ખુબ જ પવિત્ર હોય છે સ્વસ્તિકનું ચિન્હ, નિયમ મુજબ ન બનાવવા પર ફાયદાની જગ્યાએ થઇ શકે છે નુકશાન.

0
3760

સ્વસ્તિકનું ચિન્હ હોય છે ખુબ જ પવિત્ર, પણ જો તેને નિયમ મુજબ બનાવવામાં નહિ આવે તો ફાયદાની જગ્યાએ કરે છે નુકશાન, જાણો

કોઈપણ શુભ કાર્યનું શરુઆત કરતા પહેલા ગણેશ ભગવાનનું નામ લેવામાં આવે છે અને તેનું નામ લીધા પછી જ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા કાર્ય સફળ થતા નથી. એ કારણ છે કે પૂજાની શરુઆત કરતા પહેલા ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે અને સ્વસ્તિક ચિન્હ બનાવવામાં આવે છે.

શું હોય છે સ્વસ્તિક ચિન્હ :-

સ્વસ્તિક ચિન્હને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક ચિન્હને સકારાત્મક ઉર્જા સાથે જોડીને જોવામાં આવે છે અને તે બનાવવાથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. એટલા માટે કોઈપણ પૂજા શરુ કરતા પહેલા સ્વસ્તિક ચિન્હ જરૂર બનાવવામાં આવે છે.

સ્વસ્તિક સાથે જોડાયેલી મહત્વની માહિતી :-

સ્વર્સ્તિક ચિન્હ બનાવતી વખતે થોડી એવી વસ્તુ હોય છે, જેનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી હોય છે. એટલા અંતે તમે પણ સ્વસ્તિક ચિન્હ બનાવો તો આ વાતોનું ધ્યાન જરૂર રાખો. સ્વસ્તિક ચિન્હ બનાવતી વખતે તમે આ વાતોનું ધ્યાન જરૂર રાખો કે તમે ક્યારે પણ ઊંધા સ્વસ્તિકની પૂજા કરતી વખતે ન બનાવો. પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ઉંધા સ્વસ્તિક બનાવવું શુભ નથી માનવામાં આવતું.

જો તમારી કોઈ મનોકામના છે તો તમે મંદિરમાં ઉંધા સ્વસ્તિક બનાવી દો. ઉંધા સ્વસ્તિક બનાવતી વખે તમે તમારા મનમાં તમારી મનોકામના બોલી નાખો. અને જયારે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમે મંદિરમાં સીધું સ્વસ્તિક બનાવી દો.

સ્વસ્તિક ચિન્હને તમે માત્ર હળદર અને સિંદુરથી જ બનાવો અને ભૂલથી પણ કાળા રંગથી સ્વસ્તિક ન બનાવો. જયારે પણ તમે સ્વસ્તિક બનાવો, તો તમે તે વાતનું ધ્યાન જરૂર રાખશો કે સ્વસ્તિક સીધું હોવું જોઈએ.

ઘરમાં ખરાબ નજર લાગી જાય તો છાણનું સ્વસ્તિક બનાવો. એવું માનવામાં આવે છે કે છાણનું સ્વસ્તિક બનાવવાથી ખરાબ નજર ઉતરી જાય છે અને ઘર ઉપર કોઈપણ ખરાબ નજર લાગતી નથી.

તમે જે સ્થળ ઉપર આ ચિન્હ બનાવો તે સ્થળ ઉપર પહેલા સારી રીતે સાફ કરી લો અને પછી જ આ ચિન્હ બનાવો.

પૂજા કરતી વખતે ચોખાની મદદથી પણ સ્વસ્તિક બનાવી શકાય છે અને તેની ઉપર સોપારી પણ મૂકી શકાય છે.

જે લોકોના જીવનમાં લગ્ન સાથે જોડાયેલી સમસ્યા ચાલી રહી છે, તે લોકો પોતાના પૂજા ઘરમાં હળદરનો સ્વસ્તિક બનાવી લો.

ગૃહ પ્રવેશ દરમિયાન તમે ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદરની મદદથી સ્વસ્તિક બનાવી શકો છો. જયારે હવન દરમિયાન સિંદુરનું સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે.

ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરની બહાર બે સ્વસ્તિક ચિન્હ બનાવી લો. એમ કરવાથી ઘરના વાસ્તુ દોષ એકદમ સારા થઇ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ જશે.

દિવાળી કે કોઈ પણ તહેવારના દિવસે પણ સ્વસ્તિક ચિન્હ બનાવવું શુભ માનવામાં આવે છે.

જયારે પણ કોઈ નવી કન્યાનો ગૃહ પ્રવેશ થાય છે, તો તેના દ્વારા ઘરના દરવાજા ઉપર સ્વસ્તિક ચિન્હ બનાવવું શુભ માનવામાં આવે છે અને એમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.