બધાથી સંતાડીને રાત્રે કાઢવામાં આવે છે કિન્નરોની અંતિમ યાત્રા, કોઈને જોવાની પણ પરવાનગી હોતી નથી

0
795

કિન્નરોની અંતિમ યાત્રા સામાન્ય લોકોની જેમ નથી નીકળતી, તેમજ તેને જોવાની કોઈને પરવાનગી પણ નથી હોતી

આપણા સમુદાયમાં કિન્નરોને સારી નજરથી નથી જોવામાં આવતા. પરંતુ તેમના આશીર્વાદને ઘણા જ અસરકારક માનવામાં આવે છે. તેમજ કોઈ પણ માણસ તેમનો શ્રાપ નથી લેવા માંગતા. લગ્ન કે બાળક થવાના સમયે કિન્નરોનું આવવું શુભ માનવામાં આવે છે અને લોકો તેના આશીર્વાદ જરૂર લે છે.

કિન્નરોનું જીવન કેવું હોય છે તેની ઉપર લોકો દ્વારા ચર્ચા નથી કરી શકાતી. અને કિન્નરોનું જીવન એક રહસ્યમય જીવન માનવામાં આવે છે. આજે અમે તમને કિન્નરોના જીવન સાથે જોડાયેલી થોડી એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે કદાચ નહિ જાણતા હોય.

કિન્નરોને ત્રીજું જેન્ડર માનવામાં આવે છે, અને કિન્નરોની દુનિયા આપણા લોકોની દુનિયાથી એકદમ અલગ હોય છે. એવું કહેવામાં આવે છે કે તેમને પોતાના મૃત્યુનો આભાસ પહેલાથી જ થઈ જાય છે, અને મૃત્યુનો આભાસ થવા સાથે જ તે દુનિયાથી દુર થઇ જાય છે અને એકલા જ રહેવાનું શરુ કરી દે છે. એટલું જ નહિ કિન્નરોને જ્યારે પોતાના મૃત્યુનો આભાસ થાય છે, તો તે ભોજન કરવાનું બંધ કરી દે છે અને માત્ર પાણી જ પીધા કરે છે.

ઈશ્વરને કરે છે પ્રાર્થના :

મૃત્યુ આવવાના થોડા દિવસો પહેલા જ કીન્નર ભગવાનની પ્રાર્થનામાં લાગી જાય છે અને ભગવાન પાસે બસ એવી પ્રાર્થના કરે છે કે, તેને આવતા જન્મમાં કિન્નર ન બનાવે. જ્યારે બીજા કિન્નરોને પોતાના સાથીના મૃત્યુ થવા વિષે ખબર પડે છે, તો તે પોતાના સાથી પાસે આશીર્વાદ જરૂર લે છે. ખાસ કરીને માન્યતા છે કે, મરણપથારી ઉપર રહેલા કિન્નરના આશીર્વાદ લેવા ઘણા સારા માનવામાં આવે છે, અને તેના દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ જરૂર ફળે છે.

નથી પડવા દેતા બીજા લોકોને મૃત્યુના સમાચાર :

જયારે કોઈ કિન્નરને મૃત્યુનો આભાસ થાય છે તો તેની માહિતી માત્ર કિન્નર સમાજને જ આપવામાં આવે છે. કિન્નર સમાજ ઉપરાંત કોઈ બહારની વ્યક્તિને કિન્નરના મૃત્યુના સમાચાર ન થાય તેની સાવચેતી પણ રાખવામાં આવે છે. ત્યાં સુધી શબ દફનાવવાની જાણકારી પણ લોકોને નથી આપવામાં આવતી.

અલગ રીતે નીકળે છે શબ યાત્રા :

કિન્નરોની શબ યાત્રા પણ ઘણી જ અલગ રીતે કાઢવામાં આવે છે. તેના શબને ઉભું કરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે. તેમજ કિન્નરની શબ યાત્રા જોવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જો સામાન્ય લોકો મૃત કિન્નરનું શરીર જોઈ લે છે તો તે આવતા જન્મમાં કીન્નર બની જાય છે.

મૃત કિન્નરને આપવામાં આવે છે ગાળો :

કિન્નરના મર્યા પછી તેને બીજા કિન્નરો દ્વારા ઘણી બધી ગાળો દેવામાં આવે છે, અને અંતિમ યાત્રા પહેલા મૃતકને બુટ ચપ્પલથી મારવામાં પણ આવે છે. જેથી જો કિન્નરથી કોઈ ભૂલ થઇ હોય તો તેનું પ્રાયશ્ચિત થઇ જાય અને આવતા જન્મ તે સામાન્ય માણસ બનીને આવે.

રાત્રે દાટવામાં આવે છે :

કિન્નરોના શબને સળગાવવામાં નથી આવતું અને કિન્નરોનો અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે જ થાય છે. તેના શબને રાતના સમય દાટવામાં આવે છે. જેથી કોઈ માણસ તેને જોઈ ન લે. તેમના શબને દાટવા પહેલા કિન્નરના મોઢામાં પવિત્ર નદીનું પાણી પણ નાખવામાં આવે છે.

એક અઠવાડિયા સુધી રાખે છે ઉપવાસ :

પોતાના નજીકના કિન્નરનું મૃત્યુ થયા પછી કિન્નરો દ્વારા એક અઠવાડિયા સુધી ઉપવાસ કરવામાં આવે છે, અને ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે, મૃતક કિન્નરને આવતા જન્મમાં સામાન્ય માણસનું જીવન જીવવા મળે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.