ચા ના 78 હજાર રૂપિયા ચૂકવ્યા પછી ફરી ચર્ચામાં આવ્યા કિકુ, દીકરાએ કહ્યું : જીવન મુશ્કેલ છે, પપ્પા…

0
392

‘ધ કપિલ શર્મા શો’ માં પોતાની કોમેડીથી ધૂમ મચાવા વાળા કોમેડિયન કિકુ શારદાએ થોડા સમય પહેલા જ પોતાના દીકરાનો એક ફોટો શેયર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં કિકુ શારદાનો દીકરો ભણતો હોય એવું દેખાઈ રહ્યું છે. કિકુ શારદાએ પોતાના દીકરાનો ફોટો શેયર કરવાની સાથે એક કેપ્શન પણ શેયર કર્યું છે.

લોકો કોમેડિયન કિકુ શારદા દ્વારા પોસ્ટ કરેલા ફોટા પર કમેન્ટ કરી રહ્યા છે. એમણે પોતાના દીકરાના ફોટાને ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. પોતાના દીકરાના ફોટાને શેયર કરતા એમણે કેપ્શનમાં લખ્યું કે. ‘મારા દીકરાએ થોડા સમય પહેલા કહ્યું જીવન ઘણું મુશ્કેલ છે પપ્પા… તમે ઘણા લકી છો કે તમારે હોમવર્ક નથી કરવું પડતું… હાં હું લકી છું શૌર્ય.’

કોમેડિયન કિકુ શારદાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાએ કહેલી વાતને પોતાના પ્રશંસકો સાથે શેયર કરી. કિકુના દીકરાનું નામ શૌર્ય શારદા છે. કિકુ શારદા પોતાની પોસ્ટ દ્વારા એ જણાવવા માંગે છે કે, એમનો દીકરો એમને એ કારણથી લકી માને છે કે, એમણે સ્કૂલનું હોમવર્ક નથી કરવું પડતું. કિકુ શારદા આજકાલ ‘ધ કપિલ શર્મા શો’ માં બચ્ચા યાદવ, અચ્છા યાદવ અને બંપરનું પાત્ર ભજવીને લોકોને ખુબ હસાવી રહ્યા છે.

દર્શકો કીકુની કોમેડીને ખુબ પસંદ કરે છે. કિકુ શારદા એક ભારતીય હાસ્ય અભિનેતા અને ફિલ્મ અને ટીવી એક્ટર છે. કિકુ શારદાએ ટીવીના પ્રખ્યાત શો ‘હાતિમ’ માં હોબોનું પાત્ર ભજવ્યું હતું. એના સિવાય કિકુ અત્યાર સુધીમાં એફ.આઈ.આર શો માં કોન્સ્ટેબલ મુલાયમ સિંહ ગુલગુલે અને કોમેડી શો અકબર બીરબલમાં અકબરનું પાત્ર ભજવી ચુક્યા છે.

કિકુ આજકાલ ઘણી મુશ્કેલીમાં ફસાઈ ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર કિકુ શારદાની સાથે 6 લોકો પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ નિર્દેશક નિતિન કુલકર્ણીએ લગાવ્યો છે. નિતિન કુલકર્ણીએ 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર લખાવી છે. આ એફઆઈઆરમાં કિકુ શારદાનું નામ પણ શામેલ છે. આ 6 લોકો મુંબઈ ફેસ્ટ નામની ચેરીટેબલ સંસ્થા સાથે જોડાયેલા છે. આ લોકો પર 50.70 લાખની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ વિષયમાં જયારે કિકુ શારદાને પૂછવામાં આવ્યું તો એમણે પોતાના પર લગાવેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા છે. આ આરોપ વિષે જણાવતા કિકુ શારદાએ કહ્યું કે, મેં બીજા સેલિબ્રિટીઓની જેમ આ ઈવેન્ટ અટેંડ કરી હતી. હું મુંબઈથી છું. હા, મારા પપ્પા આ સંસ્થાના સેક્રેટરી હતા. કોઈ પણ કારણ વગર મને આ કેસમાં ધકેલવામાં આવી રહ્યો છે.

તો નિતિન કુલકર્ણીએ અંબોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. પોલીસનું કહેવું છે કે, નિતિન કુલકર્ણીને મુંબઈ ફેસ્ટ માટે સેટ ડિઝાઈન કરવાનું કામ આપવામાં આવ્યું હતું. તે ગયા વર્ષે જાન્યુઆરીમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એમ.એમ.આર.ડી.એ ગ્રાઉન્ડમાં આયોજિત થયેલો 3 દિવસનો પ્રોગ્રામ હતો.

નીતિન કુલકર્ણીએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે, એમના અને ટ્રસ્ટ વચ્ચે એક કરાર થયો હતો. એમણે જે રકમ આપવાનો વાયદો કર્યો હતો તે 50.70 લાખ રૂપિયા હતી. અને એમને જે ચેક આપવામાં આવ્યો એ બાઉન્સ થઈ ગયો. કિકુ શારદાના પિતા અમરનાથ શારદા આ ટ્રસ્ટના સેક્રેટરી છે. પણ કિકુ શારદાએ એ દાવો કર્યો છે કે, તે આ સંસ્થા સાથે નથી જોડાયેલા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.