વ્યક્તિની સહી એટલે કે સિગ્નેચર કેવી છે તેના પરથી તેમનામાં છુપાયેલા ટેલેન્ટ વિષે જાણી શકાય છે, જાણો કઈ રીતે.

0
136

તમારી સહીનો સંબંધ હોય છે તમારા મગજ સાથે, જે લોકો કરે છે આ પ્રકારની સહી તે હોય છે શક્તિશાળી અને મજબુત વ્યક્તિત્વ વાળા.

દરેક વ્યક્તિ પોત પોતાની રીતે સહી (સિગ્નેચર) કે હસ્તાક્ષર કરે છે. સિગ્નેચર ભલે તમે તમારી આંગળીઓથી કરો છો, પણ ક્યાંકને ક્યાંક તેનો સંબંધ તમારા મગજ સાથે હોય છે. દરેક સિગ્નેચર વ્યક્તિની ઓળખ અને તેના વ્યક્તિત્વ વિષે જણાવે છે. આવો જાણીએ કે તમારી સિગ્નેચર તમારા વિશે શું કહે છે?

જે લોકો સહી કરતી વખતે પહેલો અક્ષર થોડો મોટો અને ત્યાર પછી આખું નામ લખે છે, તે અદ્દભુત પ્રતિભા વાળા માનવામાં આવે છે. અને જે લોકો સિગ્નેચર કર્યા પછી તેની નીચે લીટી દોરે છે તે શક્તિશાળી અને મજબુત વ્યક્તિત્વ વાળા હોય છે.

જે લોકોની સહી ઘણી નાની હોય છે, તે સ્વાર્થી અને બીજાને નિયંત્રિત કરવા વાળા માનવામાં આવે છે. જો સહીનો આકાર અક્ષરની સરખામણીમાં મોટો હોય તો એવા વ્યક્તિમાં શાસન કરવાની મહાત્વાકાંક્ષા હોય છે.

જે લોકો હંમેશા પોતાની સહી બદલતા રહે છે, તેમનો સ્વભાવ હંમેશા બદલાતો રહે છે. સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી સહી કરવા વાળા લોકો પોતાને વ્યવસ્થિત રાખે છે.

જે લોકો નીચેથી ઉપરની તરફ સહી કરે છે તે ઘણા વધુ મહત્વાકાંક્ષી હોય છે અને કોઈ પણ કિંમતે પોતાનું ધ્યેય પૂરું કરે છે. જે લોકો આડી અવળી સહી કરે છે, તે પોતાના કામ માટે કોઈ પણ ગુપ્ત પગલું ભરવા વાળા માનવામાં આવે છે.

સહીનો પહેલો અક્ષર મોટો હોય અને બીજા અક્ષરો એકસરખા હોય, તો તે વ્યક્તિ ઘણા સ્વાભિમાની માનવામાં આવે છે. અને જે લોકોની સહીનો પહેલો અક્ષર મોટો હોય અને છેલ્લો અક્ષર એકદમ નાનો હોય તો એમના વિષે એવું માનવામાં આવે છે કે, એવા વ્યક્તિ કોઈ પણ કામની શરુઆત જોરદાર રીતે કરે છે પણ થોડા સમયમાં જ તેનો રસ કામ માંથી એકદમથી દુર થઇ જાય છે. એવા વ્યક્તિ કલ્પનાઓમાં વધુ રહે છે.

જે લોકો ઉપરથી નીચેની તરફ સહી કરે છે, તે લોકો સ્વભાવથી નિરાશાવાદી માનવામાં આવે છે. અને સહીની નીચે લીટી સાથે ટપકા કરવા વાળા વચનના પાકા રહેવા વાળા માનવામાં આવે છે.

એક સીધી લાઈનમાં સહી કરવા વાળા વ્યક્તિ તટસ્થ, ઈમાનદાર, ઉદાર અને વિશ્વસનીય માનવામાં આવે છે. એવા લોકો સીધા અને નિશ્ચલ સ્વભાવના હોય છે. જે લોકોની સહી ઘણી મોટી હોય છે તેમને ઘણા આત્મવિશ્વાસી માનવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.