કેરીની ગોટલી અને છાલ પર ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ કર્યું સંશોધન, જાણો શું આવ્યું પરિણામ?

0
1256

મિત્રો તમારા માંથી ઘણાને કેરી ખુબ જ ભાવતી હશે. અને તમે કેરીની સિઝનમાં એનો ભરપુર આનંદ માણતા હશો. પણ તમે એની છાલ અને ગોટલીને એમ સમજીની કચરામાં ફેંકી દેતા હશો કે, આની કોઈ જરૂર નથી. પણ જણાવી દઈએ કે તે ઘણી કામની વસ્તુ છે. આજે અમે તમને કેરીની છાલ અને ગોટલી પર થયેલા એક સંશોધન વિષે જાનવીશું, જે ગુજરાતની કૃષિ યુનિવર્સીટીએ કર્યુ છે. અને એ જાણ્યા પછી તમે કેરીની છાલ અને ગોટલી ફેંકવાની બંધ કરી દેશો. આવો એના વિષે વિસ્તારથી જણાવીએ.

મિત્રો ભારતમાં રહેતા શાકાહારી લોકોના સ્વાસ્થ્યની વાત કરીએ, તો એમાંથી ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન B-12 ની ઉણપ હોય છે. અને તેને દૂર કરવામાં કેરીની ગોટલી મદદરૂપ બની શકે છે. જી હાં, જો કેરી ખાધા પછી કચરામાં ફેંકી દેવામાં આવતી ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે, તો માનવ શરીરમાં રહેલી વિટામિન બી-૧૨ ની કમી દૂર કરી શકાય છે.

તેમજ એની સાથે જ આ ગોટલી માંથી મળતું ‘મેન્ગીફેરીન’ નામનું ઘટક આપણા લોહીમાં રહેલા શુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું જાહેર થયું છે. અને જણાવી દઈએ કે આ તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું છે.

તેમજ ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, માત્ર ૧૦૦ ગ્રામ કેરીની ગોટલી માંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. પણ દુઃખની વાત એ છે કે, લોકોને પૂરતી જાણકારી ન હોવાને કારણે આ કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨ નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે. અને આ વાત ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં શ્રી ગોરધનભાઈ પટેલે જણાવી હતી.

આ ઉપરાંત તેમનું કહેવું છે કે માનવ શરીર માટે જરૂરી વીસ એમિનો એસિડમાંથી નવ એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી. અને આ જ નવ એમિનો એસિડ કેરીની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે. જે નીચે મુજબ છે.

૧) ફિનાઇલ એલેનિન,

૨) વેલિન,

૩) થ્રિઓનિન,

૪) ટ્રીપ્ટોફન,

૫) મેથેઓનિન,

૬) લ્યૂસિન,

૭) આયસોલ્યુસિન,

૮) લાયસિન અને

૯) હિસ્ટિડિન…

જણાવી દઈએ કે એમિનો એસિડ માંથી તૈયાર થતાં પ્રોટીન જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે. શરીરના સ્નાયુઓ પણ પ્રોટીન માંથી જ બનેલા હોય છે. તદુપરાંત આપણા શરીરમાં વિટામિન ડી સિવાયના કોઈ પણ વિટામીન બનતા નથી. આ વિટામીન મેળવવા માટે આપણે આહાર પર જ આધાર રાખવો પડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કેરીની ગોટલી માંથી વિટામિન C, K અને E મળે છે. જે શરીર માંથી કચરો દૂર કરનારા ‘એન્ટિ ઓક્સિડન્ટ’ તરીકેની ભૂમિકા પણ ભજવે છે. તેમજ કેરીની ગોટલી માંથી સોડિયામ, પોટેશિયમ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, આયર્ન (લોહતત્વ), જસત, મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે. અને કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં હોય છે. વળી, શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. તેમાંથી છ ટકા કેરીનું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે. તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત ૪૪ થી ૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ અને જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે. કેરીની ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

કેરીની ગોટલીમાંનું મેન્ગીફેરિનનું ઘટક ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેમજ તેમાંના ‘આઈસો મેન્ગીફેરિન’ અને ‘ફ્લેવોનાઈડ્સ’ જેવા ઘટકો કેન્સર અને મેદસ્વિતા જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે. અને આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે, આપણા આહારમાં ‘પોલીસેકરાઈડ’ ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડે છે અને તે લોહીમાં ભળે છે.

આ માટે આંતરડાંમાં એમિલાઈઝ નામના પાચક રસો ઝરે છે. આ રસો સ્ટાર્ચમાંની સુગર ને અલગ કરવાનું કામ કરે છે. પરંતું મેન્ગીફેરિન નામનું આ ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે. તેથી સ્ટાર્ચ માંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો લોહીમાં સુગર ભળતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશ માં રહે છે.

જણાવી દઈએ કે છાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીસ અંકુશમાં રહે છે. કેરીની ગોટલીની માફક કેરીની છાલમાં પણ મેન્ગીફેરિન હોય છે. તેથી પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો મળી શકે છે. કેરીની છાલની સાથે આપણા શરીરના આંતરડાંમાં જતાં ફાઈબર પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે. શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

તો મિત્રો, ઉનાળાની સીઝનમાં કેરી સાથે ગોટલી અને છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો. જેથી તમે તમારા શરીરમાં રહેલી સમસ્યાઓ સામે લડીને સ્વસ્થ જીવન જીવી શકો.