ખાલી છોકરી જોવા ગયા હતા, પણ ત્યાં બની ગઈ તરત જ આ ઘટના, જાણો શું થયું.

0
1316

શું તમે તમારી એક જ મુલાકાતમાં તમારા જીવનનો મહત્વનો નિર્ણય લઇ શકો છો?

છત્તીસગઢના બસ્તરનું નામ તો સાંભળ્યું જ હશે તમે, બસ્તર વિસ્તારમાં કોડાગાંવ નામનો એક જીલ્લો છે, હમણાં થોડા દિવસો પહેલા કોડાગાંવમાં એક લગ્ન થયા. લગ્ન ઘણા અટપટા હતા. તરત માગું અને તરત લગ્ન જેવા લગ્ન થયા. એટલે સંબંધ નક્કી થઇ ગયા અને તરત લગ્ન થયા.

આખી ઘટના પહેલા જાણી લો :-

છોકરીનું નામ છે આભા જૈન, આભાનો પિરવાર કોડેગાંવમાં રહે છે, છોકરાનું નામ છે નીતિન સચેતી. નીતિનનું કુટુંબ રાયપુરમાં રહે છે, બંને પરિવાર વાળા પોતાના બાળકો પોતાના બાળકો માટે સંબંધ શોધી રહ્યા હતા. નીતિનના કુટુંબ વાળાને આભા વિષે જાણવા મળ્યું, તે લોકો કોડાગાંવ પહોચ્યા. ત્યાં તેમને આભા પસંદ આવી ગઈ.

પછી તેમણે નીતિનને રાયપુરથી બોલાવી લીધો, નીતિન અને આભાએ એક બીજા સાથે થોડી વાર વાતો કરી, બંનેને એક જ મુલાકાતમાં, તે પણ થોડી મીનીટોની મુલાકાતમાં એકબીજાએ હા કહી દીધી. પછી શું હતું, પરિવાર વાળાઓએ વિચાર્યું કે કેમ ન અત્યારેને અત્યારે તાત્કાલિક લગ્ન કરાવી આપીએ, તેનાથી ખોટા ખર્ચા પણ બચી જાય. અને સ્થળ ઉપર જ બંનેના લગ્ન કરાવી દીધા.

આ લગ્નમાં લગભગ ૧૧ કાર્ડ છપાવવામાં આવ્યા. તે પણ જલ્દી જલ્દી નજીકના સગાઓને જ બોલાવવામાં આવ્યા. અને લગ્ન થઇ ગયા. નીતિન અને આભાનું કહેવું છે કે આ તરત માગું અને તરત લગ્નથી ખુશ છે. તેનાથી ખોટા ખર્ચા બચી ગયા છે તે એક સારી પહેલ છે.

ચાલો માનીએ કે આ લગ્નમાં ખોટા ખર્ચા ન થયા. આવા પ્રકારના લગ્ન છોકરા અને છોકરી બંને માટે ખતરનાક છે, કેમ? અરે ભાઈ હંમેશા ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન નથી હોતી, એક મુલાકાતમાં તો કોઈ તમારા સારા મિત્ર પણ નથી બની શકતા. તમે કોઈને સારી રીતે ઓળખી પણ નથી શકતા. તો અહિયાં તો લગ્નની વાત હતી, આખું જીવન એકબીજા સાથે પસાર કરવાની વાત હતી, તો એક મુલાકાતમાં, તે પણ થોડી મીનીટોની વાતચીતમાં તમે એ કેવી રીતે નક્કી કરી શકો છો કે આ છોકરો કે આ છોકરી તમારા માટે યોગ્ય છે કે નહીં?

આખું જીવન તમે સુખી રહી શકશો કે નહિ? તમારા વચ્ચે સારી કમ્પેટીબીલીટી રહેશે? તે તમામ વાતો તમે એક જ મુલાકાતમાં કેવી રીતે નક્કી કરી શકો છો, કેવી રીતે જાણી શકો છો?

હા એક વાત એ પણ છે કે કોઈ માણસને જાણવા માટે આખું જીવન પણ ઓછું પડી જાય છે. પરંતુ તેમ છતાંપણ લગ્ન પહેલા છોકરા-છોકરી સારી રીતે વાત કરે, થોડી વધુ મુલાકાત કરે, તો વધુ નહિ તો ઓછામાં ઓછું ૩૦ થી ૪૦ ટકા તો એક બીજાને સમજી શકે છે. એક જ મુલાકાતમાં તમારા જીવનનો મહત્વનો નિર્ણય લઇ લેવો કેવા પ્રકારની બુદ્ધી છે?

ઘણી વખત કેવી ઘટનાઓ સાંભળવા મળે છે, કે ભોળવીને લગ્ન કરી લીધા, સારી રીતે તપાસ ન કરી, અને પાછળથી ખબર પડી કે આખે આખું કુટંબ જ દગાબાજ નીકળ્યું. ચાલો દગાબાજ વાળી વાત જવા દો, કોડાગાંવ વાળી આ ઘટનામાં અમે એવું કહી શકીએ છીએ કે કાંઈક દગો હશે. કેમ કે નાના શહેરો અને ગામમાં તો આમપણ એકબીજા વિષે જાણી જ લે છે. કાંઈ નહિ તો કાંઈક અંદરના કોઈ સંબંધી જ નીકળી જાય છે. તેમ છતાંપણ થોડી મીનીટોની મુલાકાતમાં લગ્ન જેવો મોટો નિર્ણય લેવો, જરાપણ બુદ્ધીપૂર્વકની વાત નથી લાગતી.

ચાલો અમે એવું ઇચ્છીએ કે આ જોડી સુખી રહે, પરંતુ એક સલાહ એવી પણ છે કે લગ્ન પહેલા એકબીજાને મળો, જાણો અને સમજવાનો પ્રયાસ કરો ત્યાર પછી જ નિર્ણય લો, લગ્ન જીવનનો સૌથી મોટો જુગાર છે.

આ માહિતી ઓડ નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.