ખુશખબર : નાના દેવાથી પરેશાન લોકો માટે ખુશખબર, લોન માફ કરશે સરકાર, જાણો વધુ વિગત.

0
839

ઈંસોલ્વેંસી એંડ બેંકરપ્સી કોડના કેશ સ્ટાર્ટ જોગવાઈ હેઠળ આપવામાં આવશે રાહત, ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો પડશે ભારણ

નાની લોનો હેઠળ દબાયેલા લોકોને કેન્દ્રની મોદી સરકાર મોટી ભેંટ આપી શકે છે. તેની હેઠળ આ લોકોને નવેસરથી શરુઆત કરવાની તક પૂરી પાડવા માટે સરકાર તેમની લોન માફ કરી શકે છે. તે બધું ઈંસોલ્વેંસી એંડ બેંકરપ્સી કોડ (આઈસીબી)ના ફ્રેશ સ્ટાર્ટ જોગવાઈ હેઠળ કરવામાં આવી શકે છે. તેને લઈને યોજના તૈયાર થઇ રહી છે.

માઈક્રો ફાઇનેંસ ઇન્ડસ્ટ્રી સાથે થઇ રહી છે વાતચીત

પીટીઆઈને આપવામાં આવેલી એક માહિતીમાં કોરપોરેટના સચિવ ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને લોન માંથી મુક્તિ અપાવવા માટે લોન માફીની યોજના બનાવવામાં આવી રહી છે. તેના સ્વરૂપને લઈને માઈક્રો ફાઇનેંસ ઇન્ડસ્ટ્રી સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે આ લોન માફી વ્યક્તિગત ઉઠામણાં સાથે જોડાયેલી બાબતોમાં આપવામાં આવશે. જો કે આર્થિક રીતે ગરીબ લોકોને સૌથી વધુ દુઃખી કરે છે.

પાંચ વર્ષમાં એક વખત મળશે લોન માફીનો લાભ

તેમણે જણાવ્યું નવેસરથી શરુઆત માટે એક વખત લોન માફી યોજનાનો લાભ લઇ લીધો તો આવતા પાંચ વર્ષ સુધી તેનો લાભ મળી શકશે નહિ. તેમણે જણાવ્યું કે અમે માઈક્રો ફાઈનેંસ ઇન્ડસ્ટ્રી સંતુષ્ટિ અને સુરક્ષાના તમામ ઉપાયો ઉપર પણ કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તર ઉપર આ યોજનાં લાગુ કરવા માટે ત્રણથી ચાર વર્ષમાં સરકાર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

એવું કહે છે આઈબીસી

આઈબીસીની નવી શરુઆત હેઠળ ઘણા પ્રકારની જોગવાઈ છે. તેની હેઠળ તેની હેઠળ લોન માફી યોજનાના લાભાર્થીની વાર્ષિક આવક ૬૦,૦૦૦ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. દેવાદાર એસેટસની માર્કેટ વેલ્યુ ૨૦ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત લાભાર્થી પાસે પોતાના નામે ઘર પણ ન હોવું જોઈએ. ભલે આઈબીસી હેઠળ તેમની વિરુદ્ધ પીટીશન લગાવવામાં આવી હોય કે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.