‘ખોબા રોટી’ નો સ્વાદ છે અપ્રતિમ, જાણો તેને બનાવવાની રીત.

0
364

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ‘ખોબા રોટી’ ની રેસિપી લઈને આવ્યા છીએ. જો તમે ચા સાથે સાદી રોટલી કે ભાખરી ખાઈને કંટાળી ગયા છો અને તેમાં નવી વેરાયટી ઈચ્છો છો, તો આ ખોબા રોટી તમારી ઈચ્છા પુરી કરી શકે છે. જણાવી દઈએ કે, ખોબા રોટી સ્વાદમાં અપ્રતિમ લાગે છે. અને ચા સાથે તમારા બેસ્ટ નાસ્તાની યાદીમાં શામેલ થવા પાત્ર છે. તે એકદમ બીસ્કીટ ભાખરી જેવી લાગે છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવવી ખોબા રોટી.

તેના માટે પરાતમાં 3 કપ ઘઉંનો લોટ લઇ તેમાં ચપટી અજમો, 1/2 ચમચી મીઠુ, ગરમ કરેલ મુઠ્ઠી પડતું મોણ ઘી નાખો.

તેને સારી રીતે મિક્સ કરી તમે જોઈતું પાણી એડ કરો. પરોઠા જેવી કણક બાંધી રેસ્ટ આપો.

પછી પાટલી પર થીક એટલે કે જાડી ભાખરી વણી, અંગુઠા ને આંગળીથી નજીક નજીક વારાફરતી ગોળ રાઉન્ડમાં ચીપટી ભરી ડિઝાઇન કરો.

ડિઝાઇન ઉપર રહે તેમ રાખી ભાખરી નીચેથી ગુલાબી ખસ્તા શેકવી.

ચીપીયાની મદદથી ડીઝાઇન વાળો ભાગ મીડિયમ ફલેમ પર રાખી ગોળ ફેરવી, બળે નહિ તે રીતે પરફેક્ટ શેકી તૈયાર કરો.

ખોબામાં ઘી રેડી બનાવી ગરમાગરમ તૈયાર કરો. તો તૈયાર છે તમારી ખોબા રોટી. તેને દાળ બાટીની દાળ સાથે ખાવાની ખુબ મજા આવે છે.

ટિપ્સ :

તવા પર ભાખરી નાંખીને પણ ચીપટી ડીઝાઇન કરી શકાય છે. હા પણ હાથને થોડું ગરમ લાગે છે.

આમાં પરોઠા જેવો લોટ નહિ બનાવવો હોય, તો એકદમ કડક લોટ બનાવીને થોડો જાડો લોટ ઉમેરીએ તો પણ તે જોરદાર બનશે.

તવા પર જ ડિઝાઇન બનાવવા માટે તમે એકદમ નાના ચીપિયાનો ઉપયોગ કરી શકો છો, જેથી ઝીણી ડિઝાઇન થાય અને તમે દાઝો પણ નહિ.