ખુશખબર : હવે વીમા પોલિસી સમય પહેલા બંધ કરશો, તો પાછા મળી જશે આટલા ટકા રૂપિયા.

0
1152

આજના સમયમાં ખુબ વધુ પ્રમાણમાં અકસ્માતો જોવા મળે છે. તે અકસ્માત પછી વાહનોથી હોય કે કોઈ બીજી રીતે અને તેના માટે સરકારે મદદ માટે ઘણા પ્રકારની યોજનાઓ જાહેર કરી છે, તેમાંથી એક છે વીમા યોજના, આ વીમા યોજનામાં કોઈપણ વ્યક્તિનું કોઈપણ રીતે અકસ્માત થાય છે, તો તેને વીમા કંપનીના નિયમ મુજબ જે તે વ્યક્તિને તે વિમાની રકમ મળી જાય છે, અને આ વીમા કંપનીઓ પોતાના નિયમોમાં અવાર નવાર સુધારા કરતી રહે છે, એવો જ એક સુધારો હાલમાં જ કરવામાં આવ્યો છે.

વીમા પોલીસીને બંધ કરાવવાથી પાછા મળશે ૯૦ ટકા રકમ :-

ભારતીય વીમા વીનિયામક પ્રાધીનીકરણ (ઈરડા) એ વીમા પોલીસ અંગે નવા આદેશો બહાર પાડ્યા છે. તે લાગુ થતા જ વીમા યોજનાને બંધ કરવા કે બંધ પોલીસીને ફરી વખત ચાલુ કરવું સરળ બની જશે. તેવામાં વીમાધારકને સાત વર્ષ સુધી પોલીસી ચલાવ્યા પછી બંધ કરાવે તો ૯૦ ટકા સુધી પૈસા પાછા મળી જશે. અને વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો ઓછામાં ઓછું સરખા હપ્તે વર્ષના પ્રીમીયમની સાત ગણાથી ઓછી નહિ રહે, જો કે પહેલા તે ૧૦ ગણા હતા.

કુદરતી આફતમાં થઇ શકશે ૨૫ ટકા મુજબ વધુમાં વધુ ઉપાડ :-

હિન્દુસ્તાન સમાચારપત્રના સમાચાર મુજબ વિમાની રકમ ઓછી થવાથી માર્ટેલીટી ખર્ચ પણ ઓછું થશે. જેથી વધુ પૈસાનું રોકાણ કરી શકાશે અને વધુ રીટર્ન મળશે. ઈરડાએ બંધ પડેલી બજાર સાથે જોડાયેલી વીમા પોલીસીને (ફરી શરુ કરાવવા) નો સમયગાળો બે થી ત્રણ વર્ષ, અને પારંપરિક વીમા ઉત્પાદનો માટે પાંચ વર્ષ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ લીંકડ પોલીસી રીવાઈઝલ કરાવવી છે, તો વીમા કંપની પાસે તેને ત્રણ વર્ષની અંદર ફરી શરુ કરવાનો વિકલ્પ રહેશે. જો કોઈ યુલીપ વીમા પોલીસી સાથે રાઈડર લે છે, તો તે પૈસા તેની એનવીમાંથી કાપવામાં નહિ આવે, પરંતુ પ્રીમીયમ તરીકે વસુલ કરવામાં આવશે. ઈરડાના નવા નિયમ પછી હવે પેન્શન ઉત્પાદનોમાં વધુ ઉપાડ કરી શકાશે. કુદરતી આફતમાં ૨૫ ટકા વધુમાં વધુ ઉપાડ થઇ શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.