ખુશખબર વેચાણ ઘટ્યું તો વધી ગયું ડિસ્કાઉન્ટ, 60 હજારથી લઈને 90 હજાર રૂપિયા સુધી સસ્તી મળી રહી છે આ કારો

0
938

મારુતિ સુઝુકી, હોંડા, હુંડઈ સહીત ઘણી કપનીઓ કારો ઉપર આપી રહી છે વધુમાં વધુ છૂટ

દેશમાં હાલના સમયમાં ઓટો સેક્ટરમાં મંદીનો માર સહન કરી રહી છે. પ્રવાસી વાહનોના વેચાણમાં લગભગ ૧૯ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંદીને કારણે ઘણી ઓટો નિર્માતા કંપનીઓ અવાર નવાર ઉત્પાદન ઉત્પાદન બંધ કરી રહી છે. હવે કંપનીઓએ મંદીનો સામનો કરવા અને વાહનોનું વેચાણ વધારવા માટે નવી પદ્ધતિ બહાર પાડી છે. તેના માટે કંપનીઓએ કારો ઉપર ડીસ્કાઉંટ વધારી દીધું છે.

મારુતિ સુઝુકી, હોન્ડા, હુંડઈ સહીત ઘણી કંપનીઓ પોતાની કારો ઉપર ૬૦,૦૦૦ થી લઈને ૯૦,૦૦૦ રૂપિયા સુધી ડિસ્કાઉંટ આપી રહી છે. આવો જાણીએ કઈ કંપની કઈ કાર ઉપર કેટલું ડિસ્કાઉંટ આપી રહી છે.

સ્વીફ્ટ ડીઝાયર : સ્વીફ્ટ ડીઝાયર મારુતિ સુઝુકીએ સૌથી વધુ વેચાણ વાળી કારો માંથી એક છે. મંદીને કારણે તેના વેચાણ ઉપર પણ અસર પડી છે. હવે કંપનીએ તેનું વેચાણ વધારવા માટે તેની ઉપર આપવામાં આવતા ડિસ્કાઉંટ વધારી દીધું છે. હવે મારુતિ આ કાર ઉપર ૨૫,૦૦૦ રૂપિયાનું વધારાનું ડિસ્કાઉંટ ઉમેર્યું છે. બીજા ડિસ્કાઉંટમાં એક્સેન્જ બેનીફીટ, મફત વીમો, મફત એસેસરીઝ વગેરે રહેલા છે.

સ્વીફ્ટ ડીઝલ : દેશમાં ઇલેક્ટ્રિક, હાઈબ્રીડ અને સીએનજી વ્હીકલ ઉપર આપવામાં આવતી રાહતોનું કારણ ડીઝલ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. તે કારણ છે કે મારુતિ સુઝુકી સ્વીફ્ટના ડીઝલ વેરીયંટના વેચાણમાં પણ ઘટાડો થયો છે. તે કારણે કંપની આ કાર ઉપર ૬૭,૭૯૬ રૂપિયાનું સ્પેશ્યલ ડિસ્કાઉંટ આપી રહી છે. તેમાં ૪૨,૭૩૬ રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને ૨૫,૦૦૦ રૂપિયાનું બીજું ડિસ્કાઉંટ રહેલું છે.

સીયાઝ : મારુતિ પોતાની એક બીજી કાર સીયાઝ ઉપર ૭૦,૦૦૦ રૂપિયા ડિસ્કાઉંટ આપી રહી છે. તેમાં ૪૦,૦૦૦ રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને ૩૦,૦૦૦ રૂપિયા બીજા ડિસ્કાઉંટ રહેલા છે.

આઈ-૧૦ : દેશની બીજા નંબરની મોટી કાર નિર્માતા કંપનીમાં ગણવામાં આવતી હુંડઈ મોટર્સ પોતાની સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર આઈ-૧૦ ઉપર સૌથી વધુ ૯૫ હજાર રૂપિયાનું ડિસ્કાઉંટ આપી રહી છે. તેમાં ૬૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને ૩૫ હજાર રૂપિયાના બીજા ડિસ્કાઉંટ રહેલા છે. એટલે હાલના સમયમાં આ કાર ખરીદવી તમારા માટે ફાયદાકારક રહી શકે છે.

હોન્ડા અમેજ : હોન્ડા મોટર્સના પ્રમુખ સેડાન કાર હોંડા અમેજનું વેચાણ વધારવા માટે ૬૦ હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉંટની જાહેરાત કરી છે. તેમાં ૪૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને ૨૦ હજાર રૂપિયાના બીજા ડિસ્કાઉંટ રહેલા છે.

હોંડા સીટી : હોંડા મોટર્સ પોતાની એક બીજી લોકપ્રિય કાર હોંડા સીટી ઉપર ૬૦ હજાર રૂપિયા ડિસ્કાઉંટની જાહેરાત કરી રહી છે. તેમાં ૪૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને ૨૦ હજાર રૂપિયા બીજા ડિસ્કાઉંટ રહેલા છે, આ તમામ ડિસ્કાઉંટમાં ડીલર મુજબ ફેરફાર થઇ શકે છે.

એટલા માટે વધાર્યું ડિસ્કાઉંટ

જાણકારોના જણાવ્યા મુજબ, વેચાણ ન હોવાને કારણે ડીલર કંપનીઓ પાસેથી કાર નથી મગાવતાં. તે કારણે કંપનીઓ પાસે બનાવવવામાં આવેલી કારોનો ઘણો સ્ટોક થઇ ગયો છે. તેમાં ૯૦ ટકાથી વધુ સ્ટોક જુના ઉત્પાદન ધોરણ બીએસ-4 વાળા છે. ૧ એપ્રિલ ૨૦૨૦થી દેશમાં નવા ઉત્પાદન ધોરણ બીએસ-6 લાગુ પડી જશે. ત્યાર પછી બીએસ-4 ધોરણ વાળા વાહનોનું વેચાણ બંધ થઇ જશે. એટલે બીએસ-4 ધોરણ વાળા વાહનોનું વહેલામાં વહેલી તકે વેચાણ માટે કાર કંપનીઓએ ડિસ્કાઉંટ વધાર્યું છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.