કિસ કરતા દેખાયા નેહા કક્કર અને રોહનપ્રીત, લગ્નને એક મહિનો પૂરો થયો અને આવ્યો રોમાન્ટિક વિડીયો સામે.

0
230

શેયર કરતાની સાથે જ વાયરલ થયો નેહા કક્કર અને રોહનપ્રીતનો રોમાન્ટિક વિડીયો, જાણો શા માટે ખાસ છે તેમનો વિડીયો. બોલીવુડની પ્લેબેક સિંગર નેહા કક્કડ તેના ફોટા અને વિડીયો માટે હંમેશાથી ચર્ચામાં રહે છે, તેમના દ્વારા શેર કરવામાં આવેલી વસ્તુને ફેંસનો ઘણો પ્રેમ મળે છે. હાલમાં જ નેહાએ તેના લગ્નનો એક મહિનો પૂરો થવા ઉપર પતિ રોહનપ્રીત સિંહ સાથે ઉજવણી કરી છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

તો વિડીયો જોતા પહેલા એ જાણી લઈએ છીએ કે હાલના દિવસોમાં વાસ્તવમાં લગ્ન ક્યારે અને કેવી રીતે કર્યા? લગ્ન પહેલા 9 ઓક્ટોબર 2020ના રોજ નેહા કક્કડે ફેંસને તેના ‘મિસ્ટર રાઈટ’ રોહનપ્રીત સિંહ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યાર પછી જ રોહનપ્રીતને લઈને અટકળો લાગવા લાગી હતી કે નેહા તેની સાથે લગ્ન કરી શકે છે. તેના 15 દિવસ પછી નેહાએ બધી અટકળોનો અંત લાવી રોહનપ્રીત સાથે સગાઈ કરી લીધી.

સગાઈના થોડા દિવસો પછી એટલે કે 24 ઓક્ટોબર 2020ના રોજ નેહા તેના મિત્ર રોહનપ્રીત સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ. બંનેના લગ્ન દિલ્હીમાં આવેલા એક ગુરુદ્વારામાં થયા હતા, ત્યાર પછી ગ્રેંડ સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ તે રોમાન્ટિક વિડીયો.

નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નનો એક મહિનો પૂરો થઇ ગયો છે. તેથી હવે આ ખાસ પ્રસંગને નેહાપ્રીત સેલીબ્રેટ ન કરે, એવું તો બની જ નથી શકતું. નેહાએ તે સેલિબ્રેશનનો એક વિડીયો તેના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. શેર કરવામાં આવેલા વિડીયો નેહા અને રોહનના હનીમુન વખતના છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે રોહન નેહાને એક સુંદર રૂમમાં લઈને જાય છે, તે દરમિયાન નેહાના હાથમાં એક ફુગ્ગો છે અને ત્યાર પછી નેહા તે ફુગ્ગાને લઈને બારી તરફ ભાગે છે, જ્યાંથી બહારનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય છે. વિડીયો અહિયાં પૂરો નથી થતો, પરંતુ ત્યાર પછી કપલ તેના લગ્નનો એક મહિનો પૂરો થવા ઉપર કેક કાપી રહ્યા છે અને રોહનપ્રીત સિંહ નેહા કક્કડને કિસ પણ કરે છે. એકંદરે આ વિડીયોમાં કપલ ખુબ જ રોમાન્ટિક અંદાઝમાં જોવા મળી રહ્યું છે.

જેટલો સુંદર અને પ્રેમાળ આ વિડીયો છે, તેનાથી ઘણું વધુ તેના કેપ્શનમાં નેહાએ ફેંસ માટે સંદેશ લખ્યો છે. નેહાએ લખ્યું છે, આજે અમારા લગ્નનો એક મહિનો પૂરો થઇ ગયો છે. રોહનપ્રીત સિંહ અને હું તમારો આભાર માનીએ છીએ અને તમારા કુટુંબનો પણ, જેમણે મને આટલો પ્રેમ આપ્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય આટલી ખુશ થઇ શકું છું. નેહુપ્રીતના ફેંસ માટે વિશેષ ભેંટ શેર કરી રહી છું, જુવો.

તેના લગ્નનો એક મહિનો પૂરો થવા ઉપર નેહાના પતિ રોહનપ્રીત સિંહે પણ તેના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી એક રોમાન્ટિક તસ્વીર શેર કરી છે. શેર કરવામાં આવેલા ફોટામાં નેહાને રોહનના ખોળામાં જોઈ શકાય છે, અને તે દરમિયાન બંનેના ચહેરા ઉપર એક વ્હાલું હાસ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ ફોટામાં નેહુ લાલ સુટ અને લાલ ચુડામાં ઘણી સુંદર લાગી રહી છે. રોહનપ્રીત સિંહ સફેદ સુટ અને લાલ પાઘડીમાં ઘણા હેંડસમ લાગી રહ્યા છે.

આ પ્રેમાળ અને રોમાન્સથી ભરેલી તસ્વીર સાથે રોહને નેહા માટે એક પ્રેમથી ભરેલો મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યું છે, ‘હેલ્લો મેરી બ્યુટીફૂલ ડોલ’ જીવન તારી સાથે વધુ સુંદર બની ગયું છે. આ આપણા લગ્નના પહેલા મહિનાની એનીવર્સરી છે અને મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તું મારી છો. મારું જીવન નેહા કક્કડમાં, તને ખુબ પ્રેમ કરું છું.

કપલે દુબઈમાં મનાવ્યું હનીમુન : તેના લગ્ન પછી નેહુપ્રીત તેના હનીમુન માટે દુબઈ નીકળી ગયા હતા. હનીમુન દરમિયાન થોડા દિવસો તો નેહા અને રોહનપ્રીત સિંહ સુંદર હોટલ ‘પલાજો વર્સાચે દુબઈ’ માં પસાર કર્યા. ત્યાર પછી તેમણે દુબઈની સૌથી ચર્ચિત રીજોર્ટ ‘એટલાંટીસ’ ધ પામ’ માં બુકિંગ કરાવ્યું. ત્યાંની સર્વિસ તેમણે ઘણી પસંદ આવી. મીડિયા અહેવાલ મુજબ, હોટલના જે રૂમમાં નેહા અને રોહનપ્રીત સિંહ રોકાયા હતા, તેનો એક રાતનો ખર્ચ 1 લાખથી પણ વધુ છે. તમને એ જાણીને નવાઈ થશે કે આ હોટલમાં સૌથી સસ્તો રૂમ પણ 25 હજારથી વધુ રૂપિયાનો છે.
અહીયા જુવો કપલના હનીમુનની તસ્વીરો.

હાલમાં, નેહા અને રોહનપ્રીત સિંહ એક બીજાના થયા પછી તેના લગ્નજીવનને ખુલીને એન્જોય કરી રહ્યા છે. આપણે પણ કપલને તેના લગ્નનો એક મહિનો પૂરો થવા ઉપર ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ. તો તમને નેહુ દ્વારા શેર કરવામાં આવેલો રોમાન્ટિક વિડીયો કેવો લાગ્યો? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સૂચન હોય તો જરૂર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.