કેટલું પણ ખરાબ હોય નશીબ, આ 5 શુભ કામ કરીને કોઈ પણ બની શકે છે કિસ્મતવાળો.

0
1716

જાણો ક્યા એવા શુભ કામ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ નસીબદાર બની શકે છે. તમે પણ જાણો.

દરેક માણસ જીવનમાં નસીબદાર બનવાની ઈચ્છા હોય છે. તેના માટે તે કેટલી પણ જાળવણી રાખે પરંતુ ઘણી વખત ખુબ જ મહેનત કરવા છતાં પણ તેમનું નસીબ ખુલતું નથી. જો તમારી સાથે પણ એવું જ બને છે, તો આ તકલીફને દુર કરવા માટે થોડા એવા ઉપાય છે. જે તમને મદદ કરી શકે છે. ભોપાલના જ્યોતિષ પંડિત જગદીશ શર્મા જણાવે છ કે જો કોઈ વ્યક્તિની કુંડલીમાં ગ્રહોનો દોષ હોય છે, તો નસીબની મદદ નથી મળી શકતી અને દરેક કામમાં સરળતાથી સફળતા નથી મળતી.

શાસ્ત્રોમાં થોડા એવા કામ બતાવવામાં આવ્યા છે, જેને નિયમિત રીતે કરતા રહેવાથી દુર્ભાગ્ય દુર કરી શકાય છે. જાણો ક્યા એવા શુભ કામ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ નસીબદાર બની શકે છે. તમે પણ જાણો.

પહેલું કામ :-

ઘરના મુખ્ય દરવાજાની બન્ને તરફ અને બારીઓનું હોવું દોષપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી ઘરના માલિકની આર્થિક સમસ્યા વધી જાય છે. આ બારીઓના માધ્યમથી જ વ્યક્તિનું નસીબ હવા સાથે વહીને બહાર જતું રહે છે. આ સમસ્યાના સમાધાન માટે બારીઓપાસે ગોળ પાંદડા વાળા છોડના કુંડા મૂકી દો કે બારીમાં ટીંગાડી દો. સાથે જ અમાસ ઉપર પરિવારના મૃત્યુ પામેલા સભ્યો માટે વિશેષ પૂજા પાઠ કરાવવા જોઈએ. અમાસ ઉપર પિતૃ દેવતા માટે તર્પણ કરો.

બીજું કામ :-

ઘરમાં રોજ ઘરની કુળદેવીની પૂજા કરવી જોઈએ. માન્યતા મુજબ દરેક કુળની એક આરાધ્યા દેવી હોય છે. જેમની પૂજા પરિવારના તમામ લોકોને નિયમિત રીતે જ કરવી જોઈએ. ખાસ તહેવારો ઉપર બીજા દેવી-દેવતાઓ સાથે જ કુળદેવીની પણ પૂજા કરવાનું ન ભૂલશો. કુળદેવીની પૂજાથી તમામ અડચણો વહેલી તકે દુર થઇ શકે છે.

ત્રીજું કામ :-

પોતાનું ઘર કે દુકાનની તિજોરી કે ગલ્લામાં નીચે અને ઉપરની તરફ અરીસો લગાવો. એમ કરવું ઘણું શુભ માનવામાં આવે છે. તેનાથી આવકમાં વધારો થાય છે અને પૈસા પણ અનેક ગણા વધી જાય છે. સાથે જ ગલ્લામાં ચાંદી કે સોનાના સિક્કા રાખવા પણ ઘણું સારું માનવામાં આવે છે.

ચોથું કામ :-

ઘરે આવેલા ગરીબને ધન કે અનાજનું દાન જરૂર કરવું જોઈએ. પ્રયાસ એવા કરવા જોઈએ કે જે કોઈ ગરીબ આપણા ઘરે આવે છે, તે ક્યારે પણ ખાલી હાથ ન જવો જોઈએ. દાન કરવાથી મોટી મોટી તકલીફો દુર થઇ શકે છે.

પાંચમું કામ :-

ઘરમાં ત્રાસો કે ગોળાકાર ઢાળ સારો માનવામાં આવે છે. સીધા ઢાળ ઉપર ચાલવાની ગતી એકદમ ઝડપી બની જાય છે. તેને ઓછું કરવા માટે નીચે છ ત્રાંસા વળાંક વાળી એક પવન ચક્કી લટકાવી દેવી જોઈએ. તે મલકાતી ઓના આવવાની જાણ કરે છે અને ગૃહ સ્વામીને તેના પ્રત્યે જાગૃત કરે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.