આપણા માંથી 90% લોકો કીવી ખાવાની યોગ્ય રીત જાણતા જ નથી, આ રીતે ખાવાથી થાય છે લાખ ગણો ફાયદો

0
2270

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે કીવી ફળ વિષે જણાવીશું. એ તો તમે જાણો છો કે, કીવી એ ચીકુ જેવું દેખાતું ફળ છે. અને તે સ્વાદિષ્ટ તો છે જ, પણ એની સાથે સાથે તે સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર પણ છે. અને ડોક્ટર પણ દર્દીને મોટાભાગના કેસમાં કીવી ખાવાની સલાહ આપે છે. પણ ઘણા બધા લોકોમાં કીવીને કઈ ખાવી જોઈએ એ બાબતે મૂંઝવણ જોવા મળે છે.

ચીકુની છાલ પર રેસા નથી હોતા પણ કીવીની છાલ પર બારીક રેસા હોય છે. અને એના કારણે લોકો મુંઝવણમાં રહે છે કે, કીવીને છાલ સાથે ખાવી કે છાલ વગર. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોઈએ તો એની છાલ ઘણી પૌષ્ટિક હોય છે. કીવીની છાલમાં એસિડ હોય છે જેનો સ્વાદ જીભને ખરાબ લાગે છે. પણ જે એને છાલ સાથે ખાય છે તેના માટે તે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. એટલે કે કીવીને છાલ સાથે ખાવાની રીત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કીવી ખાવાની રીત તો અમે તમને જણાવી દીધી. તો આવો હવે તમને કીવી ખાવાના ફાયદા વિષે પણ જણાવી દઈએ.

1. જાણકારી માટે જણાવી દઈએ કે, કીવીનું સેવન કરવાથી તે આપણા આંતરડાની સારી રીતે સફાઈ કરે છે. એમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાને નષ્ટ કરે છે, અને આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે.

2. તેમજ કીવીમાં વિટામિન ઈ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણી ત્વચા માટે ઘણા કાયદાકારક સાબિત થાય છે. એનાથી ત્વચામાં કોમળતા બની રહે છે અને અને ત્વચાનો ગ્લો પણ વધે છે.

3. કીવી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. તે શરીરમાં રહેલા ખરાબ(બેડ) કોલેસ્ટ્રોલ દૂર કરે છે. સતત 8 થી 10 અઠવાડિયા સુધી કીવીનું સેવન કરવાથી વધેલા ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં આવી જાય છે.

4. જણાવી દઈએ કે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે કીવીનું સેવન કરવું જોઈએ. એનાથી બ્લડ પ્રેશર અને બ્લડ સરક્યુલેશન બંને નિયંત્રણમાં રહે છે.

5. મિત્રો, કીવીમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે. માટે શરીરમાં આયરનની અછતને દૂર કરવા માટે રોજ કીવીનું સેવન કરવું જોઈએ.

6. તે ઉપરાંત બગડેલા પાચનતંત્રને સુધારવા માટે પણ કીવીનું સેવન કરવું જોઈએ. કીવીમાં એક્ટિનિડિન ઈન્ઝાઇમ મળી આવે છે જે પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.