કેદારનાથ પહુંચ્યા એટલા બધા તીર્થયાત્રી કે વધારવો પડ્યો મંદિરનો સમય, હવે 18 કલાક સુધી કરી શકશો દર્શન.

0
589

કેદારનાથ ધામ હિંદુ ધર્મનું ઘણું જ પવિત્ર તીર્થસ્થળ છે. અને કેદારનાથમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુના દર્શન કરવા માટે આવે છે. અહિયાં આવીને મનને અનંત શાંતિનો અનુભવ થાય છે. તેમજ આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા પણ એટલી સરસ છે કે, કુદરતને ખોળે જીવવા વાળા લોકો પણ આ સ્થળ તરફ આકર્ષિત થાય છે. અને જયારે કેદારનાથ ધામની યાત્રા શરુ થાય છે, ત્યારે તો ઘણી મોટી સંખ્યામાં ભક્તો મંદિરના દર્શન કરવા આવે છે.

આથી કેદારનાથમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થાપકો દ્વારા સવારે મંદિર ખોલવા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિરના દ્વાર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે સવારે ૪ વાગે ખોલવામાં આવી રહ્યા છે, અને રાત્રે ૧૧ વાગ્યે બંધ કરવામાં આવશે. એટલે કે મંદિર ૧૮ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે.

૯ મે થી શરુ થયેલી કેદારનાથ યાત્રામાં અત્યાર સુધી ૨ લાખ ૬૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવી ચુક્યા છે. છેલ્લા દસ દિવસોમાં આ ધામમાં દરરોજ શ્રદ્ધાળુઓની સંખ્યામાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે. અહિયાં આસ્થા માર્ગથી મંદિર પરિસરમાં લાંબી લાઈન લાગી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિ તરફથી શુક્રવારથી મંદિરના દ્વાર સવારે પાંચ વાગ્યાને બદલે ૪ વાગ્યે ખોલવામાં આવી રહ્યા છે.

મંદિર સમિતિ તરફથી દિવસ આખામાં સવારે ૪ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી શ્રદ્ધાળુ ઓને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ બાબા કેદારને બાળ ભોગ ચડાવવા માટે મંદિરના દ્વાર ૪ થી ૫ વાગ્યા સુધી એક કલાક માટે બંધ કરવામાં આવી રહ્યું છે.

ત્યાર પછી સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન કરાવવામાં આવી રહ્યા છે. મંદિર સમિતિના વ્યવસ્થાપક એન.પી. જમલોકીએ જણાવ્યું કે, પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાંજે ૭.૩૦ વાગ્યે કેદારનાથની આરતીમાં પણ ઘણા શ્રદ્ધાળુઓ જોડાય છે. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં પણ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરના દરવાજા ખોલવા અને બંધ કરવાનો સમય નક્કી કરવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા જ વિશ્વાસ સાથે અમે તમને હ્રદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુ માં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.