જુઓ મોટી મોટી હોટલોમાં શું શું થાય છે, તમને વિશ્વાસ નહિ આવે, આ વાતો હંમેશા છુપાઈને રખાય છે.

0
2301

મિત્રો, અમુક લોકોને બાદ કરતા દુનિયાના લગભગ દરેક લોકોને ફરવાનું પસંદ હોય છે. અને જયારે પણ આપણે રજાઓમાં કે પછી કોઈ ઓફિશિયલ ટ્રીપ કરીને ક્યાંક ફરવા માટે જઈએ છીએ, ત્યારે હોટલમાં રિઝર્વેશન કરીએ છીએ. કારણ કે આપણને રોકાવા માટે આરામ દાયક રૂમની જરૂર પડે છે.

અને જો તમે હોટલના કોઈ રૂમ માટે 3 થી 4 હજાર રૂપિયા પણ આપી દો, તો સ્વાભાવિક વાત છે કે તમને બધી વસ્તુ ટીપ-ટોપ જ જોઈએ. રૂમ સાફ હોય, હોટલનો સ્ટાફ વિન્રમ અને શિષ્ટ હોય, બધી સુવિધાઓ તમને મળે વગેરે. પરતું હકીકતમાં આવું થાય છે? લગભગ નહિ.

તો મિત્રો, તમને જણાવી દઈએ કે એવી કેટલીક વાતો હોય છે, જે હોટલ વાળા તમારાથી હંમેશા છુપાવવા માંગે છે. આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હોટલમાં રોકાવું જ પડે છે. જો તમે ક્યારેય પણ હોટલમાં રોકાયા ન હોય તો થઇ શકે છે કે ભવિષ્યમાં તમને જરૂર પડશે. તે સમયે તમે હોટલની સાફ સફાઈ જોઈને મોહિત થઇ જશો.

પરંતુ આજે અમે તમને હોટલ સાથે જોડાયેલા એવા રહસ્ય વિશે જણાવવાના છીએ, જેને હંમેશા તમારાથી છુપાવવામાં આવે છે. તેઓ એના વિષે તમને ક્યારેય પણ જણાવશે નહિ.

મિત્રો, સામાન્ય ગણતરી કરીએ તો દર વર્ષે હોટલના એક રૂમમાં ઓછા માં ઓછા 100 થી વધારે લોકો રોકાતા હશે. હવે એ લોકો રૂમમાં શું શું કરે છે, તે તો કોઈ જાણતું નથી. પણ જો તમને લાગે છે કે, બેડ પર રાખેલી ચાદર અને બેડ-કવર નિયમિત રીતે સાફ થાય છે, તો એ વાત ખોટી છે. હોટલોમાં ચાદર ક્યારેક ક્યારેક જ સાફ થાય છે. અને બેડ કવર તો લગભગ ક્યારેય નહિ.

તેમજ તેઓ રૂમમાં રાખેલા ગ્લાસ પણ ફક્ત પાણીથી જ સાફ કરી દે છે, અને ઘણી વાર હાનિકારક કેમિકલ્સથી એને સાફ કરે છે. તેમજ શું તમે એ વાત જાણો છો કે, કેટલીક હોટલ્સમાં કાચના ફર્નિચર પોલીશથી સાફ કરવામાં આવે છે. એવું કરવાથી ગ્લાસ ચમકદાર અને સાફ દેખાય છે, પરંતુ તેમાં ઉપયોગ કરવામાં આવેલું રસાયન તમારા માટે હાનિકારક થઇ શકે છે. ઘણી વાર હોટલ સ્ટાફ આ ગ્લાસોને બાથરૂમના પાણીથી સાફ કરી નાખે છે, જો તમે તેમને સારી ટીપ ન આપો તો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.