ખેડૂતો માટે ખુશખબર, લોન માટે વારંવાર નહિ લગાવવા પડે બેંકના ચક્કર જાણો વધુ વિગત.

0
7498

કૃષિ સચિવે જણાવ્યું – બેંક હવે ૧૪ દિવસમાં કરશે દેવાની મર્યાદાનું નિવારણ

નહિ ચૂકવવી પડે પ્રોસેસિંગ અને ચકાસણી ફી, તમામ બેંકોમાં થશે સમાન અરજી પત્ર

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં લાગેલી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને એક વધુ ભેંટ આપી છે. કૃષિ સચિવ સંજય અગ્રવાલે સોમવારે જણાવ્યું કે વધુમાં વધુ ખેડૂતોને ખેતી માટે બેંકો માંથી લોન અપાવવા માટે બિન જરૂરી ઔપચારીકતાઓ દુર કરી દેવામાં આવી છે અને હવે ૧૪ દિવસોની અંદર લોનની મર્યાદા નિર્ધારિત કરી દેવામાં આવશે. આ નવી વ્યવસ્થા લાગુ થયા પછી ખેડૂતોને બેંકોનાં વારંવાર ધક્કા નહી ખાવા પડે. અને સરળતાથી ખેડૂતો લોન મેળવી શકે.

જમીનના કાગળ અને કેવાઈસી ફોર્મ ઉપરથી જ મળી જશે લોન

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તરફથી સોમવારે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સંજય અગ્રવાલે જણાવ્યું કે ખેડૂતોને લોન લેવાની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દેવામાં આવી છે અને તેના માટે જમીનના કાગળ અને કેવાઈસી ફોર્મ સાથે ખેડૂતોના ફોટા લેવામાં આવશે. ખડૂતોને લોન લેવા માટે પ્રોસેસિંગ ફી અને ચકાસણી ફી દુર કરી દેવામાં આવી છે અને બેંકો માટે એક સરખા અરજી પત્રની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

જનઘન ખાતા ધારકો માટે પણ સમાન વ્યવસ્થા કરવામાં આવી છે.

૫૦ ટકા ખેડૂત નથી લઇ શકતા બેંકો માંથી લોન

તેમણે જણાવ્યું કે લગભગ ૫૦ ટકા ખેડૂતો બેંકો માંથી લોન ન લઈને સંસ્થાકીય કે સોની પાસેથી લોન લે છે, જેની ઉપર તેને ઊંચું વ્યાજ ચુકવવું પડે છે. તેની સાથે જ બેંકોમાં લોન લેવા ઘણા પ્રકારની ફી અને અટપટા કાગળોની પ્રક્રિયાને કારણે પણ ખેડૂત લોન લેવાથી અચકાતા હતા. કૃષિ સચિવે જણાવ્યું કે ખેડૂતોને પાક માટે બેંક માંથી લોન ઉપર ચાર ટકા વ્યાજ ચુકવવાનું હોય છે, જયારે ઘણા રાજ્યોમાં ખેડૂતોને ઝીરો ટકા ઉપર પણ લોન મળે છે. તેમ છતાં પણ અડધા ખેડૂતો બેંકો માંથી લોન નથી લેતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.