ગીતાનું જ્ઞાન : ક્રોધ અને લોભનો ત્યાગ કરવાથી દરેક કાર્યમાં મળી જાય છે સફળતા

0
862

ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ઘણા બધા ઉપદેશ આપ્યા હતા, અને તે ઉપદેશોનું પાલન કરી અર્જુનને સાચો રસ્તો મળી શક્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ ઉપદેશોને જો આપણે આપણા જીવનમાં અપનાવી લઈએ, તો આપણે પણ જીવનમાં સફળ થઇ શકીએ છીએ. અને આપણું જીવન સુખ અને શાંતિ સાથે પસાર થઇ શકે છે.

ભગવાન શ્રીકુષ્ણએ અર્જુનને મહાભારત યુદ્ધ દરમિયાન કુલ ૭૦૦ ઉપદેશ આપ્યા હતા, અને તે બધા ઉપદેશ ગીતામાં લખાયેલા છે. આ ઉપદેશ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા હતા. આ ૭૦૦ ઉપદેશમાંથી માત્ર નીચે જણાવવામાં આવેલા ત્રણ ઉપદેશનું પાલન જો કોઈ માણસ યોગ્ય રીતે કરે, તો તેનું નસીબ બદલાઈ શકે છે, અને તેને જીવનનો સાચો રસ્તો મળી જાય છે.

ગીતામાં લખવામાં આવેલા શ્લોક :

પહેલો શ્લોક :

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।

कामः क्रोधस्तथा लोभस्तरमादेतत्त्रयं त्यजेत्।।

આ શ્લોકનો અર્થ : આ શ્લોક દ્વારા કૃષ્ણએ લોકોને જણાવ્યું છે કે, ગુસ્સો અને લોભ તે બંને વસ્તુ માણસને બરબાદ કરી દે છે. એટલા માટે માણસે જીવનમાં બંને વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. જે લોકો ગુસ્સો કરે છે તે લોકો હંમેશા બીજા લોકો સાથે ખરાબ વર્તન કરે છે. તેવી રીતે જ લોભ એટલે વસ્તુની લાલચ કરવાથી માણસનું મગજ ખરાબ થઇ જાય છે, અને લાલચમાં આવીને ખોટા કામ કરવા લાગી જાય છે.

જે લોકો વધુ ગુસ્સો કરે છે અને જે લાલચની ભાવના મનમાં રાખે છે, તેમને પોતાના જીવનમાં સફળતા નથી મળી શકતી. એટલું જ નહિ એવા લોકોને સ્વર્ગમાં પણ સ્થાન નથી મળતું. એટલા માટે તમે તમારા જીવનમાંથી તે બંને વસ્તુને દુર જ રાખો અને હંમેશા શાંત મન સાથે અને કોઈપણ પ્રકારના ગુસ્સા વગર કામ કરે.

બીજો શ્લોક :

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः

वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता।।

આ શ્લોકનો અર્થ : માણસનું નિયંત્રણ પોતાની તમામ પાંચ ઇન્દ્રિયો ઉપર હોવું ઘણું જ જરૂરી હોય છે. આપણી પાંચ ઇન્દ્રિયો એટલે જીભ, ત્વચા, આંખો, કામ અને નાકના માધ્યમથી જ આપણે વસ્તુનો અનુભવ કરીએ છીએ. ભગવાન કૃષ્ણના જણાવ્યા મુજબ આ પાંચે વસ્તુને કાબુમાં રાખવાથી મગજ સ્થિર રહે છે, અને માણસનું મન પોતાના કામમાં લાગી રહે છે.

ત્રીજો શ્લોક :

योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।

सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।

આ શ્લોકનો અર્થ : કૃષ્ણના જણાવ્યા મુજબ માણસે પોતાના ધર્મનું પાલન હંમેશા સાચા મનથી કરવું જોઈએ. આપણે જે કામ કરીએ છીએ તે કામ ખરાબ નિયતથી ન કરવું જોઈએ. એટલું જ નહિ કૃષ્ણજીના જણાવ્યા મુજબ કર્તવ્યનું પાલન કરવાથી જ ધર્મનું પાલન થાય છે. એટલા માટે તમે તમારા કર્તવ્યને સારી રીતે નિભાવો અને તેનું પાલન કરો.

ઉપર જણાવેલી વાતોને તમે તમારા જીવનમાં જરૂર અપનાવો. આ વસ્તુનું પાલન કરવાથી તમારા જીવનને સાચો રસ્તો મળશે અને તમે પણ ધર્મના રસ્તે ચાલી શકશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.