ખતરો કે ખેલાડી નીકળી આ બાળકી, 18 સેકન્ડનો આ વિડીયો તમને ચીસો પડાવી દેશે, નબળા હૃદયવાળા ન જુએ

0
705

બાળકો ખતરોના ખેલાડી હોય છે, તેમને જો સાચા ખોટાની સમજ ન આપવામાં આવે, તો ડરથી તેમનો કોઈ સંબંધ નથી હોતો. એનો નમૂનો તમે એક વાયરલ વિડીયોમાં જોઈ શકો છો, જેમાં એક બાળકીનું કારસ્તાન તમારા દિલના ધબકારા વધારી દેશે. આ આર્ટિકલમાં તે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે.

બાળકો ભયથી અજાણ હોય છે. અણીદાર વસ્તુઓ એમને વાગી શકે છે, ઉપરથી પડવા પર તેમને ઇજા થઈ શકે છે, વધારે ગરમ પાણીથી હાથ બળી શકે છે, આ બધી વસ્તુઓની તેમને સમજ નથી હોતી. એવામાં બાળકની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણ રીતે માં બાપ પર આવી જાય છે. બાળક જો વધારે મસ્તીખોર હોય તો માં બાપને વધારે પરેશાન કરે છે. એવામાં તેઓ પણ બાળકને લઈને વધારે કડક બની જાય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનકડી બાળકી હોટલના ચોથા માળની બારીની બહાર નીકળી રહેલી રેલિંગમાં જાય છે, અને ત્યાંથી દોડીને બાલકની પાસે જાય છે. પછી બાલકની પાસેથી પાછી બારી તરફ આવે છે. રેલિંગ ઘણી નાની છે, અને બીજી તરફથી એકદમ ખુલ્લી છે. જો તે બાળકીનું બેલેન્સ જરા પણ બગડી જાત તો તે સીધી ચોથા માળેથી નીચે જમીન પર પટકાઈ જાત. પણ સદ્દનસીબે તેવું કાંઈ થયું નહિ અને તેનો જીવ બચી ગયો.

18 સેકન્ડનો આ વિડીયો તમને ચીસો પડાવી શકે છે, કારણ કે બાળકીની આ કરતબ જરાય સુપર કુલ નથી. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને લઈને જાત-જાતની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો બાળકીની આ હરકત માટે તેના માં બાપની બેદરકારીને જવાબદાર ગણાવી રહ્યા છે.

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.