આ કેરીની સીઝનમાં તમે પણ ઘરે જ બનાવો શંકરનો ખાટા અથાણાનો સંભારો, અને કેરીની મજા માણો.

0
1007

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે એક અથાણું બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જયારે પણ આપણે ભારતીય લોકો જમવા બેસીએ છીએ, ત્યારે ભાતભાતના પકવાનો તો ખાઈએ જ છીએ અને તેવો સ્વાદ પણ બહુ સારો લાગે છે. પણ જો તે પકવાનો સાથે અથાણું મળી જાય, તો એનો સ્વાદ ઓર વધી જાય છે. અને અમુક પકવાન તો અથાણું વગર ખાવામાં મજા જ નથી આવતી.

ગરમીની ઋતુમાં તમને જાત જાતની કેરી બજારમાં જોવા મળે છે. અને જેમ લોકોને કેરી ખાવાનું ગમે છે, તેમ જ તેનું અથાણું ખાવાનું પણ ઘણું પસંદ હોય છે. અને દરેક ઘરની મહિલાઓ આ સમયે અથાણું અને મુરબ્બો બનાવવાના કામમાં લાગી જાય છે. તો આજે અમે તમારા માટે ખાટા અથાણાનો સંભારો બનાવવાની રીત લઈને આવ્યા છે. તો આવો જાણીએ કે એના માટે તમારે કઈ કઈ વસ્તુ લેવી પડશે, અને એને બનાવવાની રીત કઈ છે.

જરૂરી સામગ્રી :

કેરી : 2 નંગ

અથાણાનો સંભારો : 3 મોટા ચમચા

તેલ તલનું : 2 મોટા ચમચા

બનાવવાની રીત :

ખાટા અથાણાનો સંભારો બનાવવા માટે તમે સૌથી પહેલા કાચી કેરીને સારી રીતે ધોઈને લૂછી લો. કેરીને દીટાથી થોડી કાપી લેવાની છે, અને તે કેરીને છીણી લેવાની છે. એના માટે સ્લાઇસરમાં જે બ્લેડમાં વચ્ચે ઉંચા કાપા બહુ નજીકવાળા કાપાની જે બ્લેડ છે, તે અને સ્લાઇસર એમ બેવ હોય તેમાં છીણવાની છે. સાદી ખમણીથી નહિ. કારણ કે, ખમણીમાં રસ બહાર આવે જ્યારે આમા રસ જરાય બહાર નહિ આવસે ને સરસ સીધી સળી એકસરખી પડે છે.

જણાવી દઈએ કે, નાની કેરીમાં ગોટલો કુણો હોય છે. એટલા માટે કેરી ગોળ ફેરવતા ચારેકોરથી સળી પાડી લેવી. હાથને સંભાળીને ખમણવું, કારણ કે સ્લાઇસરની ધાર બહુ હોય છે માટે સાચવવું. પછી છીણેલી કેરીમાં સંભારો ભેળવી તેલ ગરમ કરી સહેજ ઠરે એટલે એમાં મીક્ષ કરીને કાચના કચોળામાં ભરી દેવુ. તો તૈયાર છે તમારો “શંકરનો ખાટા અથાણાનો સંભારો.” તમે આને તરત જ ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, શંકરના ખાટા અથાણાના સંભારાને તમે ફ્રિઝમાં આખું વર્ષ રાખી શકો છો. આ સંભારો સ્વાદમાં ખુબ ટેસ્ટી હોય છે. તમે ઈચ્છો તો કાકડી, ટીંડોળા, સિમલા મરચા વગેરેનો પણ ઉપયોગ કરીને આ સંભારો બનાવી શકો છો. અને તેને પણ તમે આખું વર્ષ કાચા શાકમાં સંભારો ભેળવીને ઉપયોગ કરી શકો છો, અને તેમાં મરચાનો સરસ લાલ રંગ રહે છે.

– રેણુકા પટેલ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.