કયું ભૂખ્યું પ્રાણી કાંકરા-પથ્થર પણ ખાઈ લે છે? IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલનો જવાબ છે ફુલ્લી વૈજ્ઞાનિક.

0
317

ઊંટ પાણી પીધા પછી પોતાનું ગળું કેમ હલાવે છે? IAS ઇન્ટરવ્યૂના સવાલના જવાબ તમારે જરૂર જાણવા જોઈએ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એક ફોટો જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે? રોહિતનો ફોટા વાળા વ્યક્તિ સાથે શું સંબંધ છે?

જવાબ – મામા-ભાણેજ

પ્રશ્ન – એ કયો દેશ છે, જ્યાં તમે વાદળી જીન્સ નથી પહેરી શકતા?

જવાબ – સાઉથ કોરિયા.

પ્રશ્ન – એક મહિલાને જોઈ અમિતે કહ્યું, ‘તે મારી પત્નીના પતિની બહેન છે’ તે મહિલાઓ અમિત સાથે શું સંબંધ છે?

જવાબ – બહેન

પ્રશ્ન – ગરોળી પાણી પીતી કેમ જોવા મળતી નથી?

જવાબ – ગરોળીને તેના ભોજન માંથી જ જરૂરી પાણી મળી જાય છે અલગથી પાણીની જરૂર પડતી નથી.

પ્રશ્ન – આંગળીના ટચાકા ફોડવાથી અવાજ કેમ આવે છે?

જવાબ – આંગળીના ટચાકાનો અવાજ હાડકાઓના સાંધામાં જે તૈલી પદાર્થ હોય છે તેના પરપોટા ફૂટવાને કારણે આવે છે. જયારે એક વખત સાંધામાં બનેલા પરપોટા ફૂટી જાય છે તો ફરી વખત બનવામાં 15થી 20 મિનીટ લાગે છે.

પ્રશ્ન – તોફાન થાય એટલે સરકાર શું કરીને ઈન્ટરનેટ બંધ કરાવી દે છે?

જવાબ – સરકાર ઈન્ટરનેટ સર્વિસ પ્રોપાઈડર્સ (ISP)ને આદેશ આપે છે કે તે ઈન્ટરનેટ સપ્લાઈ બંધ કરી દે. અને જો સરકારી ટેલીકોમ કંપની છે, તો તેનો કંટ્રોલ સરકારના હાથમાં હોય છે. પ્રાઈવેટ કંપનીઓના પણ લાયસન્સ સરકાર પાસે જ હોય છે.

પ્રશ્ન – નાની ઉંમરમાં સફેદ વાળ કેમ આવે છે?

જવાબ – વિટામીન B12 ની ઉણપથી.

પ્રશ્ન – ઊંટ પાણી પીધા પછી તેની ગરદન કેમ હલાવે છે?

જવાબ – ઊંટ ગરદન એટલા માટે હલાવે છે, જેથી ગરદનમાં અટકેલું પાણી પેટના જતું રહે.

પ્રશ્ન – 2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા ગયા, તેમની પાસે 3 ટીકીટ હતી, છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે?

જવાબ – કેમ કે તે 3 લોકો હતા, દાદાજી, પિતા અને દીકરો સામેલ હતા. એટલા માટે 3 ટીકીટ ઉપર ફિલ્મ જોઈ લીધી.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જે ફાટવાથી અવાજ નથી થતો?

જવાબ – દૂધ

પ્રશ્ન – એક ટ્રક ડ્રાઈવર રોગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે ન રોક્યો ખરેખર કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.

પ્રશ્ન – ‘મને ન સમજાવશો’ નું અંગ્રેજી અનુવાદ કરો

જવાબ – Don’t Underestimate Me.

પ્રશ્ન – એવું કયું નામ છે, જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે?

જવાબ – V 9 દ. એટલે કે વિનોદ એવું નામ છે જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે.

પ્રશ્ન – ઈંડાનું રાસાયણિક સૂત્ર શું છે?

જવાબ – ઈંડાની બહારની સપાટી કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે, જેનું રાસાયણિક સૂત્ર થાય છે CaCo3

પ્રશ્ન – તે કયો જીવ છે ભૂખ લાગે એટલે કાંકરા પથ્થર પણ ખાઈ શકે છે?

જવાબ – શુતુરમૃગ

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.