આ સરળ રીતથી તમે પણ “કેસર પેંડા” ઘરમાં જ બનાવો, અને હોંશે હોંશે ખાવ, જાણો કેસર પેંડા બનાવવાની રીત

0
3157

મિત્રો મીઠાઈ કોને નથી ભાવતી. નાના છોકરાથી લઈને મોટી ઉંમરના દરેક લોકોને મીઠાઈ ખાવી ગમે છે. અને દરેક શુભ પ્રસંગે મીઠાઈ તો હોય જ છે. અને મીઠાઈઓમાં બધાને ભાવતી મીઠાઈ છે પેંડા. બજારમાં ઘણા બધા પ્રકારના પેદા જોવા મળે છે, અને તેમાં ઘણા મિલાવટી પણ હોય છે, અને તેના કારણે ઘણા લોકો બીમાર પણ થઇ જાય છે.

જણાવી દઈએ કે, તમે પોતાના ઘરે જ શુદ્ઘ અને સ્વાદિષ્ટ કેસર પેંડા બનાવી શકો છો. અને આજે અમે તમારા માટે કેસર પેંડા બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ. જેથી તમે જાતે પોતાના ઘરેજ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે એવા પેંડા બનાવી શકો. તો ચાલો જાણી લઈએ કે કેસરના સ્વાદિષ્ટ પેંડા કેવી રીતે ઘરે જ બનાવી શકાય છે.

પેંડા માટે જરૂરી સામગ્રી :

1 લીટર દૂધ (પનીર બનાવવા)

1/3 કપ દૂધ

1 કપ દુધનો પાવડર

1/2 કપ આઈસીંગ સુગર / સાદી વાટેલી ખાંડ (જરૂર પ્રમાણે વધારો ઘટાડો કરી શકો)

10 થી 12 કેસરના તાતણાં

1/2 ટેબલ સ્પુન ઘી અથવા અનસોલ્ટેડ બટર

પેંડા બનાવવાની રીત :

મિત્રો સૌથી પહેલા તો તમે 1 લીટર દૂધ લઈને એને તપેલીમાં ગરમ કરવા મુકો. તેમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. અને 2 મિનીટ પછી તેમાં વિનગર ભેળવીને એને સારી રીતે મિક્સ કરી દો. પછી જ્યારે દૂધ ફાટી જાય એટલે તેને કપડાથી ગાળી લો. અને એમાં ચોખ્ખું પાણી ઉમેરી એ પનીરને સારી રીતે ધોઈ લો. જેથી પનીરમાં રહેલી ખટાશ દુર થઇ જાય. ત્યારબાદ એને ફરી વખત ગાળીને એમાંથી પાણી નીચોવીને કાઢી નાખો.

હવે તમે 1/2 ચમચી દુધમાં ઉપર જણાવેલ માત્રામાં કેસર ભેળવીને એને બાજુમાં મૂકી રાખો.

આ કામ થઇ ગયા બાદ એક વાસણમાં મિલ્ક પાવડર, ઘી, પનીર અને દૂધ જેની માત્રા ઉપર જણાવી છે, એ માત્રામાં બધું સારી રીતે મિક્સ કરીને એને ધીમા તાપે એકરસ થાય તે રીતે હલાવો.

હવે જયારે આ તૈયાર કરેલ મિશ્રણ ઉકળવા લાગે, ત્યારે તેમાં ખાંડ અને તૈયાર કરેલ કેસર મિક્સ કરી દૂધ ભેળવીને માવો બની જાય ત્યાં સુધી કુક કરો. આ મિશ્રણ ઠંડુ પડે પછી તેના પેંડા વાળી શકાય તેવું થવા દો. (મિશ્રણમાંથી પેન છૂટવા લાગશે)

હવે માવાને પ્લેટમાં કાઢીને એને ઠંડો થવા દો. એ થોડો ગરમ હોય ત્યારે તેમાં આઈસીંગ સુગર ભેળવો. બધું જ મિક્સ કરીને પેંડા વાળી લો. તો આ તૈયાર છે ઘરમાં તૈયાર થયેલ લો ફેટ કેસર પેંડા.

નોંધ :

પનીર બનાવતા સમયે જયારે વિનેગર ભેળવ્યા પછી દૂધ ફાટી જાય અને સોફ્ટ પનીર તૈયાર થાય ત્યાર પછી એને ગાળી લેવું. કારણ કે જો પનીર હાર્ડ બની જશે, તો કુક કરતી વખતે એક્જ્સ થશે નહી. તેથી પનીર સોફ્ટ બનાવવું જરૂરી છે.

જયારે એક વાસણમાં ઘી, પનીર, મિલ્ક પાવડરને ભેળવ્યા પછી તમને લાગે કે પનીર વધુ પડતું દાણાદાર છે અને એકરસ થતું નથી, તો એને બીજા બાઉલમાં કાઢીને હેન્ડ બ્લેન્ડરથી સાધારણ કણકી દુર થાય એટલું ક્રશ કરી લેવું, પછી ફરી પેનમાં લઈને કુક કરવું.

જણાવી દઈએ કે, આઈસીંગ સુગરની જગ્યાએ સાદી દળેલી ખાંડ પણ ભેળવી શકાય છે, પરંતુ આઈસીંગ સુગર વાપરવાથી પેંડા વધારે સારી રીતે વાળી શકાય છે. અને આઈસીંગ સુગરને લીધે માવો ઢીલો પડતો નથી.

અને છતાં પણ આઈસીંગ સુગર ભેળવ્યા પછી માવો ઢીલા જેવો લાગે, તો એને થોડી વાર ફ્રીજમાં રાખી પછી પેંડા વાળવા.

પેંડા એક દિવસ રાખી મુકવા જેથી સારી રીતે સેટ થઇ જાય. અને હંમેશા પનીર તાજું બનાવેલું જ વાપરવું.

જણાવી દઈએ કે ઉપર જણાવેલ માત્રામાં લીધેલી વસ્તુથી આશરે 23-24 પેંડા તૈયાર થશે.