છેવટે શા માટે કરવામાં આવે છે મહિલાઓને સિઝેરિયન ડીલીવરી? એનું કારણ જાણીને રહી જશો દંગ

0
3016

માં બનવું એ દરેક મહિલાનું સપનું હોય છે. અને જયારે કોઈ સ્ત્રી માં બંને છે તો એ એના જીવનની સૌથી યાદગાર અને સોનેરી પળ હોય છે. અને એને એક મહિલા આખુ જીવન ભૂલી નથી શકતી. અને એ પણ એક કારણ છે કે, પ્રેગનેન્સી દરમિયાન મહીલા બીજી દરેક તકલીફને ભૂલી જાય છે અને પોતાના થનારા બાળકનું સ્વાગત કરવામાં લાગી જાય છે.

એટલે જો આપણે સીધા શબ્દોમાં કહીએ, તો મહિલા ડીલીવરી દરમિયાન થતા દુ:ખાવાને ભૂલીને પોતાના થનારા બાળકના આ દુનિયામાં આવવાની રાહ ઘણી આતુરતાથી જુવે છે. અને એ વાત તો બધા જાણે જ છે કે, બાળકની ડીલીવરી દરમિયાન એક મહિલાને કેટલી તકલીફ થાય છે. ત્યાં સુધી કે ઘણી વખત તો આરોગ્ય સંબંધી એવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે, જેને કારણે મહિલાની ડીલીવરી નોર્મલને બદલે સી સેક્શન દ્વારા કરવી પડે છે.

અને તે મહિલાઓના શરીરમાં નબળાઈને કારણે થાય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે, અમુક મહિલાઓ બાળકને નોર્મલ પદ્ધતિથી જન્મ આપવમાં અસમર્થ હોય છે. અને એ કારણે એમની ડીલીવરી સી સેક્શન દ્વારા કરવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સી સેક્શન પદ્ધતિથી ડીલીવરી થયા પછી મહિલાઓને પોતાના આરોગ્યનું જરૂર કરતા વધુ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ત્યાર પછી મહિલાઓ હકીકતમાં ઘણી નબળી થઇ જાય છે. સામાન્ય રીતે મહિલાઓની ડીલીવરી બે રીતે થાય છે. જેમાંથી એક રીત નોર્મલ ડીલીવરી અને બીજી રીત સી સેક્શન એટલે કે સીઝેરિયન છે.

જો બાળક નોર્મલ ડીલીવરી થી થઇ જાય ત્યારે તો કોઈ સમસ્યા થતી નથી. પણ જો ડીલીવરી સિઝેરિયન પદ્ધતિથી કરવામાં આવે ત્યારે સમસ્યા જરૂર થઇ શકે છે. તેથી મહિલાઓ માટે એ જરૂરી છે કે, તેઓ આ બન્ને પદ્ધતિ વિષે બધું જ સારી રીતે સમજી લે, જેથી ડીલીવરીના સમયે તેમને કોઈ તકલીફ ન હોય.

જાણકારી માટે જાણવી દઈએ કે, જે મહિલાઓનું ગર્ભ નાનું હોય છે કે, જે બાળકનું માથું ઉંધી દિશામાં હોય છે, તે બાળકને ઓપરેશન કરીને જ બહાર કાઢવામાં આવે છે. કારણ કે મહિલા આવા સંજોગોમાં બાળકને નોર્મલ પદ્ધતિથી બહાર કાઢવામાં અસમર્થ હોય છે.

અને જેમની ડીલીવરી સિઝેરિયન થઈ હોય એમણે ઘણા પ્રકારની સાવચેતીઓ રાખવી પડે છે. જેમ કે જે મહિલાઓનું બાળક સિઝેરિયનથી થયું હોય તેણે દાદરા ન ચડવા જોઈએ. તે એટલા માટે કે તેના પેટની માંસપેશીઓમાં ખેંચાણ પડે છે અને તે તમારા આરોગ્ય માટે બિલકુલ સારું નથી. તમારા સ્ટીચ એટલે કે ટાંકા ઉપર પણ એની ઘણી ખરાબ અસર પડે છે. તે દરમિયાન તમારા સ્ટીચ ખેંચાઈ શકે છે.

ઉપરાંત જો તમને સિઝેરિયનના ઓપરેશન પછી ખાંસી આવે છે, તો ડોક્ટર પાસે એની દવા જરૂર લઇ લેવી. એવું એટલા માટે કારણ કે, ખાંસી-ઉધરસને કારણે તમારા સ્ટીચ ઉપર જોર પડી શકે છે, કે સ્ટીચ પર ખેંચાણ પણ આવી શકે છે. જેથી તમને ઘણી તકલીફ થશે. આની સાથે જ તમારે તાવનું પણ ધ્યાન રાખવાનું છે. સિઝેરિયન ડીલીવરી થયા પછી મહિલાએ પોતાના ખાવા પીવામાં પૂરું ધ્યાન રાખવું જોઈએ. સિઝેરિયન પછી મહિલાઓએ લગભગ બે મહિના સુધી ભારે વસ્તુ ન ઉપાડવી જોઈએ. તેની સાથે જ મસાલાવાળી વસ્તુ ખાવાથી થી પણ દુર રહો.