કટરિના કૈફએ જ્હાન્વીની શોર્ટ ડ્રેસ પર કરી મોટી કોમેન્ટ , જણાવ્યું ‘મને થાય છે તેની ચિંતા’

0
772

બોલીવુડમાં હિરોઈનોના કપડાને લઈને કોઈને કોઈ સમાચારો મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. આવા જ એક સમાચાર છે જે હાલમાં મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સમાચાર છે જાણીતી સ્વ. હિરોઈન શ્રીદેવીની દીકરી જાહનવી વિષે. આવો આપણે જાણીએ તે સમાચાર વિષે વિગતવાર માહિતી.

હાલના દિવસોમાં બહાર પડનારી ફિલ્મ ‘ભારત’ને લઈને ચર્ચામાં છવાયેલી હોરોઈન કેટરીના કેફે બોની કપૂરની દીકરી અને હિરોઈન જાહનવી કપૂરના ડ્રેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એ વાત કેટરીનાએ હિરોઈન નેહા ધૂપિયાના ચેટ શો BFFs With Vogue માં કહી છે. કેટરીનાના આ ખુલાસાની ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

મીડિયામાં ચાલી રહેલા સમાચારોના જણાવ્યા મુજબ તો હાલમાં કેટરીના, નેહા ધૂપિયા શોમાં આવી હતી. અહિયાં નેહાએ કેટરીનાને તેના અંગત જીવન અંગે ઘણા સવાલ જવાબ પણ કર્યા. શોમાં તે બન્ને ઉપરાંત અનીતા શ્રોફ અદજાનીયા પણ શોમાં જોવા મળી હતી. ત્રણેએ ઘણી મસ્તી પણ કરી.

શોમાં નેહા ધૂપિયાએ કેટરીનાને પૂછ્યું કે તેને કઈ સેલીબ્રીટીનો જીમ લુક ઓવર દ ટોપ લાગે છે? તેની ઉપર કેટરીનાએ જાહનવીનું નામ લીધું. તેમણે કહ્યું કે તેને જાહનવીનો લુક ઓવર દ ટોપ નથી લાગતો પણ તેને જાહનવીના વધુ પડતા ટૂંકા ડ્રેસને લઈને ચિંતા છે.

કેટરીનાએ આગળ જણાવ્યું કે, જાહનવી મારા જ જીમમાં આવે છે અને હંમેશા અમે બન્ને જીમમાં સાથે હોઈએ છીએ. હું તેના ટૂંકા ડ્રેસને લઈને ચિંતા કરવા લાગુ છું. જાહનવી કપૂર હંમેશા જીમની બહાર ટૂંકા લુકમાં જોવા મળે છે.

વાત કરીએ કેટરીના કેફની ફિલ્મ ભારતની તો આ ફિલ્મમાં તેની સાથે બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન સહીત દિશા પટ્ટની, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. સલમાન અને કેટરીના આ દિવસોમાં ફિલ્મનું જોર શોરથી પ્રમોશન કરી રહી છે. ફિલ્મ ભારત 5 જુને સિનેમા ઘરોમાં રીલીઝ થશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.