જો તમારું ખાવાનું સરળતાથી નથી પચતું તો કરો આ વસ્તુનું સેવન, સારું થઇ જશે તમારું પાચનતંત્ર, દુર થશે ઘણી તકલીફો

0
1050

મિત્રો, સમયની સાથે સાથે આપણે આપણી લાઈફ સ્ટાઇલને સંપૂર્ણ રીતે બદલી ચુક્યા છીએ. અને ઘણી બધી રીતે આ પરિવર્તન સારો પણ છે. પણ જો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોવામાં આવે, તો આજની આ આધુનિક જીવનશૈલી સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. અને ઘણાને તો અત્યારથી જ ભારે પડી રહે છે.

મોર્ડન જમાનાની અનિયમિત દિનચર્યા અને ખોટા ખાનપાનની લોકોના સ્વાસ્થ્ય પર એ અસર થઈ રહી છે કે, આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ શારીરિક સમસ્યાથી ગ્રસ્ત છે. અને એમાં પણ ખાસ કરીને પેટની સમસ્યાઓ તો સામાન્ય થઇ ગઈ છે. જંકફૂડ અને બહારનું ખાવાના કારણે પેટમાં ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા જન્મ લે છે. અને આવી પેટની સમસ્યાઓ બીજી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. એટલા માટે આનાથી છુટકારો મેળવવો ખુબ જરૂરી છે.

તો મિત્રો, આજે અમે તમને આ લેખના માધ્યમથી પેટની એવી જ સમસ્યાઓથી છુટકારો મળેવવા સરળ રીત જણાવવા જઈ રહ્યા છે. જો આપણે આપણા ખાનપાનમાં કેટલાક જરૂરી પરિવર્તન કરીએ તો ઘણી હદ સુધી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આના માટે તમારે તમારા ડાયટમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થો એડ કરવા પડશે, જે પાચન મજબૂત કરતા રહે. તો ચાલો જાણીએ આ ખાદ્ય પદાર્થો વિષે.

દાળ :

દાળમાં ફાઈબર, ખનીજ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ આ મેગ્નીશિયમ, આર્યન અને ફોસ્ફોરસનો પણ સારો સ્ત્રોત છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ દાળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી ઘણી હદ સુધી છુટકારો મળે છે. અને તે પેટના કેન્સરનો ખતરો પણ ઓછો કરે છે.

નાશપતી :

નાસપતીનું સેવન પણ પેટ માટે ખુબ ફાયદાકારક છે, આમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.

દહીં :

જણાવી દઈએ કે, દહીં આપણા પેટ માટે રામબાણ વસ્તુ છે. કારણ કે આમાં સારા બેક્ટિરિયા જોવા મળે છે, જે પેટની સમસ્યાથી છુટકારો આપી શકે છે. એટલા માટે તમે એસીડીટી, અપચો કે પેટની કોઈ પણ સમસ્યાથી પરેશાન છો તો પોતાની ડાયટમાં વધારે માત્રામાં દહીં એડ કરો. કબજીયાતની સમસ્યા માટે પણ દહીંમાં અજમો નાખીને ખાઓ.

પપૈયું :

જણાવી દઈએ કે, પપૈયાનું સેવન કરવા પર 24 કલાકની અંદર જ પાચન દુરુસ્ત થઇ જાય છે. એમાં પપેન નામનું એંજાઈમ હોય છે, જે પ્રોટીનને તોડીને તેને પચાવવા યોગ્ય બનાવે છે. એવામાં જો તમે કઈ પણ ખાઈ રહ્યા છો અને પાચન થઇ રહ્યું નથી, તો જમ્યા પછી પપૈયાનું સેવન જરૂર કરો, આ તમારા પાચનતંત્ર માટે મદદગાર હોય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી :

જાણકારી માટે જણાવી દઈએ કે, લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર આર્યન અને વિટામિન્સ હોય છે, જે સરળતાથી પચી જાય છે. એવામાં આને ખાવાથી પેટ સાફ રહે છે.

કેળા :

કેળું પણ સ્વાસ્થ્ય બનાવવા માટે મદદગાર સાબિત થાય છે. અને તે પેટ માટે પણ ખુબ ફાયદાકારક છે. એટલા માટે પેટમાં ઇન્ફેક્શન થવા પર કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.

સફરજન :

‘એક સફરજન દરરોજ ખાઓ અને ડોક્ટરથી છુટકારો મેળવો.’ આ વાકય તમે ઘણી વાર સાંભળ્યું હશે. સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. આમાં પોટેશિયમ, ફાસ્ફોરસ, વિટામિન A, C અને ઘણા બધા મિનરલ્સ મળી રહે છે, જે પેટની સમસ્યાઓથી છુટકારો આપવામાં મદદ કરે છે.

બ્રાઉન રાઈસ :

મિત્રો બ્રાઉન રાઈસ પણ આપણા પેટ માટે ફાયદાકારક હોય છે. આમાં મળી આવતા ઓગળી શકે એવા ફાઈબર, લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

બીટ :

જણાવી દઈએ કે, બીટ પણ પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. ખાસ કરીને પાઈલ્સના દર્દીઓ માટે આ ખુબ ફાયદાકારક છે. સાથે કે બીટનું જ્યુસ કમળો, હેપેટાઇટિસ અને ઉલ્ટીના ઉપચારમાં પણ અસરદાર હોય છે.