ખેડૂતને 60 લાખ રૂપિયાનો હીરો મળ્યો, સમજ ન પડતા તેણે વેચી દીધો ખાલી આટલામાં

0
498

આપણે વાર્તાઓમાં સાંભળતા હોઈએ છીએ કે પહેલાના જમાનામાં રાજાઓ પાસે ઘણું ધન હતુ. જેમાં હીરા ઝવેરાત વગેરે હતા. અને તે સમયના હીરા એટલા કિંમતી હતા કે જે હીરા આજે જોવા પણ મળતા નથી, હાલમાં જ એક ગામમાંથી એક હીરો મળી આવ્યો છે, જે ઘણો કિંમતી છે, અને તેના વિષે પણ આવા પ્રકારની માન્યતાઓ છે કે પહેલાના સમયના ખજાનાનો એક ભાગ છે.

આંધ્રપ્રદેશના કુરનુલ જીલ્લાના ગોલાવનેપ્પ્લ્લીના રહેવાસી એક ખેડૂતને ખેતરમાં ખેડતી વખતે ૬૦ લાખ રૂપિયાનો હીરો મળ્યો. અણસમજણમાં ગરીબ ખેડૂતે હીરાને એક સ્થાનિક વેપારી અલ્લાહ બખ્તને વેચી દીધો. તેના બદલામાં વેપારીએ ખેડૂતને ૫ તોલા સોનું અને ૧૨.૫ લાખ રૂપિયા રોકડા આપ્યા. ઘટનાની જાણકારી મળવાથી પોલીસે તપાસ શરુ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા મુજબ, હીરાના કેરેટ, રંગ અને વજન વિષે માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યાર પછી કાર્યવાહી કરવામાં આવશે. કુરનુલ જીલ્લામાં આ બીજી ઘટના છે, જયારે કોઈને હીરો મળ્યો હોય. તે પહેલા ૧૨ જુને એક ગોવાળને ૮ કેરેટનો હીરો મળ્યો હતો, જે ૨૦ લાખમાં વેચાયો હતો.

વરસાદના સમયમાં વધી જાય છે હીરાની શોધ

૧. કુરનુલ જીલ્લો હીરા ઉત્પાદન માટે ઘણો પ્રસિદ્ધ છે. અહિયાં જોનાગીરી, તુગ્ગાલી, મડીડકેરા, પગીડીરાઈ, પેરાવળી, મહાનંદી અને મહ્દેવપૂરમ જેવા ઘણા ગામોમાં વરસાદ દરમિયાન હીરાની શોધ વધી જાય છે.

૨. હીરા માટે કુરનુકમાં આજુબાજુના ગામો અને જીલ્લા ઉપરાંત બીજા રાજ્યોમાંથી લોકો આવે છે. તેમાં મોટા પ્રમાણમાં કર્નાટક, તેલંગાના અને મહારાષ્ટ્રના લોકો હોય છે. કારણ, વરસાદથી માટી વહી જાય છે, તેવામાં હીરા સપાટી ઉપર આવીને ચમકવા લાગે છે. જેથી તેને શોધવા સરળ બની જાય છે.

૩. હીરાને લઈને માન્યતા

હીરા મળી આવતા ક્ષેત્ર સર્વનારાસીમ્હા સ્વામી મંદિરની આજુબાજુનો છે. આ મંદિર સીરીવેલા મંડલ મુખ્ય કાર્યાલયની સામે છે. લોકોમાં માન્યતા છે કે વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાય અને તેના મંત્રી તિમારાસુએ જમીન નીચે ખજાનો છુપાવ્યો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.