કિન્નરોએ ઘેરી લીધી વરરાજા આદિત્ય નારાયણની ગાડી, પછી કરવા લાગ્યા આવી હરકતો : જુઓ વિડીયો

0
191

વરરાજા આદિત્ય નારાયણની ગાડીને કિન્નરોએ ઘેરી લીધી, પછી કર્યું આવું કામ કે આપવા પડ્યા પૈસા. બોલીવુડના મહાન ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણના લગ્ન તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે થઇ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી આ લગ્ન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. છેવટે મંગળવારની સાંજે શ્વેતા અને આદિત્ય કાયમ માટે એક બીજાના થઇ ગયા. આ લગ્નથી આદિત્યના પ્રસંશક પણ ઘણા ખુશ છે.

લગ્નના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓમાં છે. એક વિડીયોમાં તો લોકોએ ઘણો જ સુંદર નજરો જોવા મળ્યો. આમ તો મંગળવારની સાંજે જયારે આદિત્ય જાન લઈને નીકળ્યા તો વચ્ચે તેને થોડા કિન્નર મળી ગયા.

આદિત્ય નારાયણની જાનનો એક વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં આદિત્ય નારાયણની ગાડીને થોડા કિન્નરો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે અને તે બધા આદિત્યને આશીર્વાદ આપી રહ્યા છે. સાથે જ ગાયક પાસે પૈસા પણ માગવામાં આવી રહ્યા છે. બીજી જ ક્ષણે આદિત્યની સાથે ગાડીમાં બેઠેલા લોકો કિન્નરોને પૈસા આપતા જોવા મળે છે.

અહિયાં જુવો વિડીયો : આદિત્ય અને શ્વેતાના લગ્નના ઘણા બધા ફોટા અને વિડીયો સાથે આ સુંદર વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. પોતાના દીકરાના લગ્નમાં મહાન ગાયક ઉદિત નારાયણ પણ ઘણા ખુશ જોવા મળે છે અને તેમણે જોરદાર ડાંસ પણ કર્યો આદિત્યની માં દીપા પણ દીકરાના લગ્નમાં ડાંસ કરતી જોવા મળે છે.

આ કલાકારોને મોકલવામાં આવ્યું આમંત્રણ : મહાન ગાયક ઉદિત નારાયણના દીકરાના લગ્ન માટે બોલાવવામાં આવેલા મહેમાનો વિષે વાત કરતા જણાવ્યું હતું કે, આદિત્ય અને શ્વેતાના લગ્ન મંદિરમાં થશે. જેમાં 50 લોકો સામેલ થશે અને ત્યાર પછી રીસેપ્શન થશે. મેં પીએમ મોદી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્રજી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિતને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ કોવીડ મહામારીને ધ્યાનમાં લઈને ખબર નહિ કે તે બધા આવશે કે નહિ,’

જે સમાચાર છે તે મુજબ, આદિત્ય અને શ્વેતાના લગ્નમાં આમાંથી કોઈ કલાકાર જોવા મળ્યા ન હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને જ આ મહેમાનોમાંથી કોઈએ પણ આદિત્ય અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં ભાગ લીધો ન હતો. આશા રાખીએ કે બંનેના લગ્નના રીસેપ્શનમાં ઇન્ડસ્ટ્રીના આ બધા મોટા કલાકારો હાજર થઇ શકે.

લગ્ન પછી આદિત્યનું નિવેદન, કહ્યું – મારું સપનું સાચું થઇ ગયું : પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન થયા પછી આદિત્ય નારાયણે મોટું નિવેદન આપતા કહ્યું કે તેનું સપનું સાચું થઇ ગયું છે. તેમણે કહ્યું કે શ્વેતા અને હું પરણિત છીએ તે સપના જેવું લાગે છે. તે એક સપના જેવું છે, જે સાચું થઇ ગયું. હું શ્વેતા સિવાય કોઈ બીજા સાથે મારું જીવન પસાર કરવા વિષે વિચારી પણ નથી શકતો. તેણે મને એક સારો માણસ બનવામાં મદદ કરી છે. શ્વેતા તે વ્યક્તિ છે જેની સાથે હું એ હોઉં છું જે હું છું.

આદિત્યના પિતાના જન્મ દિવસ ઉપર આપી વિશેષ ભેંટ : કાલે ઉદિત નારાયણનો 65મો જન્મ દિવસ પણ હતો અને આદિત્યએ તેના પિતાને લગ્ન કરી વિશેષ ભેંટ અર્પણ કરી. આદિત્યએ ગયા મહિનામાં જ આ વાતનો ખુલાસો કરી દીધો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આદિત્ય અને શ્વેતા એક બીજાને 11 વર્ષથી ઓળખે છે અને બંને લાંબા સમય પછી તેના સંબંધોને નવું નામ આપવાનો નિર્ણય લીધો.

આ માહિતી ઈંડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.