ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતી વખતે રાખો આ 4 વાતોનું ધ્યાન, સુધરી જશે નસીબ, જાણો વધુ વિગત

0
1023

હિંદુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની પૂજા અર્ચના તેમની મૂર્તિ સામે કરવામાં આવે છે. તેના માટે દરેકના ઘરમાં કોઈને કોઈ ભગવાનની મૂર્તિ રહેલી હોય છે. જેની દરરોજ પૂજા અર્ચના થાય છે. ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કરવી ઘણી સારી બાબત છે. પરંતુ એમાં થોડી મહત્વની બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તેવામાં આજે અમે તમને ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે જોડાયેલી થોડી સાવચેતીઓ વિષે જણાવીશું. ભગવાન વિષ્ણુની મૂર્તિ તો દરેક ઘરમાં હોય છે, અને તેમને કષ્ટવિનાયક માનવામાં આવે છે. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો ઉપર ઘણા જલ્દી પ્રસન્ન થઇ જાય છે, અને તે ભક્તો પર નારાજ પણ થાય છે. તેવામાં તેમની કૃપા મેળવવા માટે થોડી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે ક્યારે પણ તેમના ગુસ્સાનો ભોગ ન બનો. જો તમારા ઘરમાં પણ ભગવાન વિષ્ણુનાં ફોટા કે મૂર્તિ હોય તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ, નહિ તો એ તમારા માટે ઘણું ખરાબ થઇ શકે છે. એટલું જ નહિ, ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે હંમેશા પૂજા અર્ચના કરવી જોઈએ, નહિ તો તે નારાજ થઇ જાય છે. તો જાણો કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સ્નાન કર્યા વગર સ્પર્શ ન કરો વિષ્ણુની મૂર્તિને :

જો તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ છે, તો તેને ભૂલથી પણ સ્નાન કર્યા વગર સ્પર્શ ન કરવો. જો તમે સ્નાન કર્યા વગર ફોટા કે મૂર્તિને સ્પર્શ કરો છો તો ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય છે અને તેનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. તેવામાં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારી ઉપર ભગવાન વિષ્ણુજી કૃપા જળવાઈ રહે.

ભગવાન વિષ્ણુને ગંગાજળથી પવિત્ર કરવાનું ભૂલશો નહિ :

જો તમે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો, તો સૌથી પહેલા તમે તેમના ફોટા કે મૂર્તિને ગંગાજળથી પવિત્ર કરો. જો તમે એમ કરવાનું ભૂલી ગયા તો ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઇ જશે, અને તમારી ઈચ્છા અધુરી રહી જશે. સાથે જ તમારા ઘરમાં ઝગડા જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. એટલા માટે તેનાથી બચવું જોઈએ.

ભોજન પછી પૂજા ન કરો :

ભગવાન વિષ્ણુની મૂર્તિને ભોજન કર્યા પછી બિલકુલ સ્પર્શ ન કરો. જો તમારે તેની પૂજા અર્ચના કરવી છે, તો સવારે સ્નાન કરીને ખાલી પેટ જ કરો. નહિ તો ભગવાન નારાજ થઇ જાય છે અને પછી તેના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહિ, જયારે ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય છે, તો તમારા બધા સુધરેલા કામ બગડી જાય છે.

વાસી ફૂલ ન ચડાવો :

ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે ક્યારે પણ ભૂલથી પણ એમને વાસી ફૂલ ન ચડાવો, નહિ તો તેમનો ગુસ્સો તમારી ઉપર વરસી પડશે અને એ તમારા માટે સારું નહિ રહે. એટલા માટે ભગવાન વિષ્ણુને હંમેશા તાજા અને પીળા ફૂલ જ ચડાવો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ વધુ પસંદ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.