કેવી હોય છે ફાંસીની કોઠી, જ્યાં મૃત્યુ પહેલા અંતિમ કલાકો પસાર કરે છે કેદીઓ

0
451

દોષીને મૃત્યુનો નિર્ણય આપતા જ તેને ફાંસીના કોઠામાં શિફ્ટ કરી દેવામાં આવે છે. જેના પછી શરુ થાય છે કેદીને ફાંસી આપવાની પ્રક્રિયા. ઘણા ઓછા લોકો છે જે ફાંસીની કોઠી વિષે જાણે છે. જાણો ફાંસી પહેલા કેદીને ક્યાં રાખવામાં આવે છે.

આવી હોય છે ફાંસીની કોઠી

એક નાનકડો રૂમ, એક ચાદર, પીવા માટે પાણી અને ચારેય બાજુ અંધકાર. આ રૂમનું નામ ફાંસીની કોઠી છે, જ્યાં કૈદી ને રાખવામાં આવે છે. જયારે કૈદી ફાંસીની કોઠીમાં હોય છે ત્યારે તે દરમિયાન સિક્યોરિટી સિવાય કોઈ ત્યાં રહેતું નથી.

ક્યાં હોય છે ફાંસીની કોઠી?

અંગ્રેજોના જમાનામાં તિહાડ જેલના નકશામાં ફાંસીની કોઠીનો પણ નકશો બનાવવામાં આવ્યો હતો. જેના હિસાબથી ફાંસીની કોઠીનું નિર્માણ થયું હતું. આ ફાંસીની કોઠી તિહાડમાં જેલ નંબર ત્રણમાં કૈદીઓના બૈરકથી ખુબ દૂર સુમસામ જગ્યા પર બનાવામાં આવી છે, જેલમાં શું ગતિવિધિઓ ચાલી રહી છે તેના વિષે ફાંસીની કોઠીમાં રહેલા કૈદીને કે ત્યાંના સિક્યોરિટી ગાર્ડને કાંઈ જ ખબર હોતી નથી.

ડેથ સેલ શું છે?

ડેથ સેલ એક ફાંસીની કોઠીની જેમ જ દેખાવવા વાળો રૂમ હોય છે. જેવું જ દોષીને કોર્ટ તરફથી સજા નક્કી કરવામાં આવે છે તેવું જ તેને ડેથ સેલમાં શિફ્ટ કરી દેવામાં આવે છે અને જયારે ફાંસીની પ્રક્રિયા શરુ થવાની હોય છે ત્યારે તેને ફાંસીની કોઠીમાં શિફ્ટ કરી દેવામાં આવે છે.

ફાંસીની કોઠી અને ડેથ સેલ કોઈ સામાન્ય જેલથી ઓછી નથી. આ એટલી ખતરનાક છે કે કૈદી જેવો જ તેમાં જાય છે તેને મૃત્યુનો અહેસાસ થવા લાગે છે. એવું કહેવું ખોટું નથી કે આ રૂમ કોઈ મૃત્યુના કુવાથી ઓછો નથી.

તિહાડ જેલમાં જેલ નંબર ત્રણમાં જે બિલ્ડિંગમાં ફાંસીની કોઠી છે, તે બિલ્ડિંગમાં કુલ 16 ડેથ સેલ છે, ડેથ સેલમાં કૈદીને એકલા રાખવામાં આવે છે, તેની સાથે બીજા કોઈને રાખવાની અનુમતિ નથી. ફાંસી થવાના 24 કલાકમાં ફક્ત અડધો કલાક માટે તેને બહાર ફરવા નીકાળવામાં આવે છે.

જેલના સિક્યોરિટી ગાર્ડ નથી કરતા ડેથ સેલની સુરક્ષા

જાણીને નવાઈ લાગશે કે જ્યાં કેદીને ફાંસી આપતા પહેલા રાખવામાં આવે છે તેની સિક્યોરિટી જેલ પ્રશાસન કરતુ નથી. પણ ફાંસીની કોઠી અને ડેથ સેલની સિક્યોરિટી તમિલનાડુ સ્પેશિયલ પોલીસ કરે છે. બે-બે કલાકની શિફ્ટમાં આમનું કામ ફક્ત અને ફક્ત મૃત્યુની સજા મેળવેલ કૈદીઓ પર ધ્યાન રાખવાનું છે.

તમને જણાવી દઈએ કે ડેથ સેલ અને ફાંસીની કોઠીમાં રહેવા વાળા કેદીને કોઈપણ પ્રકારના કપડાં પહેરવા માટે આપવામાં આવતા નથી. જેનાથી તે પોતાને નુકશાન પહુંચાડી શકે. ડેથ સેલના કેદીઓને બાકી બધી વસ્તુને છોડીને પાયજામાનું નાડુ પણ પહેરવા દેતા નથી.

કેવી રીતે થાય છે ફાંસી

જેલ મેન્યુઅલ અનુસાર કોઈપણ કેદીને ફાંસી આપતી વખતે મુખ્ય વાતોનું ધ્યાન આપવામાં આવે છે, જેમાં કેદીનું સ્વાસ્થ્ય, તેને અલગ રાખવા જેવી દરેક વાતો પર ધ્યાન આપવામાં આવે છે.

ફાંસી દરમિયાન રોકાઈ જાય છે દરેક કામ

જે સમયે કેદીને ફાંસી આપવામાં આવે છે તે સમયે જેલની અંદર દરેક કામ રોકી દેવામાં આવે છે. દરેક કેદી પોતાની સેલ અને પોતાની બેરકમાં હોય છે. અહીં સુધી કે જેલમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ થતી નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.