ભૂલથી પણ ક્યારેય પણ આ વસ્તુનું દાન કિન્નરોને કરવું નહિ, નહિ તો રડતા-રડતા પસાર થઇ જશે આખુ જીવન.

0
2085

જો લિંગ અનુસાર જોઈએ તો આ દુનિયામાં ભગવાને સ્ત્રી, પુરુષ અને કિન્નર બનાવ્યા છે. કિન્નર એટલે એવા લોકો જે ન તો સ્ત્રી છે અને ન તો પુરુષ છે. આપણો સમાજ તેમને અલગ દ્રષ્ટિથી જુએ છે. એમને સામાન્ય લોકો જેટલું સમ્માન નથી મળતું. અને જો કોઈ પરિવારમાં કોઈ બાળકનો જન્મ કિન્નર તરીકે થઇ જાય છે, તો તેના કુટુંબ વાળા તે બાળકનો ત્યાગ કરી દે છે, અને તે બાળકને કિન્નરોની વસ્તીમાં મુકી આવે છે.

લોકોનું માનવું છે કે, એક કિન્નર બાળક કિન્નરો સાથે જ રહે તો સારું છે. જો એવું ન થાય તો સમાજ એ કુટુંબને સન્માનની દ્રષ્ટિથી નથી જોતો. હાલમાં જ ભારત સરકારે દેશમાં કિન્નરો માટે પણ સન્માનથી જીવવા અને કોઈપણ ધંધાને કરવાનો કાયદેસર અધિકાર આપ્યો છે.

જો કિન્નરોની વાત આવે તો હંમેશા તમે જોયું હશે કે, કિન્નર કોઈના લગ્ન કે બાળકના જન્મ ઉપર નાચવા-ગાવા માટે આવે છે, અને તેને પૈસા ભેટ વગેરે આપે છે.

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે, કિન્નરોને દાન આપવું શુભ હોય છે. અને તેને ક્યારે પણ ખાલી હાથ મોકલવા જોઈએ નહિ. જો કિન્નરોને ઘરેથી ખાલી હાથ પાછા કાઢીએ છીએ, તો તે આપણા માટે અશુભ હોઈ શકે છે. જો તમે કિન્નરોને દાન દીધું અને તે ખુશ રહેવાના આશીર્વાદ આપે છે, તો તમારા જીવનમાં ક્યારે પણ સમસ્યાઓ નથી આવતી.

અને એનાથી વિપરીત જો તમે એમને દાન ન આપ્યું, અને તેમને દુ:ખી કર્યા તો તેમના દ્વારા આપવામાં આવેલા શ્રાપથી તમારું જીવન બરબાદ થઇ જશે. એટલા માટે કિન્નરોને ક્યારેય પણ ખાલી હાથ પાછા કાઢવા જોઈએ નહીં. તેમજ અમુક એવી વસ્તુઓ છે જેનું દાન કિન્નરને કરવું જોઈએ નહિ. એવું કરવું તમારા માટે અશુભ સાબિત થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

૧. આમ તો કિન્નરોને દાન કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ એમને દાનમાં સાવરણી ભૂલથી પણ આપવી જોઈએ નહિ. એમને સાવરણીનું દાન કરવું ઘણું અશુભ માનવામાં આવે છે.

તમારે સાવરણીનું દાન કરવું હોય તો એને કોઈ મંદિરમાં કરી શકો છો. પરંતુ કિન્નરોને ક્યારે પણ સાવરણી દાન ન કરો. આમ પણ સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, અને તેવામાં તમે ઘરની લક્ષ્મીનું દાન કિન્નરને કરો છો, તો માં લક્ષ્મી તમારાથી રૂઠી જશે અને તમારા ઘરમાં તેનો વાસ નહિ રહે.

૨. હંમેશા આપણે ગરીબોને આપણા કપડા દાનમાં આપીએ છીએ. પરંતુ જણાવી દઈએ કે કિન્નરોને ક્યારેય પણ કપડાનું દાન કરવું જોઈએ નહિ. જો કિન્નરો તમારી પાસે કપડાની માંગ કરે તો પણ તેને કપડા દાન ન કરવા. બની શકે તો તેને કપડાને બદલે પૈસા આપી દો, અને કહો કે તે બજાર માંથી તમને ગમે એવા નવા કપડા ખરીદી લો. જો તમે એમણે કપડા દાન કર્યા તો તમને રાહુ-કેતુનો દોષ લાગી શકે છે.

અને તમે તો જાણો જ છો કે રાહુ-કેતુના દોષથી દરેક વ્યક્તિ બચવા માંગે છે. એટલા માટે ક્યારે પણ કિન્નરોને કપડા દાન ન કરો. તેમજ તેમને ઘરમાંથી ખાલી હાથ પણ ન કાઢવા જોઈએ. કેમ કે જો તે તમારા ઘરેથી ખાલી હાથ જશે અને તેમણે જો તમને શ્રાપ આપી દીધો, તો તમારૂ જીવન બરબાદ થઇ જશે. એટલા માટે હંમેશા પ્રયત્ન કરો કે તે તમારા ઘરેથી ખુશ થઈને અને તમને આશીર્વાદ આપીને જાય.