ખાવા માટે રોટલી નથી, ઇનકમ ટેક્સે માર્યો છાપો તો નીકળી 100 કરોડની માલિક

0
1049

સંજુ દેવીના પતિના મૃત્યુ પછી કમાણીનો કોઈ રસ્તો નથી અને બે બાળકોના ઉછેર માટે પોતે જ મજુરી કરે છે. સંજુ દેવી ખેતી ઉપરાંત જાનવર પાળીને ભરણ પોષણ કરે છે. જયપુરમાં ઇન્કમટેક્સ વિભાગને ૧૦૦ કરોડની એવી માલિક મળી છે. જે કુટુંબ ચલાવવા માટે એક એક પૈસા માટે તરસે છે. ઇન્કમ ટેક્સ વિભાગે જયપુર દિલ્હી હાઇવે ઉપર ૧૦૦ કરોડથી વધુ કિંમતની ૬૪ વીઘા જમીન શોધી કાઢી છે. જેની માલિક એક આદીવાસી મહિલા છે અને તેને એ ખબર નથી કે તેણે ક્યારે જમીન ખરીદી અને ક્યાં છે? ઇન્કમટેક્સ વિભાગે આ જમીનોને પોતાના કબ્જામાં લઇ લીધી છે.

જયપુર – દિલ્હી હાઈવે ઉપર દંડ ગામમાં આવેલી જમીનો ઉપર ઇન્કમટેક્ષના અધિકારીઓએ બેનર લગાવી દીધા છે. બેનર ઉપર લખવામાં આવ્યું છે કે બનામી સંપત્તિ નિષેધ અધિનિયમ હેઠળ આ જમીનને બેનામી જાહેર કરતા આવક વિભાગ પોતાના કબજામાં લઇ રહી છે. પાંચ ગામના ૬૪ વીઘાની જમીન ઉપર લાગેલા બેનરો ઉપર લખવામાં આવ્યું છે કે આ જમીનની માલિક સંજુ દેવી મીણા છે, જે આ જમીનની માલિક નથી હોઈ શકતી. આમ તો આ જમીન ઇન્કમટેક્સ વિભાગ ખોટા નામે ગણી પોતાના કબજામાં લઇ રહી છે.

આમ તો આવક વિભાગને ફરિયાદ મળી હતી કે દિલ્હી હાઈવે ઉપર મોટા પ્રમાણમાં દિલ્હી અને મુંબઈના ઉદ્યોગપતિ આદિવાસીઓ ખોટા નામ ઉપર જમીન ખરીદી રહ્યા છે. તેની માત્ર કાગળો ઉપર લેવડ દેવડ થઇ રહી છે. કાયદા મુજબ આદિવાસીની જમીન આદિવાસી જ ખરીદી શકે છે. કાગળોમાં ખરીદ્યા પછી તે પોતાના લોકોના નામના પાવર ઓફ એર્ટોની સહી કરાવીને રાખી લે છે. ત્યાર પછી ઇન્કમ ટેક્સ વિભાગે તેના સાચા માલિકની શોધખોળ શરુ કરી તો જાણવા મળ્યું કે જમીનના માલિક રાજસ્થાનના સિકર જીલ્લાના નીમના પોલીસ સ્ટેશન તહસીલના દીપાવાસ ગામમાં રહે છે. ડુંગરો નીચે વસેલા આ ગામમાં પહોચવું સરળ નથી.

આજતકની ટીમ જયારે દીપાવાસ ગામમાં ગયા તો સંજુ દેવી મીણાએ કહ્યું કે તેના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા, તે દરમિયાન ૨૦૦૬માં તેણે જયપુરના આમેરમાં લઇ જઈને એક જગ્યા ઉપર અંગુઠો લગાવરાવવામાં આવ્યો હતો. પરંતુ તેના પતિના મૃત્યુના ૧૨ વર્ષ થઇ ગયા છે અને તે જાણતી હતી કે કઈ સંપત્તિ તેની પાસે છે અને ક્યાં છે. પતિના મૃત્યુ પછી ૫૦૦૦ રૂપિયા કોઈ ઘરે આપી જતા હતા. જેમાંથી અઢી હજાર રૂપિયા ફઈની દીકરી બહેન પાસે રાખતી હતી અને અઢી હજાર હું રાખતી હતી, પરંતુ ઘણા વર્ષો થઇ ગયા હવે પૈસા પણ આપવા કોઈ આવતું નથી. મને તો આજે જ ખબર પડી કે મારા પતિ પાસે આટલી સંપત્તિ છે.

સંજુ દેવીના પતિના મૃત્યુ પછી કમાણીનું કોઈ સાધન ન રહ્યું અને બે બાળકોના ઉછેર માટે પોતે જ મજુરી કરે છે. સંજુ દેવી ખેતી ઉપરાંત જાનવર પાળીને ગુજરાન ચલાવે છે. ઇન્કમટેક્સના આ ખુલાસા પછી તે વિસ્તારમાં હડબડાટ મચી ગયો છે કેમ કે ગામ વાળાનું કહેવું છે કે ઘણી કંપનીઓએ આ જમીન ખરીદી છે. જેના વિષે કહેવામાં આવે છે કે કંપનીની જમીન છે પરંતુ કોઈ નથી જાણતું કોની છે. થોડા વર્ષોમાં ઇન્કમ ટેક્ષ વિભાગ આ વિસ્તારોમાં ૧૪૦૦ કરોડની જમીન જપ્ત કરી ચુકી છે. જેમાંથી ૬૯ કેસમાં કોર્ટે ચુકાદો આપતા જમીનને બેનામી જાહેર કરી સરકારને સોંપી દીધી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.