આ સ્વાનુભવ વાંચી લો તો તમે પણ કદાચ ઘૂંટણના ઓપરેશનથી બચી જશો અને મફતમાં ઘૂંટણ થઈ જશે શકશે સાજા

0
5212

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ઘણા લોકોને ઉંમર વધવાની સાથે સાથે ઘણી બીમારીઓ કે મુશ્કેલીઓ પણ શરૂ થતી હોય છે. અને એમાંથી એક છે ઘૂંટણનો દુઃખાવો. આના માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો. મેથીના ફાયદા અને ઉપયોગ જણાવતા પહેલા તમને એક એવા વ્યક્તિનો અનુભવ જણાવીએ જેમને ઘૂંટણના દુઃખાવામાં મેથીએ ફાયદો કર્યો છે.

મેથીનો પ્રયોગ : જગદીશચંદ્ર છાયાનો સ્વાનુભવ

ભુજ હાટકેશ સિનિયર સિટીઝન્સ ક્લબ દ્વારા ઓર્થોપેડિક ડો. પ્રભાકરભાઈ ધોળકિયાનું મનનીય વક્તવ્ય યોજાયું હતું. વક્તવ્ય પછી પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો ત્યારે મેં તો મારો સ્વાનુભવ જણાવ્યો.

મારા બંને પગના ઘૂંટણ દુ:ખવા લાગ્યા અને એક પગ સહેજ વાંકો થતો જણાયો, ત્યારે એક ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લીધી તો ઓપરેશનની સલાહ મળી. દરમિયાન ગોળી અને માલીસ ચાલુ રાખવા જણાવાયું. પણ કશો ફેર પડ્યો નહીં. છેવટે માતૃતુલ્ય મારી બહેનોએ મેથી પ્રયોગ કરી જોવા કહ્યું.

દરરોજ રાત્રે નિયમિત બે ચમચી મેથી પલાળીને વહેલી સવારે એ ગ્રહણ કરવાનું ચાલુ કર્યું, તો ફક્ત બે મહિનામાં જ ચમત્કાર થયો. ઘૂંટણનો દુ:ખાવો તો ગાયબ થઇ ગયો, સાથે પગ પણ સીધો થઇ જતા, ચાલવામાં સુગમતા થઇ. આ તો ફક્ત મારો અનુભવ છે. કોઈની તાસીર અલગ હોય તો કદાચ ન ફાવે એવું પણ બને. એટલે આ વિગત પ્રચાર હેતુ નથી લખી, ફક્ત સ્વાનુભવ શેયર કર્યો છે. – જગદીશચંદ્ર છાયા

એમણે ફેસબુક પર પોતાનો સ્વાનુભાવ જણાવ્યો હતો જે અમે તમને જણાવ્યો. આવો હવે તમને મેથીના દાણાના ફાયદા અને એનો ઉપયોગ કરવાની બીજી રીત જણાવી દઈએ. જેથી તમે એનાથી અવગત થઇ શકો.

મેથી માંથી ઘણા પ્રકારના ફાયદાકારક ફિટોન્યુટ્રીએંટ્સ મળે છે. આ ફિટો ન્યુટ્રીએંટ્સ, ઝાડ છોડમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને બીમારી અને ફંગસથી બચાવે છે, અને સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે. તેમજ આ મેથીમાં રહેલા ફાયબર અને સેપોનિન એક આશ્ચર્યજનક ઔષધિ બનાવે છે, જે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

જણાવી દઈએ કે, એના સિવાય મેથીમાં મ્યુસીલેજ નામનું સ્ટીકી (ચીપચીપુ) તત્વ પણ હોય છે, જે મેથીને પાણીમાં પલાળવા પર જૈલમાં પરિવર્તન થઇ જાય છે. અને આ જ જૈલ શરીરના તંતુઓને સારું કરી તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવામાં જો તમે નિયમિત રૂપથી મેથીનું સેવન કરતા રહેશો, તો તમારું શરીર સંપૂર્ણ રીતે નિરોગી થઇ જશે. જો તમે મેથીને ખાવાની સાચી વિધિ નહી જાણતા હોવ તો એ નીચે મુજબ છે.

તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી દાણા નાખીને એને આખી રાત પલળવા દો. ત્યારબાદ બીજા દિવસે સવારના સમયે આ પાણીને ગાળીને તેનું ખાલી પેટે સેવન કરો, તો તમને જોરદાર લાભ પ્રાપ્ત થશે. આખી રાત મેથીને પાણીમાં પલાળવાથી મેથીના પાણીમાં ઇન્ફલેમેટરી અને એન્ટીઓક્સીડેંટ ગુણ વધી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.