ખરાબ સમયમાં અજ્ઞાનને કારણે આપણે બીજાને ખોટા સમજીએ છીએ, વાંચો અગત્યની સ્ટોરી.

0
671

પિતાના મૃત્યુ પછી છોકરાને મળ્યો હીરાનો હાર, હમણાં મારી દુકાનમાં કામ કર, તેને પછી વેચજે

એક લોકકથા મુજબ જુના સમયમાં એક ઝવેરીની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. તેના ઘરમાં પત્ની અને એક બાળક હતા. પૈસાની તંગીને કારણે જ સોની ઘણો દુઃખી રહેવા લાગ્યો હતો અને એક દિવસ તેનું મૃત્યુ થઇ ગયું.

સોનીના મૃત્યુ પછી તેની પત્નીએ પોતાના દીકરાને હાર આપ્યો અને કહ્યું કે તેને આપણા હીરાના વેપારી કાકાની દુકાન ઉપર જઈને વહેચી દે, તેના જે પૈસા મળશે, તે તારે કામ આવશે. છોકરો તરત જ હાર લઈને કાકાની દુકાને ગયો. કાકાએ હાર જોયો અને કહ્યું કે દીકરા અત્યારે તો બજારમાં મંદી ચાલી રહી છે, આ હારને પછી વેચજે. તારે પૈસાની જરૂર હોય તો મારી પાસેથી લઈજા અને મારે ત્યાં કામ કરવાનું શરુ કરી દે. છોકરાએ કાકાની વાત માની લીધી.

બીજા દિવસે છોકરો કાકાની દુકાન ઉપર કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેને હીરાની સાચી સમજણ આવી ગઈ. તે તરત જ અસલી અને નકલી હીરાને ઓળખી લેતો હતો. એક દિવસ તેના કાકાએ કહ્યું કે અત્યારે બજાર ઘણી સારી ચાલી રહી છે , તું તારો હીરાનો હાર વેચી શકે છે. છોકરો પોતાની માતા પાસેથી તે હાર લઈને દુકાને આવી ગયો અને કાકાને હાર આપી દીધો.

તેના કાકાએ કહ્યું હવે તો તું પોતે પણ હીરાની પરખ કરી શકે છે, આ હારને જોઈને તેની કિંમતનો અંદાઝ લગાવી શકે છે. એટલા માટે તું જાતે જ આ હારની કિંમત કર. છોકરાએ હારને ધ્યાનથી જોયો, તો તેને ખબર પડી કે હારમાં નકલી હીરા લાગેલા છે અને તેની કોઈ કિંમત નથી. તેણે કાકાને બધી વાત જણાવી.

કાકાએ કહ્યું હું તો પહેલાથી જાણું છું કે આ હાર નકલી છે, પરંતુ જો મેં તે દિવસે તને એ વાત કરી હોત. તો તું મને જ ખોટો સમજત. તને એવું લાગ્યું હોત કે હું હાર પડાવી લેવા માગું છું. એટલા માટે આજે તેને નકલી ગણાવી રહ્યો છું. તને તે સમયે હીરાનું કોઈ જ્ઞાન ન હતું. ખરાબ સમયમાં અજ્ઞાનતાને કારણે આપણે હંમેશા બીજાને ખોટા સમજીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.