ખુબ જ ચમત્કારી છે આ મંત્ર, જાણો આ મંત્રના જાપનો લાભ

0
2595

મહામૃત્યુંજય મંત્ર એક શ્લોક છે, જેનું વર્ણન આપણેને ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદમાં આ મંત્રને ઘણો શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. ઋગ્વેદ મુજબ આ મંત્રના જાપ કરવાથી મ્રત્યુથી બચી શકાય છે અને મ્રત્યુ ટાળી શકાય છે. આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવજી પાસે એક આરોગ્યપ્રદ જીવનની કામના કરીએ છીએ. ઋગ્વેદમાં ત્રણ પ્રકારના મહામૃત્યુંજય મંત્ર દર્શાવામાં આવ્યા છે. જેના નામ મહામૃત્યુંજય મંત્ર, સંપુટયુક્ત મહામૃત્યુંજય મંત્ર અને લઘુ મહામૃત્યુંજય મંત્ર છે.

મહામૃત્યુંજય મંત્ર

|| महा मृत्युंजय मंत्र ||

ॐ त्र्यम्बक यजामहे सुगन्धिं पुष्टिवर्धन्म।

उर्वारुकमिव बन्धनामृत्येर्मुक्षीय मामृतात् !!

સંપુટયુક્ત મહામૃત્યુંજય મંત્ર

ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्ब्कं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्ध્नान् मृत्योजर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ !!

લઘુ સંપુટયુક્ત મહામૃત્યુંજય મંત્ર

ॐ जूं स माम् पालय पालय स: जूं ॐ। किसी दुसरे के लिए जप करना हो तो-ॐ जूं स (उस व्यक्ति का नाम जिसके लिए अनुष्ठान हो रहा हो) पालय पालय स: जूं ॐ।

ઘણો જ પ્રભાવશાળી છે આ મંત્ર

મહામૃત્યુંજય મંત્ર ઘણો ચમત્કારી મંત્ર છે અને આ મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુને રોકી શકાય છે. આ મંત્રને ઘણો પ્રભાવશાળી માનવામાં આવે છે અને આ મંત્રના જાપ કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. સાસ્ત્રોમાં મહામૃત્યુંજય મંત્ર વિષે વર્ણન કરવામાં આવ્યું છે કે આ મંત્રના જાપ કરવાથી ઘણા પ્રકારની તકલીફો માંથી મુક્તિ મળી શકે છે.

આ મંત્ર વાંચવાથી રોગ દુર થઇ જાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલી પણ ટળી જાય છે. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી દરેક મનોકામનાને પૂરી કરી શકાય છે અને ઘણા પ્રકારની સ્થિતિઓમાં આ મંત્રના જાપ કરવા ફાયદાકારક હોય છે. તો આવો જાણીએ આ મંત્રના જાપ કઈ કઈ સ્થિતિઓમાં કરી શકાય છે.

આ સ્થિતિઓમાં કરો મહામૃત્યુંજય મંત્રના જાપ :-

જો તમારે ધનની ખામી પડી રહી છે, તો તમે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. આ મંત્રના જાપ કરવાથી ધનમાં નુકશાની થતી નથી.

કોઈ પ્રકારના રોગ થવા ઉપર જો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે, તો રોગ એકદમ ઠીક થઇ હાય છે અને રોગોમાથી મુક્તિ મળી જાય છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી સંતાન પ્રાપ્તિ સરળતાથી થઇ જાય છે. એટલા માટે જે લોકોને સંતાન નથી તે લોકો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાનું શરુ કરી દે.

જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે તો તકલીફમાંથી છુટકારો મળી જાય છે.

ઘરમાં ઝગડા થાય તો તમે આ મંત્રના જાપ કરવાના શરુ કરી દો. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી ઘરના ઝગડા તરફ દુર થઇ જાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.

ખરાબ સપના આવે તો આ મંત્રના જપ કરવામાં આવે તો ખરાબ સપના આવવાના બંધ થઇ જાય છે. કેટલી વખત કરવા જોઈએ આ મંત્રના જાપ.

મહામૃત્યુંજય મંત્રના જાપ તમે તમારી તકલીફોના હિસાબે કરો. સામાન્ય રીતે આ મંત્રના જાપ ઓછામાં ઓછા ૧૦૮ વખત કરવા ઉત્તમ માનવામાં આવે છે. અને તકલીફોના હિસાબે આ મંત્રના જાપ હજાર વખત પણ કરવામાં આવે છે.

સંતાન પ્રાપ્તિ માટે તમે આ મંત્રના જાપ સવા લાખ વખત કરો.

અકાળે મૃત્યુથી બચવા માટે પણ આ મંત્રના જાપ સવા લાખ વખત કરવામાં આવે છે.

કોઈ રોગથી બચવા માટે કે કોઈ રોગમાંથી છુટકારો મેળવવા માટે તમે મહામૃત્યુંજય મંત્રના જાપ ૧૧૦૦૦ વખત કરો.

જો કોઈ વ્યક્તિ મરણ પથારી એ છે કે ડોક્ટર એ પણ હાથ નીચે મૂકી દીધા છે, તો મહામૃત્યુંજય મંત્ર જો સિદ્ધ કર્યો છે તો ચોક્કસ તે વ્યક્તિનું મૃત્યુ ટળી જશે. ઋષિ માર્કડેયએ મહામૃત્યુંજય મંત્રની શક્તિ દ્વારા પણ પોતાનું મૃત્યુને ટાળી દીધું હતું. યમરાજને ખાલી હાથે પાછા યમલોક જવું પડ્યું હતું. લંકાપતિ રાવણ પણ મહામૃત્યુંજય મંત્રનો સાધક હતો. એ મંત્રની અસરથી તેણે દસ વખત પોતાના નવ માથા કાપીને તેને અર્પણ કરી દીધા હતા.

કેવી રીતે કરવા મહામૃત્યુંજય મંત્રના જાપ :-

મહામૃત્યુંજય મંત્રના જાપ કરતી વખતે ઘણા પ્રકારની વિશેષ વાતો ઉપર ધ્યાન આપવું પડે છે અને આ મંત્રના જાપ માત્ર રુદ્રાક્ષની માળા ઉપર જ કરવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર જાપ કરવા સાથે જોડાયેલી વિધિ આ મુજબ છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ તમે સોમવારના દિવસે જ શરુ કરો. કેમ કે સોમવારનો દિવસ શિવજી ભગવાન સાથે જોડાયેલો છે અને સોમવારે આ મંત્રના જાપ કરવાથી વધુ લાભ મળે છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ સવારના સમયે કરવા જોઈએ. ૧૨ વાગ્યે આ મંત્રના જાપ ન કરવા જોઈએ. કેમ કે ૧૨ વાગ્યા પછી આ મંત્રના જાપ કરવાથી આ મંત્ર સાથે જોડાયેલા લાભ નથી મળતા.

આ મંત્રના જાપ કરતા પહેલા શિવ ભગવાનની પૂજા કરો અને આ મંત્રના જાપ કરવાનો સંકલ્પ કરો. સંકલ્પ લીધા પછી તમે આ મંત્રના જાપ કરવાના શરુ કરી દો.

આ મંત્રના જાપ તમે રુદ્રાક્ષની માળા ઉપર ૧૧ વખત કરો અને આવી રીતે ૯૦ દિવસ સુધી આ મંત્રના જાપ રોજ કરતા રહો. રોજ આ મંત્રના જાપ કરતા પહેલા તમે તમારા ઘરમાં શિવજી ભગવાન સામે એક ઘી નો દીવડો પ્રગટાવી દો અને આ દીવડાને પ્રગટાવ્યા પછી જ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના શરુ કરો.

આ મંત્રના જાપ પુરા કર્યા પછી તમે એક હવન જરૂર કરાવો. અને જો હવન ન કરાવી શકે તે લોકો આ મંત્રના જાપ ૨૫ હજાર વખત કરે.

આ મંત્રના જાપ પુરા થતા જ તમને તેની અસર તમારા જીવન ઉપર જોવા મળશે અને તમારી રક્ષા પોતે શીવ ભગવાન દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને જયારે અને આ મંત્રના જાપ કરીએ છીએ, તો આપણે ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ કે તે અમને એક સારૂ અને સ્વસ્થ જીવન આપે.

આ વાતોનું ધ્યાન રાખો :-

આ મંત્રના જાપ કરતી વખતે તમે આ મંત્રના શબ્દોના ઉચ્ચારણ સાચું જ કરો.

જો તમારે મહામૃત્યુંજય મંત્રના ઉચ્ચારણમાં ભૂલ થઇ જાય છે, તો તમે આ મંત્રના જાપ કર્યા પછી ૨૧ વખત ગાયત્રી મંત્રના જાપ કરી લો. એમ કરવાથી આ મંત્રના ઉચ્ચારણમાં જે ભૂલ તમારાથી થઇ હશે તેને ભગવાન માફ કરી દેશે.

આ મંત્રના જાપ કરતા પહેલા અને મંત્રના જાપ પુરા થયા પછી શિવ ભગવાનનું નામ જરૂર લેવું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.