કેરળ નગરપાલિકાનો હુકમ : ઘરમાં બે છોડ નહિ લગાવ્યા તો મકાનનું રજીસ્ટ્રેશન નહિ થાય, જાણો વધુ વિગત

0
529

દેશ અને દુનિયા પર્યાવરણના પદુષણને કારણે ઘણી સમસ્યાઓ સહન કરી રહી છે. ભારતમાં પણ થોડા દિવસોથી ઉડીસામાં ‘ફૈની’ અને ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડુ જોવા મળ્યું. તાપમાન ઘણી જગ્યાઓ ઉપર ૫૦ ડીગ્રી સુધી પહોચી ગયું. દેશમાં ઘણી સંસ્થાઓ અને લોકો પર્યાવરણથી બચાવવામાં લાગેલા છે પરંતુ કેરળની એક નગરપાલિકાએ એક ડગલું આગળ વધારતા જોરદાર નિર્ણય લીધો છે.

કેરળના થ્રીસ્સુર જીલ્લાની કોડુન્ગલ્લુર નગરપાલિકાએ શહેરમાં નવું ઘર બનાવવાવાળા માટે બે છોડ ઘરમાં ઉગાડવાનો નિયમ ફરજીયાત કરી દીધો છે, નવા નિયમ મુજબ ૧૫૦૦૦ ચોરસ ફૂટના મકાનના એરિયા કે ૮૦% સુધી બાંધકામ વાળા મકાનમાં ઓછામાં ઓછા બે ઝાડ હોવા જોઈએ. જો શરતનું પાલન ન કરી તો મકાન રજીસ્ટ્રેશન નંબર નહિ મળે.

કોડુન્ગલ્લુર નગરપાલિકાના ચેરમેને ટીએનએમ સાથે વાતચીતમાં જણાવ્યું કે અમે ઘણા દિવસોથી આવા પ્રકારની યોજનાઓ ઉપર કામ કરી રહ્યા હતા. આ ચર્ચાના અંતે ૫ જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના સમયે નવો નિયમ જાહેર કરી દીધો. આ નિયમનું સખત રીતે પાલન થવાથી વાયુ પદુષણમાં ઘટાડો આવશે.

અમે આ યોજનાને બે તબક્કામાં જાહેર કરીશું. જયારે પણ કોઈ વ્યક્તિ મકાન બનાવવા માટે આવશે તો બિલ્ડીંગ પ્લાન સાથે જ બે ઝાડ લગાવવાનું નક્કી કરી દેવામાં આવશે. ત્યાર પછી મકાન પૂરું થઇ ગયા પછી નગરપાલિકાના અધિકારી તે ઘરની ભૌતિક તપાસ કરશે અને ત્યાર પછી મકાન નંબર જાહેર કરવામાં આવશે. તેની સાથે નાના જમીનના ભાગ માટે પણ ટૂંક સમયમાં નિયમ બહાર પાડવામાં આવશે.

તેની સાથે જ નગરપાલિકા રાજ્ય સરકાર સાથે વાત કરીને તેને કાયદાકીય ભાગ બનાવવામાં લાગેલી છે. તેની સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં બનતા ઘરોમાં નગરપાલિકા મફતમાં બે છોડ વિતરણ કરશે અને તેના વિકાસનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. પર્યાવરણને ફાયદો કરવા વાળા ઝાડોને પ્રાથમિકતા આપવામાં આવશે.

બી પોઝેટીવ ઇન્ડીયા, કોડુન્ગલ્લુર નગરપાલિકાની સરકાર સકારાત્મક પગલાનું સ્વાગત કરે છે અને તેને દેશભરમાં લાગુ કરવું જોઈએ જેથી આવનારી પેઢીઓને રહેવા લાયક વાતાવરણ આપી શકાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી બીપોઝેટીવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.