ખોવાઈ ગયો મહિલાનો કૂતરો, શોધવા વાળાને મળશે 5 લાખ, બુક કર્યું આખું પ્લેન

0
857

સમાચાર એવા છે કે, એક મહિલાનો કૂતરો ખોવાય ગયો છે. એવામાં તમને થશે કે આવું તો કેટલાય લોકો સાથે થાય છે. એમાં અલગ શું છે? તો જણાવી દઈએ કે, આમાં રસપ્રદ વાત એ છે કે, તે મહિલા પોતાના કૂતરાને શોધવા માટે એક પ્લેનભાડે લઈ લીધું છે, અને જે પણ તેના કૂતરાને શોધી નાખશે એને 5 લાખ રૂપિયા ઈનામ પણ આપવામાં આવશે.

હકીકતમાં સેન ફ્રાંસિસ્કોની એક મહિલા જેનું નામ એમિલી ટલેર્મો (emilie talermo) છે, તેનો વાદળી આંખ વાળો ઓસ્ટ્રેલિયાઈ શેફર્ડ કૂતરો ગયા અઠવાડિયે એક કરિયાણાની દુકાનની બહારથી ચોરી થઈ ગયો છે. તે કૂતરો હવે મળી નથી રહ્યો.

એમિલીએ કૂતરાને શોધવા માટે આખા શહેરના ચક્કર લગાવવા માટે એક પ્લેન પણ ભાડે લઈ લીધું છે. કુતરાનું નામ જૈક્સન છે. જૈક્સનને શોધવા માટે પ્લેન સાથે એક બેનર લગાવવામાં આવશે, અને પ્લેન સેન ફ્રાંસિસ્કો અને ઑકલેંડના ચક્કર લગાવશે.

એમિલીનું કહેવું છે કે, તે પોતાના પાંચ વર્ષના જૈક્સનને શોધવા માટે બધું કરી રહી છે. એમિલી ભાવુક થઈને કહે છે કે, તે હંમેશા મારી સાથે રહેતો હતો, તે એક ઘણો જ સાચો પ્રેમ છે.

એટલું જ નહિ એમિલી અને એના મિત્રોએ ચમકદાર વાદળી આંખો વાળા જૈક્સનનો ફોટો હજારો યાત્રીઓને વહેંચ્યો છે, જેથી જો તે કોઈને મળે તો એને સોંપી દે.

એમિલીએ એના માટે વેબસાઈટ પણ બનાવી છે, જ્યાં તે 7,000 ડોલરનું ઈનામ પણ આપી રહી છે. અહીં સુધી કે ટિંડર પર પણ કુતરાનું એક એકાઉન્ટ પણ ખોલી દીધું છે.

જૈક્સનને શોધવા માટે એમિલી ઘણા પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. એટલું જ નહિ તે રેસ્ક્યુ માટે વધારે વધારાના પૈસા દાન કરવાની યોજના બનાવી રહી છે.

એમિલીએ જણાવ્યું કે, એને ન્યુયોર્કમાં જૈક્સન મળ્યો હતો. એ પછી તે એને લઈને લોસ એન્જલિસ અને પછી સસેન ફ્રાંસિસ્કો જતી રહી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.