જાણો ઉંમરના હિસાબે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ, ક્લિક કરીને જાણો તમારું કેટલું હોવું જોઈએ.

0
2583

મિત્રો, જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, હેલ્દી રહેવા માટે સાચા ડાઈટની ખબર હોવી અને એ પ્રમાણે અનુસરવું જરૂરી હોય છે. બસ એવી જ રીતે હેલ્દી રહેવા માટે સાચા વજનની ખબર હોવી પણ જરૂરી છે. દરેક ઉંમરના વ્યક્તિનું એક આદર્શ વજન હોય છે, જે છોકરા કે છોકરીને હેલ્દી રહેવા માટે મદદ કરે છે.

અને આ આદર્શ વજનથી એમનું વજન વધારે કે ઓછું હોય તો ઘણા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. આમાં ન્યુબોર્નથી લઈને 18 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓના આઇડિયલ વજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા અમે આ રીસર્ચ દ્વારા તમને એ જણાવવાના છીએ કે, કેટલી ઉંમરમાં કેટલું વજન હોવું જોઈએ.

ન્યુ બોર્ન બેબી : છોકરાનું વજન 3.3 kg, અને છોકરીનું 3.2 kg હોવું જોઈએ.

3 થી 5 મહિનાના બાળક : છોકરાનું વજન 6 kg, અને છોકરીનું 5.4 kg હોવું જોઈએ.

6 થી 8 મહિનાના બાળક : છોકરાનું વજન 7.8 kg, અને છોકરીનું 7.2 kg હોવું જોઈએ.

9 થી 11 મહિનાના બાળક : છોકરાનું વજન 9.2 kg, અને છોકરીનું 8.6 kg હોવું જોઈએ.

1 વર્ષના બાળક : છોકરાનું વજન 10.2 kg, અને છોકરીનું 9.5 kg હોવું જોઈએ.

2 વર્ષના બાળક : છોકરાનું વજન 12.3 kg, અને છોકરીનું 11.8 kg હોવું જોઈએ.

3 વર્ષના બાળક : છોકરાનું વજન 14.6 kg, અને છોકરીનું 14.1 kg હોવું જોઈએ.

4 વર્ષના બાળક : છોકરાનું વજન 16.7 kg, અને છોકરીનું 16 kg હોવું જોઈએ.

5 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 18.7 kg, અને છોકરીનું 17.7 kg હોવું જોઈએ.

6 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 20.7 kg, અને છોકરીનું 19.5 kg હોવું જોઈએ.

7 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 22.9 kg, અને છોકરીનું 21.8 kg હોવું જોઈએ.

8 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 25.3 kg, અને છોકરીનું 24.8 kg હોવું જોઈએ.

9 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 28.1 kg, અને છોકરીનું 28.5 kg હોવું જોઈએ.

10 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 31.4 kg, અને છોકરીનું 32.5 kg હોવું જોઈએ.

11 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 32.2 kg, અને છોકરીનું 33.7 kg હોવું જોઈએ.

12 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 37 kg, અને છોકરીનું 38.7 kg હોવું જોઈએ.

13 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 40.9 kg, અને છોકરીનું 44 kg હોવું જોઈએ.

14 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 47 kg, અને છોકરીનું 48 kg હોવું જોઈએ.

16 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 58 kg, અને છોકરીનું 53 kg હોવું જોઈએ.

17 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 62.7 kg, અને છોકરીનું 54 kg હોવું જોઈએ.

18 વર્ષની ઉંમરમાં : છોકરાનું વજન 65 kg, અને છોકરીનું 54 kg હોવું જોઈએ.

19 થી 29 વર્ષની ઉંમરમાં : પુરુષનું વજન 83 kg અને સ્ત્રીનું વજન 73.4 kg હોવું જોઈએ.

30 થી 39 વર્ષની ઉંમરમાં : પુરુષનું વજન 90.3 kg અને સ્ત્રીનું વજન 76.7 kg હોવું જોઈએ.

40 થી 49 વર્ષની ઉંમરમાં : પુરુષનું વજન 90.9 kg અને સ્ત્રીનું વજન 76.2 kg હોવું જોઈએ.

50 થી 60 વર્ષની ઉંમરમાં : પુરુષનું વજન 91. kg અને સ્ત્રીનું વજન 77 kg હોવું જોઈએ.

શરીરમાં લોહીની માત્રા :

જાણકારી માટે જણાવી દઈએ કે, સામાન્ય રીતે માણસના શરીરમાં વજનના 7 ટકા બરાબર લોહીની માત્રા હોય છે. ઉંમર અને આકારના આધાર પર દરેકના શરીરની લોહીની અલગ-અલગ માત્રા હોય.

તમારા શરીરમાં લોહીની સરેરાશ માત્રા એક અનુમાન છે, કારણ કે આ એ વાત પર આધાર રાખે છે કે, તમે કેટલા વજન વાળા છો અને તમે સ્ત્રી છો કે પુરુષ? અને તમે ક્યાં રહો છો? તો ચલો જાણીએ કયા-કયા વર્ગોમાં શરીરમાં કેટલું લોહી સામાન્ય હોય છે.

શિશુ :

મિત્રો, શિશુઓમાં શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ લગભગ 75 મીલીલીટર લોહી હોય છે. જો શિશુનું વજન લગભગ 3.5 થી 4 કિલો છે. તો તેના શરીરમાં લગભગ 270 મીલીલીટર લોહી હોય.

બાળક :

યાદ રાખવું કે સરેરાશ 35 કિલોના વજન વાળા બાળકના શારિરીમાં 2,650 મીલીલીટર લોહી હોવું જોઈએ.

વયસ્ક :

જો કોઈ પણ વયસ્કનું વજન 68 થી 81 કિલો છે. તો તેના શરીરમાં લોહીની માત્રા 1.2 થી 1.5 ગૈલન હોવું જોઈએ. આ લગભગ 4500 થી 5700 એમએલ છે.

ગર્ભવતી મહિલા :

જાણકારી માટે જણાવી દઈએ કે, શિશુના વિકાસ માટે ગર્ભવતી મહિલાને સામાન્ય મહિલાઓની તુલનામાં 30 થી 50 ટકા વધારે લોહીની જરૂરિયાત હોય છે. આ લગભગ 0.3 થી 0.4 વધારે ગૈલન હોવું જોઈએ.