કેદારેશ્વર મંદિર : ઘણું ખાસ છે આ મંદિર, પહેલા વરસાદમાં ઝરણાથી થાય છે શિવજીનો અભિષેક

0
1648

આપણા હિંદુ ધર્મમાં ભોલેનાથના ઘણા મંદિરો આવેલા છે, આવા એક મંદિર વિષે આજે આપણે જાણીશું. સૈલાના, રતલામ. મધ્ય પ્રદેશમાં આ દિવસે જોરદાર વરસાદ થઇ રહ્યો છે. તમામ નદી, નાળા ઉભરાઈ ગયા છે. આ વરસાદને લીધે રતલામ પાસે સૈલાના ગામમાં બનેલા કેદારેશ્વર મહાદેવ મંદિરની સુંદરતા ઘણી વધી ગઈ છે. એવું એટલા માટે વરસાદને કારણે જ મંદિરના આંગણામાં પડતા ઝરણા ફૂટી પડ્યા છે. જે મંદિરની સુંદરતાને ઘણી વધારી રહી છે.

છેલ્લા બે દિવસથી આ વસ્તારમાં પડી રહેલા વરસાદ પછી ઝરણાના પાણીના ફુવારા ફૂટી નીકળ્યા છે. સમજો કે પોતે આકાશમાંથી ભગવાન ભોલેનાથનો અભિષેક થઇ રહ્યો હોય. મંદિર સાથે જોડાયેલા આ દ્રશ્ય જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.

આ મંદિર રતલામથી લગભગ ૨૫ કી.મી. ના અંતરે આવેલા સૈલાના ગામ પાસે છે. ડુંગરોથી ઘેરાયેલું હોવાને કારણે વરસાદમાં તે સ્વર્ગ જેવું જોવા મળે છે. ઉંચા ઊંચા ડુંગરોથી ઘેરાયેલા આ સ્થળ ઉપર આજુબાજુના ખડકોમાંથી વરસતું પાણી એકઠું થાય છે અને પછી ઝરણાના રૂપમાં મંદિરના આંગણામાં પડવા લાગે છે. વરસાદનું પાણી જયારે ઊંચાઈથી મંદિરની પાસે આવેલા કુંડમાં પડે છે, તો પાણીના નાના નાના સપ્તરંગી ટીપા વાતાવરણને ઇન્દ્રધનુષ્ય જેવું દેખાય છે. આ મંદિર લગભગ અઢી સો વર્ષ જુનું છે અને તેનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે.

અહિયાં રહેલુ શિવલિગ કુદરતી છે. કહેવામાં આવે છે કે અહિયાં પહેલા માત્ર એક શિવલિંગ જ હતું. ૧૭૩૬માં સૈલાનાના મહારાજા જયસિંહે અહિયાં એક સુંદર મંદિર બનાવરાવ્યુ અને આગળ જતા અહી મંદિર કેદારેશ્વર મહાદેવના મંદિરના નામથી પ્રસિદ્ધ થયું. દર વર્ષે અહિયાં મહાશિવરાત્રી, વૈશાખ પુનમ અને કારતક પુનમ ઉપર મેળો ભરાય છે. અને શ્રાવણ મહિનામાં તો કાવડ યાત્રીઓનો અહિયાં મેળો ભરાય છે. મોટી સંખ્યામાં કાવડ યાત્રી અને ભક્ત અહિયાં આવે છે અને ભગવાન ભોલેનાથને જલાભિષેક કરે છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં કાવડ યાત્રી અને શ્રદ્ધાળુ અહિયાં આવે છે અને ભગવાન ભોલેનાથનો જલાભિષેક કરે છે.

વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.