કોઈને કહ્યા વગર અહીં મૂકી દો એલચી, રાતો રાત કરી દેશે તમને ધનવાન

0
6859

આજકાલ મોંઘવારી વધતી જ જઈ રહી છે. એવામાં લોકો પાસે પોતાની તમામ જરૂરિયાતો પુરી કરવા માટે જરૂરી રૂપિયા રહેતા જ નથી. લોકો મહેનત તો ઘણી કરે છે, છતાં પણ એટલા રૂપિયા ભેગા નથી કરી શકતા જેટલી એમને જરૂર હોય છે. જયારે એના માટે કોઈ વિકલ્પ નથી બચતો તો કેટલાક ઉપાય કે ટોટકા લોકોની મદદ કરી શકે છે. આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું, જે તમને આવી મશ્કેલીઓમાં મદદ કરશે. આ ઉપાયથી તમે પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકશો.

આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તે એલચીનો એક સરળ ઉપાય છે. અને તે તમને વધારે બરકત કરવામાં મદદ કરશે. આ ઉપાય ખાસ એવા લોકો માટે છે મુશ્કેલી સામે હાર માની ગયા છે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમે એકલા પડી ગયા છો, તમને દગો મળ્યો છે, કે દુનિયાની બધી તકલીફો તમારા પર જ આવી રહી છે, એવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. આ નાનકડી એલચીનો સરળ ઉપાય તમારી દરેક તકલીફોને દુર કરી શકે છે.

એલચીનો આ ઉપાય તમને તકલીફોથી છુટકારો અપાવી સફળતા અપાવશે. તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય એકલાએ કરવાનો છે. એટલે કે કોઈને એના વિષે ખબર હોવી જોઈએ નહિ. અને બીજું કોઈ તમને આ ઉપાય કરતા જોઈ જશે તો તમને સફળતા નહિ મળે.

તો મિત્રો આ ઉપાય કરવાં માટે સૌથી પહેલા 21 એલચી લો. એલચી તમને રસોડામાં મળી રહેશે, જો ન હોય તો ખરીદી લાવો. ત્યારબાદ આ એલચી તમારી મુઠ્ઠીમાં મુકીને ઘરના મંદિરમાં જઈને પ્રભુ સમક્ષ બેસો. ત્યારબાદ હાથ જોડીને “ૐ શ્રીં શ્રીંયે નમઃ” મંત્રનું ઉચ્ચારણ કરો. તમારે 108 વાર એનો જાપ કરવાનો છે. અને એક વાર શરુ કર્યા પછી વચ્ચે અટકવાનું નથી. પછી ત્યાંથી ઉભા થાવ અને એ એલચીને તમારા જમણા હાથમાં મુકી મુઠ્ઠી વાળો.

ત્યારબાદ ઘરના તમામ રૂમમાં આંટા મારો અને ૭ વાર પ્રદક્ષિણા કરો, અને પછી પાછા ઘરના મંદિરમાં જાવ. એ પછી એક લાલ કાપડ લઈને એમાં એ એલચી મુકીને એની પોટલી વાળો. પછી એ પોટલી ઘરમાં એવી જગ્યાએ સંતાડો કે કોઈની નજર એની પર ન પડે. એને 21 દિવસ સુધી ત્યાં જ રહેવા દેવી, અને તમારે પણ 21 દિવસ સુધી એને જોવી નહિ.

પછી 21 દિવસ પુરા થાય એટલે એને બહાર કાઢીને નદી અથવા તળાવમાં પધરાવી દો. એક વાતનું ધ્યાન રહે કે તમારે પોટલી બાંધવા માટે દોરો પણ લાલ રંગનો જ લેવાનો છે. બંનેના રંગ અલગ હશે તો એ અશુભ ગણાય છે અને એનાથી તમને મુશ્કેલી થશે.

જો તમે પોટલી પાણીમાં નથી પધરાવી શકતા, તો તમારી આસપાસ કોઈ પીપળાનું ઝાડ હોય તો એની નીચે એક ખાડો ખોદીને એમાં એ પોટલી દાટી દો. કારણ કે આપણા શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ઘણું પવિત્ર ગણવામાં આવ્યું છે, અને એનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે.

મિત્રો જો તમે આ ઉપાય અપનાવશો તો તમારા સંકટ દુર થશે, તમારા પરિવારમાં શુખ શાંતિ જળવાયેલી રહેશે, તમારા અધૂરા કામ પણ પુરા થશે, અને ખાસ કરીને તમારી આર્થિક સ્થિતિ સુધરશે. જેથી તમે તમારી જરૂરિયાતો પુરી કરી શકો.

તેમજ આ ઉપાય કરીને તમે પૈસાની રાહ જોતા બેસી રહેશો તો કંઈ નહિ થાય. તમે જે કામ કરો છો એ તો શરુ જ રાખો. આ એમાં બરકત વધારવા તમારી મદદ કરશે.