કેબીસીમાં પાંચ કરોડ રૂપિયા જીતનાર આ માણસ બની ગયો રોડપતિ, જાણો શું છે હકીકત?

0
2943

ટીવી પર સોની ચેનલ પર ઘણા વર્ષોથી એક કવીઝ ગેમ શો પ્રસારિત થાય છે. જેનું નામ છે ‘કોન બનેગા કરોડપતિ.’ આ શો એ પોતાની 10 સીઝન પૂરી કરી છે. અને આ શો માં અત્યાર સુધી અમુક સ્પર્ધકોએ સારી રકમ જીતી પણ છે. અને શો ના અત્યાર સુધીના બધા એપિસોડ સારા ચાલ્યા છે. આ શો ના ઘણા નિયમ બદલાય ગયા અને એમાં ઘણી નવી યોજનાઓ પણ શરૂ થઈ છે. જેમ કે ‘ઘર બેઠે આપ ભી ખેલો’ પ્રતિયોગિતા જેમાં દરેક એપિસોડમાં લોકો રમે છે અને જીતે છે.

તેમજ પહેલાની સીઝનોમાં પૈસા ચેક દ્વારા આપવામાં આવતા હતા, જેમાં ટેક્સ વગેરે કપાઈને અડધી રકમ જ મળતી હતી. પરંતુ હવે જમાનો ડિજિટલ થવાથી આ શો ની થોડી સીસ્ટમ પણ બદલાઈ છે. અને હવે આ શો માં જીતેલી રકમ સીધી જીતવા વાળાના બેંક એકાઉન્ટમાં આવી જાય છે. પણ આજે તમને આ શો માં 5 કરોડ રૂપિયા જીતવા વાળા વ્યક્તિ વિષે જણાવીશું જે હવે રોડપતિ બની ગયા છે. પરંતુ એવું શું થયું કે આટલા જલ્દી એમના પૈસા પુરા થઈ ગયા? શક્ય છે? ચાલો જાણીએ સત્ય.

કેબીસીમાં 5 કરોડ રૂપિયા જીતવા વાળા આ વ્યક્તિ :

જણાવી દઈએ કે કોન બનેગા કરોડ પતિ શો ની 5 મી સીઝનમાં સુશીલ કુમાર નામના વ્યક્તિએ પોતાના જ્ઞાન વડે 5 કરોડ રૂપિયા જીત્યા હતા. જો કે એમાંથી ટેક્સ કપાઈને એમને 3.60 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી એમણે થોડી મદદ પોતાના ભાઈઓના બિઝનેસમાં કરી, થોડા પૈસા એમણે પોતાના બિઝનેસમાં લગાવ્યા, થોડા પૈસાની જમીન લીધી જેથી એમાં ખેતી કરી શકાય અને બાકીના પોતાના ભવિષ્ય માટે મૂકી દીધા.

સુશીલ કુમાર આ શો માં આવ્યા ત્યારે મનરેગા યોજના ચલાવવાના વિભાગમાં કામ કરી રહ્યા હતા. અને સાથે જ પ્રશાસનિક સેવાઓની તૈયારી પણ કરી રહ્યા હતા. અને આ શો માં ભાગ લઈને મોટી રકમ જીત્યા પછી, એમણે પોતાની પ્રોડક્શન કંપની ખોલી અને સ્ક્રિપટ પણ લખવા લાગ્યા. શો જીત્યા પછી સુશીલ ઘણા ફેમસ થઈ ગયા હતા, એટલે એમને ઘણા રિયાલિટી શો ની ઓફર પણ આવી હતી. અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર સુરક્ષા નિગમ એટલે કે મનરેગાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની પણ ઓફર એમને મળી હતી.

જેમણે આ શો ની પાંચમી સીઝન જોઈ છે એ બધા જાણે છે કે, કઈ રીતે સુશીલ કુમારે પોતાની સુઝબુઝ અને સમજદારીથી આ શો માં 5 કરોડ રૂપિયા જીત્યા હતા. આજે તે પોતાના પરિવાર સાથે સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. અને બધા એક સાથે ઘણા ખુશ પણ છે. પણ હવે એમના વિષે એવા સમાચાર કેમ આવી રહ્યા છે? કે તે રોડ પર આવી ગયા છે.

તો જાણકારી માટે જણાવી દઈએ કે, કેબીસી વિજેતા સુશીલ કુમાર કરોડપતિથી રોડપતિ થઈ ગયા એ વાતના સમાચાર એક અફવા હતી. અને આ વાત પોતે સુશીલ કુમારે કહી છે. એમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા એમના પર એક જર્નાલિસ્ટનો ફોન આવ્યો અને એમણે પૂછ્યું કે શું તમે રાજનીતિમાં જઈ રહ્યા છો? તો એમણે આ સવાલના જવાબમાં ‘ના’ કહ્યું હતું.

ત્યારબાદ એમણે પૂછ્યું કે, શું તમારાં બધા પૈસા પુરા થઈ ગયા છે? તો સુશીલે મજાકમાં એમણે ‘હા’ કહી દીધુ. અને એ જર્નાલિસ્ટે એ વાત સમાચારમાં છાપી દીધી, કે સુશીલ કુમાર રોડપતિ બની ગયા છે. જયારે સુશીલ કુમાર એકદમ સારી પરિસ્થિતિમાં છે, અને એક પ્રોડક્શન કંપનીના માલિક છે. અને સ્ક્રિપટ રાઈટિંગનું કામ કરી રહ્યા છે.