારું કામ ઘણી સરળતાથી કરાવી શકો છો.

નોકરી મેળવવા માટે અથવા પોતાનો ખોવાયેલો પ્રેમ પાછો મેળવવા માટે પણ વશીકરણ ઉપયોગી થઈ શકે છે.

વશીકરણ મંત્ર નીચે જણાવ્યો છે :

“ॐ नमः काम-देवाय।

सहकल सहद्रश सहमसह लिए वन्हे धुनन जनममदर्शनं उत्कण्ठितं कुरु कुरु,

दक्ष दक्षु-धर कुसुम-वाणेन हन हन स्वाहा।”

મંત્ર સિદ્ધિ વિધિ :

હવે તમને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જણાવીએ. તો આ વશીકરણ મંત્રના સિદ્ધિકર્ણ માટે સૌથી પહેલા સિંદુરમાં થોડા ટીપા પાણીના ઉમેરો. ત્યારબાદ તમે દાડમનાં ઝાડની ડાળખી લો. તમારે એને કલમના રૂપમાં ઉપયોગ કરવાની છે. આ ડાળખી વડે નાગરવેલના પાન પર સિન્દૂરથી એ વ્યક્તિનું નામ લખો, જેને તમે વશમાં કરવા માંગો છો.

ત્યારબાદ બે એલચી લો અને એને પોતાના માથા પરથી સાત વાર વારી (ગોળ ફેરવવું તે) લો. પછી એ એલચીઓને નાગરવેલનાં પાન પર મૂકી દો અને વશીકરણ મંત્રનો 186 વાર જાપ કરો.

હવે ચોખાના થોડા દાણા લઈને હાથની હથેળીમાં રાખી એમાં ફૂંક મારો અને એને નાગરવેલનાં પાન પર મૂકી દો. હવે આ દરેક સામગ્રીઓને એક સાથે નાગરવેલનાં પાનમાં મૂકીને એને લાલ દોરા વડે બાંધી દો. ત્યારબાદ તમારે આ સામગ્રીને કોઈ નદી અથવા તળાવના કિનારે લઈ જઈને દબાવી દો. એનાથી તમે એ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી લેશો.